Hot Stocks: ટૂંકા ગાળામાં આ ત્રણ શેર આપી શકે છે 14% સુધીનું રિટર્ન, શું તમારી પાસે છે?

પ્રતીકાત્મક તસવીર

Hot stocks by Nandish Shah: નિફ્ટી ગત અઠવાડિયે જ 16,150-16,380ની રેન્જમાંથી બહાર આવી ચૂક્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે આવતા અઠવાડિયાઓમાં પણ આ તેજી ચાલુ રહેશે.

  • Share this:
    મુંબઈ: સોમવારે સતત છઠ્ઠા દિવસે નિફ્ટી (Nifty લીલા નિશાન પર બંધ રહ્યો. નિફ્ટી છેલ્લા 20-50 દિવસથી EMA ઉપર કારોબાર કરી રહ્યો છે. જે તેમાં હજુ પણ તેજી કાયમ રહેશે તેનો સંકેત છે. 14 વીક 14 મંથ જેવા RSI જેવા ઇન્ટરમીડિએટ અને લૉંગ ટર્મ રીડિંગ રાઇઝિંગ મોડ પર હોવું અને તેમાં કોઈ નકારાત્મક ડાયવર્સિસ જેવા સંકેત ન હોવાથી આશા રાખવામાં આવી રહી છે કે આગળ પણ આ તેજી કાયમ રહેશે. નિફ્ટી માટે Daily ADXનો સ્લોપ રાઇઝિંગ મોડ પર છે. જેનો મતલબ એવો છે કે નજીકના દિવસોમાં તેમાં તેજી જોવા મળી શકે છે.

    ઑપ્શનની દ્રષ્ટિએ જોઈએ તો 15,200-15,400ના સ્તર પર આપણે પુટ રાઇઝિંગ જોવા મળી શકે છે. ગત કરેક્શન દરમિયાન નિફ્ટીને 16,163ની નજીક સપોર્ટ મળ્યો હતો, અહીંથી નિફ્ટીએ વાપસી કરી હતી. નિફ્ટીનું 16,163નું આ સ્તર તેના 16,150ના 50 દિવસના EMAની આસપાસ છે. જેને જોઈને લાગે છે કે નિફ્ટીનું શોર્ટ-ટર્મ ટ્રેડ ખૂબ મજબૂત રહેશે. જોકે, કોઈ સ્થિતિમાં નિફ્ટી 16,150ની નીચે જાય છે તો બાજી પલટતી દેખાય શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ સ્ટૉકે આપ્યું 147% વળતર, શું તમારે પણ પૈસા લગાવવા જોઈએ? જાણો નિષ્ણાતોએ શું કહ્યુ 

    ગત અઠવાડિયે નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બ્રેક આઉટ કર્યું હતું અને 36,134 પર સ્થિત ગત રેજિસ્ટેન્સને તોડ્યું હતું. આવતા દિવસોમાં સારું વળતર મેળવવા માટે Private banks, PSU Banks અને NBFB પર નજર રાખવી જોઈએ. આગામી દિવસોમાં બેંક નિફ્ટી આપણને 36,500 અને 37,700 તરફ જતો જોવા મળી શકે છે.

    નિફ્ટી ગત અઠવાડિયે જ 16,150-16,380ની રેન્જમાંથી બહાર આવી ચૂક્યો છે. આશા રાખવામાં આવી રહી છે કે આવતા અઠવાડિયાઓમાં પણ આ તેજી ચાલુ રહેશે. HDFC Securitiesના નંદીશ શાહનું કહેવું છે કે નિફ્ટી માટે આગામી અપસાઇડ ટાર્ગેટ 16,800 છે. જે બાદમાં 17,100 છે. કોઈ લૉંગ પોઝિશન માટે નિફ્ટીમાં 16,150 અને બેંક નિફ્ટીમાં 35,400નો સ્ટૉપલૉસ રાખો.

    ત્રણ ટૉપ કૉલ જે આવતા બે-ત્રણ અઠવાડિયામાં આપી શકે છે મોટું વળતર

    GSPL: Buy । LTP: Rs 358 । આ સ્ટૉકમાં 410 રૂપિયાના ટાર્ગેટ સાથે 330 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 14% ઉછાળો શક્ય છે.

    Relaxo Footwear: Buy । LTP: Rs 1210 । આ સ્ટૉક 1330 રૂપિયાના લક્ષ્ય સાથે 1150 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ સ્ટૉકમાં 10 ટકાનો ઉછાળો શક્ય છે.

    Tata Consumer: Buy । LTP: Rs 802 । આ સ્ટૉક 890 રૂપિયાના લક્ષ્ય સાથે 760 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરો. આગામી બે-ત્રણ અઠવાડિયામાં આ સ્ટૉક 11 ટકા વધી શકે છે. (NANDISH SHAH, HDFC SECURITIE)
    Published by:Vinod Zankhaliya
    First published: