Lockdownના કારણે 280 કંપનીઓ ઉઠી ગઈ! કોરોનાના લીધે વેપાર ધંધાના હાલ બેહાલ

Lockdownના કારણે 280 કંપનીઓ ઉઠી ગઈ! કોરોનાના લીધે વેપાર ધંધાના હાલ બેહાલ
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીથી વેપાર ધંધાના હાલહવાલ, લોકડાઉનના કારણે 280 કંપનીઓ ઉઠી ગઈ!

  • Share this:
    કોરોના મહામારીના (Coronavirus) પગલે આખી દુનિયાની વ્યવસ્થા ઉપર અસર થઈ છે. દેશમાં કોરોનાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનના (Lockdown) પગલે અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર થઈ છે. ત્યારે ઘણી કંપનીઓ બંધ થવાની તૈયારીમાં છે.

    કોરોના મહામારીના કારણે દેશમાં કુલ 283 કંપનીઓને નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (એનસીએલટી)એ નાદાર જાહેર કરી દીધી છે. કોરોના મહામારીમાં કંપનીઓની માઠી દશા અંગે કોર્પોરેટ બાબતોના રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં વિગતો આપી હતી.



    1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં 76 કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ પૂર્ણ થઈ હતી. ખાલી કરાવવા કે અપીલ અથવા સમાધાનના મામલે 128 સીઆઈઆરપી બંધ કરવામાં આવી હતી અને 189 કંપનીઓ ફડચામાં ગઈ હતી. આ સિવાય સીઆઈઆરપીની કલમ 7, 9 અને 10 હેઠળ સરકારે છ મહિનાના સમયગાળા માટે અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે.

     આ પણ વાંચો : Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકે મચાવી ધમાલ! સીંગલ ચાર્જમાં 100 KMની સફર, ડ્રાઇવિંગ લાઇસન્સની પણ જરૂર નથી

    ત્યાર બાદ તેનો સમયગાળો 25 માર્ચ 2020થી એક વર્ષ સુધી વધાર્યો હતો. લોકસભામાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં નાણાંપ્રધાન સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે નાદારી પ્રક્રિયાના ભાગ રૂપે 25 માર્ચ પહેલા ઋણ ચુકવવામાં ડિફોલ્ટ કરનારી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રહેશે.

    સીઆઈઆરપી પ્રક્રિયા શરૂ કરવાના હેતુથી 25 માર્ચ 2020થી સસ્પેન્શન અવધિ પૂર્ણ થયા સુધી કોર્પોરેટ જવાબદારીમાં ચૂક થાય તો ડિફોલ્ટ નહીં પણ 'નોન એસ્ટે' માનવામાં આવશે. કોવિડ રોગચાળા દરમિયાન નાદારી જાહેર કરાયેલી 280થી વધુ કંપનીઓનું ડિફોલ્ટ 25માર્ચ 2020 પહેલાનું છે.

     આ પણ વાંચો : સુરત : કાયદાથી છટકવા ગયો તો મોત આંબી ગયું! એમ્બ્યુલન્સમાંથી કૂદકો મારનાર આરોપીનું મોત

    લોકડાઉનને એક વર્ષ પૂર્ણ

    દેશભરમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ગત વર્ષે 25 માર્ચના રોજ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન મોટા પાયે વેપાર ધંધા બંધ રહ્યા હતા. ઉદ્યોગોને મોટા પાયે નુકસાન થવાને કારણે લાખો લોકોએ નોકરીની ગુમાવી દીધી હતી.
    Published by:News18 Gujarati
    First published:March 24, 2021, 16:36 pm

    ટૉપ ન્યૂઝ