Hot Stocks: આ ત્રણ શેર પર લગાવો દાવ, ખૂબ જ ટૂંકા સમયમાં મળી શકે છે બે આંકડામાં વળતર

હોટ સ્ટૉક. (પ્રતીકાત્મક તસવીર: Shutterstock)

Hot stock: શેર બજારમાં ગુરુવારે બુલ્સનો દબદબો કાયમ રહ્યો હતો. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઇ પર બંધ રહ્યા હતા.

  • Share this:
    મુંબઈ: VIDNYAN SAWANT,GEPL Capital: આ અઠવાડિયે નિફ્ટી (Nifty)માં એક મજબૂત બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. જે બાદમાં તે 18,000 ઊપર ટકી રહેવામાં સફળ રહ્યો છે. આ એ વાતનો સંકેત છે કે મધ્યમ ગાળામાં બજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહેશે. પ્રાઇસ એક્શને ડેઇલી, વીકલી અને મંથલી એમ તમામ ચાર્ટ પર હાયર-ટૉપ બૉટમ ફોર્મેશન બનાવી રાખ્યું છે. આ એ વાતનો સંકેત આપે છે કે આગામી સમયમાં પણ બજારમાં તેજી (Indian share market) જોવા મળશે. જોકે, મોમેન્ટમ ઇન્ડીકેટર RSI એટલે કે રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્શ (relative strength index) ડેઇલી અને વીકલી બંને ચાર્ટ પર નકારાત્મક ડાઇવર્સિસની સીરિઝ બનાવી રહ્યો છે. જે એ વાતનો સંકેત આપે છે કે ઉપરના સ્તર પર થોડું દબાણ જોવા મળી શકે છે.

    ચાર્ટને જોઈને લાગે છે કે નિફ્ટી હાલ મજબૂત એપટ્રેન્ડમાં છે. નિફ્ટી આપણને 18,382 તરફ જતો જોવા મળી શકે છે. જે બાદનો આગામી લક્ષ્ય 18670 અને 18957 હોઈ શકે છે. નિફ્ટીમાં કોઈ લૉંગ પોઝિશન પર ક્લૉજિંગ બેઝિસ પર 18,000 રૂપિયાનો સ્ટૉપલૉસ લગાવો.

    આજના ત્રણ ટૉપ કૉલ જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે છે જોરદાર કમાણી

    ITC: Buy | LTP: Rs 256.55 | આ શેરમાં 230 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 310 રૂપિયાના લક્ષ્ય સાથે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ શેર 21% વળતર આપી શકે છે.

    Tata Consumer Products: Buy | LTP: Rs 849.60 | આ શેર 786 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 960 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેર તમને બે-ત્રણ અઠવાડિયામાં 13% વળતર આપી શકે છે.

    Federal Bank: Buy | LTP: Rs 93.10 | આ શેર 85 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 110 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. આ શેર આગામી બે-ત્રણ અઠવાડિયામાં 18% સુધી વળતર આપી શકે છે.

    બજારમાં બુલ્સનો દબદબો કાયમ રહ્યો

    શેર બજારમાં ગુરુવારે બુલ્સનો દબદબો કાયમ રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઇ પર બંધ રહ્યા હતા. સેન્સેક્સ પ્રથમ વખત 61,000 અંકની પાર જવામાં સફળ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 18,300 અંક ઉપર બંધ રહ્યો હતો. મિડ એન્ડ સ્મૉલકેપના શેરોમાં પણ સારી એવી તેજી જોવા મળી હતી. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 0.45% અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 0.44 ટકા વધીને બંધ રહ્યા હતા.

    આ પણ વાંચો: આશીષ કચોલિયાના શેરે આપ્યું તગડું રિટર્ન, જાણો કયા કયા શેરમાં રોકાણ વધાર્યું, કયા શેરે કેટલું વળતર આપ્યું

    ગુરુવારે દિવસના અંતે સેન્સેક્સ 568.90 અંક એટલે કે 0.94 ટકાના વધારા સાથે 61,305.95ના સ્તર પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 173.90 અંક એટલે કે 0.96 ટકા વધીને 18,335.65ના સ્તર પર બંધ રહ્યો હતો.

    (નોંધ: શેર-બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે. અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદીની સલાહ નથી આપવમાં આવતી.)
    Published by:Vinod Zankhaliya
    First published: