Home /News /business /નોકરી કરવા વિદેશ જવાનું સપનું છે? આ 3 દેશમાં સરળતાથી મળી જાય છે જોબ સિકર વિઝા, જાણો તમામ માહિતી

નોકરી કરવા વિદેશ જવાનું સપનું છે? આ 3 દેશમાં સરળતાથી મળી જાય છે જોબ સિકર વિઝા, જાણો તમામ માહિતી

ફાઇલ તસવીર

Work Visa: જોબ સિકર વિઝા માટે અલગ-અલગ દેશમાં અલગ-અલગ નિયમો છે. જો કે, સામાન્ય નિયમોમાં સામેલ છે - એજ્યુકેશનલ ક્વોલિફિકેશ, ત્યાં રહેવા માટે તમારી આર્થિક ક્ષમતા અને વેલિડ પાસપોર્ટ. અહીં અમને તમને 3 દેશ વિશે જણાવીએ છીએ કે જ્યાં તમને જોબ સિકર વિઝા માટે વિચારી શકો છો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જો તમે વિદેશમાં જોબ કરવાનું સપનું જોવો છો પરંતુ તમારી પાસે જોબ ઓફર નથી અને વર્ક વિઝા પણ નથી તો હેરાન થવાની જરૂર નથી. કેટલાય દેશમાં જોબ સીકર વિઝાની વ્યવસ્થા થાય છે, તેની મદદથી તમે તે દેશોમાં જઈને નોકરી શોધી શકાય છે.

જોબ સિકર વિઝા માટે અલગ-અલગ દેશોમાં અલગ-અલગ નિયમ છે. જો કે, સામાન્ય નિયમોમાં સામેલ છે - એજ્યુકેશન ક્વોલિફિકેશન, ત્યાં રહેવા માટેની આર્થિક વ્યવસ્થા અને વેલિડ પાસપોર્ટ. અહીં 3 દેશો વિશે અમે જણાવી રહ્યા છીએ કે જ્યાં જોબ સિકર વિઝા માટે વિચારી શકો છો.

જર્મની


જર્મની યૂરોપિયન યુનિયનથી બહારના દેશના નાગરિકોને 9 મહિના સુધી નોકરી શોધવા માટે જોબ સિકર વિઝા આપે છે. જર્મનીમાં જોબ સિકર વિઝા માટે એપ્લાય કરતી વખતે તમારા પાસે કોઈ પ્રોફેશનલ કામ કર્યાનો 5 વર્ષનો અનુભવ, ત્યાં રહેવા માટે જરૂરી આર્થિક વ્યવસ્થા અને એજ્યુકેશનલ અથવા વોકેશનલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. તમારા ક્વોલિફિકેશનને જર્મની કે જર્મન ડિપ્લોમા સમકક્ષ માન્યતા મળેલી હોવી જરૂરી છે.


ઓસ્ટ્રિયા


ઓસ્ટ્રિયામાં નોકરી શોધવા માટે 6 મહિનાના વિઝા મળી શકે છે. વિઝા એપ્લાય કરનારા ઉમેદવારોને નક્કી કરેલા લિસ્ટ પ્રમાણે ઓછામાં ઓછા 70 પોઇન્ટ જોઈશે. જો તમને જોબ સિકર વિઝા દરમિયાન જ નોકરી મળી જાય તો તમને રેડ-વ્હાઇટ-રેડ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. તેનાથી તમને ત્યાં વર્ક અને રેજિડેન્ટ પરમિટ મળી શકે છે. રેડ-વ્હાઇટ-રેડ કાર્ડધારકને ઓસ્ટ્રિયામાં ઘણાં સમય સુધી કામ કરવા અને રહેવાની મંજૂરી આપે છે.

સ્વિડન


સ્વિડનમાં જોબ સિકર વિઝા માટે તમારી પાસે તમામ જરૂરી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોવું જરૂરી છે. તેના સિવાય તમારી પાસે સ્વિડનમાં રહેવા માટે પાસપોર્ટ, જરૂરી ફંડ અને હેલ્થ ઇન્સ્યોરેન્સ હોવો જરૂરી છે. સ્વિડનમાં તમે 3થી 9 મહિના સુધી જોબ સિકિંગ વિઝા માટે એપ્લાય કરી શકો છો.
First published:

Tags: Austria, Germany, Sweden, Visa

विज्ञापन