નવી દિલ્હી: ગત સપ્તાહમાં નિફ્ટી (Nifty)એ દોજી કેન્ડલ રેન્જ દાખવ્યા બાદ આ સપ્તાહમાં રેન્જબાઉન્ડ એક્શન (Range Bound Action) જોવા મળી રહી છે. ડેલી ચાર્ટ પર ઇન્ડેક્સ 200 ડે SMA (Simple Moving Average - 17,219)ની આસપાસ વેપાર કરી રહ્યો છે. ઇન્ડેક્સે 16,850-16,900ના ઝોનમાં એક ડબલ બોટમ બનાવ્યું છે. આ જ લેવલ નીચેની તરફથી એક પ્રમુખ સપોર્ટ તરીકે કાર્ય કરતું જોવા મળશે. તો સાથે જ ઉપરની તરફ ઇન્ડેક્સ માટે 17,400-17,450ના ઝોનમાં રેજિસ્ટન્સ છે. આ સ્તર ગત સપ્તાહનું હાઇ અને 20 ડે SMA (17,441) છે.
જાણકારોનું કહેવું છે કે ઇન્ડેક્સ 16,800-17,450ની રેન્જમાં વેપાર કરી શકે છે. કોઇ પણ તરફથી તેમાં બ્રેકઆઉટ આવવા પર ડાયરેક્શનલ મૂવ જોવા મળી શકે છે.
GEPL Capitalના મલય ઠક્કર અનુસાર, આ 3 કોલ્સમાં (Hot Stocks) આગામી સમયમાં 2-3 સપ્તાહમાં જોરદાર કમાણી થઇ શકે છે.
મલય ઠક્કરે જણાવ્યા અનુસાર, ગોદરેજ એગ્રોવેટે હાલમાં જ રૂ. 746ની હાઇ સપાટીએથી નીચે આવ્યા બાદ 61.8 ટકા Fibonacci Retracement Level (રૂ. 450) પર સપોર્ટ મેળવ્યો હતો. ગુરૂવારના સત્રમાં સ્ટોકે મજબૂત વોલ્યૂમ સાથે બ્રેક આઉટ આપ્યુ અને 5 મહિના હાઇ લેવલ પર બંધ થયો. આ સિવાય તેમાં છેલ્લા 10 મહીનામાં સૌથી વધુ વોલ્યૂમ જોવા મળ્યું છે. તેથી તેમાં બ્રેકઆઉટની શક્યતા સ્પષ્ટ નજરે આવે છે.
ગોદરેજ એગ્રોવેટનો RSI ઇન્ડિકેટર 70થી પણ ઉપર ચાલ્યો ગયો છે, જેથી આ સ્ટોકમાં વધુ તેજી આવી શકે છે. આવનારા સમયમાં આશા છે કે સ્ટોક રૂ. 635ના સ્તર બાદ રૂ. 665ના સ્તર સુધી વધશે. અમે ડેલી ક્લોઝિંગ બેઝિસ પર રૂ. 525ના સ્ટોપલોસની સલાહ આપીએ છીએ.
મલય અનુસાર રિલાયન્સનો સ્ટોક લાઇફટાઇમ હાઇ પર વેપાર કરી રહ્યો છે. ઓક્ટોબર, 2021થી બનનાર સાપ્તાહિક ચાર્ટ તેણે 6 મહીનાનો કંસોલિડેશન બ્રેક આઉટ આપ્યો છે. સ્ટોક્સના ભાવમાં દરેક વખતે વધારા સાથે વોલ્યૂમમાં પણ તેજી જોવા મળી છે. તેનાથી સ્ટોક વધુ મજબૂત બની શકે છે. તેમાં બોલિંગર બેન્ડનો વધારો થઇ રહ્યો છે, કારણ કે સ્ટોક ઉપરના બેન્ડમાંથી બહાર નીકળી રહ્યો છે. જેથી સ્ટોક ઉછાળો દર્શાવી શકે છે.
અમને આશા છે કે, સ્ટોક રૂ. 3110 રૂપિયા તરફ વધશે અને ત્યાર બાદ 3330ની સપાટીએ પહોંચી શકે છે. તો ડેલી ક્લોઝિંગ બેઝિસ પર તેમાં 2710 રૂપિયાનો સ્ટોપલોસ જાળવી રાખવો જોઇએ.
લૉન્ગ ટર્મ ચાર્ટ પર ક્રિસિલ માર્ચ 2020થી મજબૂત અપટ્રેન્ડ દર્શાવી રહ્યો છે. આ સ્ટોક હાયર હાઇ અને હાયર લોની સાથે આગળ વધી રહ્યો છે. ચાલુ સપ્તાહમાં સ્ટોકે સારા વોલ્યૂમ સાથે બ્રેકઆઉટ આપ્યું છે. ક્રિસિલનો RSI ઇન્ડિકેટર 70 અંકની પાર પહોંચી ગયો છે, જેથી તેમાં વધુ તેજી આવી શકે છે. મલયે જણાવ્યું કે, અમને આશા છે કે સ્ટોક રૂ. 3850ના લેવલ બાદ રૂ. 4070 તરફ વધશે. અમે આ ટ્રેડ માટે 3400 રૂપિયાના સ્ટોપલોસની સલાહ આપીએ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર