Home /News /business /

છેલ્લા 6 વર્ષમાં 3 કરોડ ખેત મજૂરો બેરોજગાર થયા- રિપોર્ટ

છેલ્લા 6 વર્ષમાં 3 કરોડ ખેત મજૂરો બેરોજગાર થયા- રિપોર્ટ

તસવીર: મીર સુહેલ

રિપોર્ટ અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ તથા બિન-કૃષિ કાર્યોમાં લાગેલા અનિયમિત શ્રમ કાર્ય બળમાં 7.3 ટકા પુરુષ બેરોજગાર થયા, જ્યારે મહિલાઓ માટે આ દર 3.3 ટકા રહ્યો

    ગત 6 વર્ષ દરમિયાન ગ્રામ્ય ભારતમાં કામ કરનારા લગભગ 3 કરોડથી વધુ ખેત મજૂરો બેરોજગાર થયા છે. નાણાકીય વર્ષ 2011-12થી લઈને 2017-18ની વચ્ચે નોંધાયેલો આ ઘટાડો લગભગ 40 ટકાનો છે. ઈન્ડિયન એક્સપ્રેસે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (NSSO)ના સર્વેક્ષણનો હવાલો આપતાં આ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

    NSSO દ્વારા હાથ ધરવામાં આવેલા પિરયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) અનુસાર આ દરમિયાન લગભગ 3.2 કરોડ અનિયમિત મજૂર બેરોજગાર થયા. રિપોર્ટ અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ તથા બિન-કૃષિ કાર્યોમાં લાગેલા અનિયમિત શ્રમ કાર્ય બળમાં 7.3 ટકા પુરુષ બેરોજગાર થયા, જ્યારે મહિલાઓ માટે આ દર 3.3 ટકા રહ્યો.

    રિપોર્ટમાં સેલ્ફ ઇમ્પલોયડ ફાર્મ લેબરમાં 4 ટકા વૃદ્ધિ તરફ પણ ઈશારો કર્યો છે. એક એક્પસર્ટના હવાલાથી ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું છે કે, કારણ કે એવી શક્યતા નથી કે કેજુઅલ મજૂર રાતોરાત ખેતરના માલિક બની ગયા હોય. એવામાં આંશિક રુપથી કૃષિમાં વિકાસ અટકી ગયો હોવાના કારણે સમજી શકાય છે કે ભૂસ્વામીની ભરતીની ક્ષમતા ઓછી થઈ ગઈ.

    આ પણ વાંચો, જેટ એરવેઝ ખોટમાં, કર્મચારીઓને નથી ચૂકવ્યો 3 મહિનાનો પગાર

    સર્વે અનુસાર 2011-12થી રાષ્ટ્રીય પુરુષ કાર્યબળ 30.4 કરોડથી ઘટીને 28.6 કરોડ થઈ ગયો છે. રિપોર્ટમાં એમ પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતનું રાષ્ટ્રીય કાર્યબળ 4.7 કરોડ ઘટી ગયું છે જે સાઉદી અરબની જન સંખ્યાથી વધુ છે.

    ઉલ્લેખનીય છે કે, NSSO તરફથી મંજૂરી મળવા છતાંય સરકારે હજુ સુધી આ સર્વેને જાહેર નથી કર્યો. લોકસભા ચૂંટણીના કારણે સરકાર દ્વારા સર્વેને જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને લઈને આ વર્ષે જાન્યુઆરીમાં આયોગના બે સભ્યોએ રાજીનામા આપી દીધા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Farm Labourer, Jobless, NSSO, Unemployment, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन