Hot Stocks: આ ત્રણ શેર પર રમો દાવ, 2-3 અઠવાડિયામાં જ મળી શકે છે 9.5% સુધી વળતર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

Hot stocks: નિષ્ણાત તરફથી રોકાણકારોને સલાહ (Expert advise) આપવામાં આવી છે કે તેઓ પસંદગીના શેર (Hot stocks) પર જ દાવ લગાવે. સમયાંતરે નફો પણ વસૂલતા (Profit booking) રહે.

  • Share this:
    મુંબઈ: સમીત ચવાણ, એન્જલ બ્રોકિંગ: ગત અઠવાડિયે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય શેર બજારો (Indian stock market)એ જોરદાર વાપસી કરી છે. બજારમાં નીચલા સ્તરે રિકવરી જોવા મળી હતી અને બજાર નવી ઊંચાઈ પર (Share Market) પણ પહોંચ્યું હતું. બજારે ગત ઊંચાઈ તોડ્યા બાદ બજારમાં હવે નવી ચિંતા નથી જોવા મળી રહી. જોકે, RSIથી હળવા નેગેટિવ સંકેત (Negative indication) જોવા મળી રહ્યા છે.

    નિફ્ટી (NIFTY)ના અગત્યના સ્તરોની વાત કરીએ તો વર્તમાન સ્તરથી દરેક 100 અંકનો વધારે તેના માટે તાત્કાલિક રેજિસ્ટેન્સનું કામ કરે છે, આ લેવલ 17,900-18,000 છે. જ્યારે નીચેના સ્તર પર નિફ્ટી માટે 17,700-17,650નો સપોર્ટ નજરે પડી રહ્યો છે.

    નિષ્ણાત તરફથી રોકાણકારોને સલાહ (Expert advise) આપવામાં આવી છે કે તેઓ પસંદગીના શેર (Hot stocks) પર જ દાવ લગાવે. સમયાંતરે નફો પણ વસૂલતા (Profit booking) રહે. આ ઉપરાંત ખૂબ આક્રમક થવાથી બચવાનું કહેવામાં આવ્યું છે. હવે બજારની નજર ગ્લોબલ માર્કેટ અને બેન્કિંગ ઇન્ડેક્સ (Bank Index) પર રહેશે. હવે આ બંને જ બજારની આગળની દિશા નક્કી કરશે.

    આજના ત્રણ કૉલ, જેમાં બે-ત્રણ અઠવાડિયામાંથી થશે જોરદાર કમાણી

    Blue Star | Buy | LTP: Rs 897.85 | આ સ્ટૉકમાં 960 રૂપિયાના ટાર્ગેટ માટે 853 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરો. આ સ્ટૉકમાં 2-3 અઠવાડિયામાં સાત ટકા સુધી વધારો જોવા મળી શકે છે.

    ONGC | Buy | LTP: Rs 136.10 | આ સ્ટૉકમાં 149 રૂપિયાના ટાર્ગેટ માટે 129.80 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરો. આ સ્ટૉકમાં 2-3 અઠવાડિયામાં 9.5 ટકા સુધી ઉછાળો જોવા મળી શકે છે.

    Jubilant FoodWorks | Sell | LTP: Rs 4,117 | આ સ્ટૉકમાં 3,950 રૂપિયાના ટાર્ગેટ માટે 4,250 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે વેચવાલી કરો. આ સ્ટૉકમાં 2-3 અઠવાડિયામાં ચાર ટકા જેટલો ઘટાડો જોવા મળી શકે છે. - (Sameet Chavan-Angel Broking)

    આ પણ વાંચો: ABSL AMC IPO: 29મી સપ્ટેમ્બરના રોજ ખુલશે, પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા 

    Aditya Birla Sun Life AMCનો IPO બે દિવસ એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ ખુલશે. આઇપીઓ 1 ઓક્ટોબરના રોજ બંધ થશે. આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Price band) 695-712 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આદિત્ય બિરલા સન લાઇફ એએમસીએ Aditya Birla Sun Life Mutual Fundની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર છે. જે આદિત્ય બિરલા ગ્રુપ અને કેનાડાની સન લાઇફ ફાઇનાન્સિયલનું જોઇન્ટ વેન્ચર છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: