મુંબઈ. Shitij Gandhi,SMC Global Securities: ગઈકાલના કારોબાર દરમિયાન બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી (Nifty) ફરી એકવાર 18,000 તરફથી ગયો હતો અને બજાર પર ફરીથી મંદડિયોની પકડ મજબૂત થતી જોવા મળી હતી. ગઈકાલે બેન્કિંગ, એનર્જી, મેટલ કાઉન્ટર્સમાં સૌથી વધારે કમજોરી જોવા મળી હતી. જ્યારે મેટલ અને આઈટી શેર્સ (IT Shares)થી બજાર (Indian share market)ને ટેકો મળ્યો હતો.
ડેરીવેટિવ્સના મોરચે જોઈએ તો 18,100 અને 18,200ની સ્ટ્રાઇક પર સૌથી વધારો ઓપને ઇન્ટરેસ્ટ જોડાતા જોવા મળ્યા. જ્યારે પુટ રાઇટર્સ લોઅર બેન્ડ્સ તરફ ખસતા જોવા મળ્યા. અમારું માનવું છે કે આગામી બિઝનેસ સેશન દરમિયાન બજાર ઉપરની તરફ કન્સોલીડેટ થતું જોવા મળશે. બજારનું વલણ બુલ્સના પક્ષમાં બનેલું રહેવાની સંભાવના છે. બજારમાં આ કન્સોલીડેશન 18,200-17,800ની રેન્જમાં જોવા મળી શકે છે. આગામી કારોબારી સત્રમાં જારમાં વોલેટિલિટીની મોટી સંભાવના છે. આથી રોકાણકારોએ પસંદગીના અમુક શેર્સ પર જ દાવો ખેલવો જોઈએ.
આજના ત્રણ કૉલ જેમાં 2-3 અઠવાડિયામાં થઈ શકે છે મોટી કમાણી
Fortis Healthcare: Buy | LTP: Rs 285.25 | ફોર્ટિસ હેલ્થમાં 258 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 314 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 10.1% સુધી તેજી જોવા મળી શકે છે.
Metropolis Healthcare: Buy | LTP: Rs 3,146.15 | આ શેરમાં 2,850 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 3,540 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 12.5% સુધી તેજી જોવા મળી શકે છે.
Escorts: Buy | LTP: Rs 1,629.30 | આ શેરમાં 1,470 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,825 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી કરો. 2-3 અઠવાડિયામાં આ શેરમાં 12% સુધી તેજી જોવા મળી શકે છે.
અન્ય કામના સમાચાર: Sharekhanની પસંદગીના 5 સ્મૉલકેપ શેર
સારા વૈશ્વિક સંકેત (Global indidcation) વચ્ચે 15 નવેમ્બરના રોજ બજાર (Indian share market)માં એક મર્યાદામાં વેપાર થતો જોવા મળ્યો હતો. દિવસના અંતે શેર માર્કેટ ફ્લેટ (Sensex close) બંધ થયું હતું. બ્રૉડર માર્કટમાં મિક્સ કારોબાર જોવા મળ્યો હતો. સોમવારે દિવસના અંતે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ (BSE Midcap index) 0.4 ટકા વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે સ્મૉલકેપ ઇન્ડેક્સ (Smallcap index) 0.2 ટકા ઘટાડા સાથે બંધ થયો હતો. અહીં અમે તમને શેરખાનના પસંદગીના સ્મૉકેપ શેર (Sharekhan Smallcap picks)ની એક યાદી આપી રહ્યા છે. આ શેર્સમાં બ્રોકરેજ હાઉસ 31 ટકા તેજીની આશા રાખી રહ્યું છે. તો આ શેર પર એક નજર કરીએ. (વાંચો સમગ્ર અહેવાલ...)
(ખાસ નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. અહીં આપવામાં આવેલી ટીપ્સ જે તે બ્રોકરેજ હાઉસની છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી માટે કોઈ જ ટીપ્સ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર