Home /News /business /27 વર્ષનો એન્જિનિયર ગાય પાળીને મહિને કમાય છે 10 લાખ, તમે પણ કમાઈ શકો; જાણો A to Z માહિતી

27 વર્ષનો એન્જિનિયર ગાય પાળીને મહિને કમાય છે 10 લાખ, તમે પણ કમાઈ શકો; જાણો A to Z માહિતી

27 વર્ષના યુવાને તગડા પગારવાળી નોકરી છોડી હવે ગાયના પાલનથી મહિને 10 લાખ કમાય છે.

Business Idea For Cow Farming: પશુપાલન એક એવો વ્યવસાય છે જેમાં કમાણી માટે કોઈ મર્યાદા નથી. આ બિઝનેસ કરીને તમે ખૂબ જ તગડી કમાણી કરી શકો છો. આજના સમયમાં ઘણાં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો પણ પશુપાલન તરફ વળી રહ્યા છે.

  નવી દિલ્હીઃ એક તરફ દેશમાં બેરોજગારીની બુમ પડી રહી છે. મોટી મોટી ડિગ્રી ધરાવનારાઓ પણ બેરોજગાર બેઠા છે. તો ઘણાં લોકો એવા છે જેમને પોતે ભણ્યા હોવ તેવી નોકરી નથી મળી રહી. અને જો કોઈને પોતાના અનુસાર નોકરી મળે છે તો પૂરતો પગાર નથી મળી રહ્યો. તેવામાં એક એન્જિનિયર યુવાન એવો છે જેણે પોતાને મળેલી તગડા પગારની નોકરી છોડી દીધી અને પશુપાલન તરફ વળવાનું નક્કી કર્યું. પહેલા તો ઓળખીતા પાળખીતા અને સમાજે તેની મજાક કરી હતી. પરંતુ આજે તેણે પોતાને સાબિત કરી આપ્યો કે જો કોઈ પણ કામને યોગ્ય રીતે કરવામાં આવે તો સફળતા મેળવી શકાય છે.

  તમે પણ કમાઈ શકો દર મહિને દસ લાખ


  જય ગુરુ આચાર હિંદર નામનો આ 27 વર્ષનો યુવાન દક્ષિણ કન્નડના મુન્દ્રુ ગામમાં રહે છે. પોતાના સફળ બિઝનેસ મોડેલ દ્વારા હવે તે દર મહિને દસ લાખની આસપાસ કમાણી કરે છે. આ વાંચીને તમને પણ નવાઈ લાગશે, પરંતુ જો તમે પણ હિંદરની આજે ખાસ બિઝનેસ મોડેલ વિકસાવો તો તગડી કમાણી અશક્ય નથી. જયગુરુ આચર હિંદરે સારી કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી અને શહેરમાં તગડા પગારની નોકરી પણ મળી પરંતુ એક જ વર્ષમાં નોકરી છોડી ગામડે જતો રહ્યો અને પશુપાલનનો વ્યવસાય કરવાની ઈચ્છા જાહેર કરી.

  આ પણ વાંચોઃ ભંગાર એટલે સોનું, આ બિઝનેસથી તમે પણ શુભમ કુમારની જેમ કરોડો કમાઈ શકો

  નવા પ્રયોગોથી વેપાર વધ્યો


  હિંદરના પિતા પણ ખેતી અને પશુપાલન કરતાં હતા પરંતુ તે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગતો હતો. આથી ધીમે ધીમે તેમણે પશુપાલનનું કામ વધાર્યું અને બીજી દસ એકર જમીન ખરીદીને 130 પશુઓનું પાલન કરવાનું શરૂ કર્યું. હવે તેમને ખેતીની સાથે-સાથે દૂધ, દહીં અને ઘીમાંથી પણ સારી આવક મળવા લાગી.

  કંઈક નવું કરવાનો ઈરાદો


  હિંદરને એક પ્રશ્ન વારંવાર થતો કે ખેતી અને પશુપાલનને આગળ કેવી રીતે લઈ જવું. આ માટે તેણે અનેક સંશોધન કર્યા અને યુટ્યુબ પર પશુપાલન ખેતીમાં કંઈક નવું કરવા અંગેના અનેક વીડિયો પણ જોયા. આવો જ એક વીડિયો જોયા પછી તે પટિયાલા ગયો જ્યાં તેને ગાયના છાણ સૂકવવાનું મશીન મળ્યું. તે મશીન લાવ્યો અને દર મહિને ગાયના છાણની 1000 થેલીઓ વેચવા લાગ્યો. જેનાથી તેમના નફામાં અનેકગણો વધારો થયો.

  આ પણ વાંચોઃ સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

  બિઝનેસ સિક્રેટ ગાયના સ્નાનના પાણીથી પણ કમાણી


  ગાયના છાણ અને ગૌમૂત્રની માંગ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ઝડપથી વધી રહી છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ગાયના નહાવાથી જે પાણી નીકળે છે તેનાથી પણ રુપિયા કમાઈ શકાય છે? જી હાં, હિંદર એ જ કરે છે. તે ગૌમૂત્ર અને છાણ ઉપરાંત ગાયના નહાવા માટે વપરાતું પાણી એકઠું કરીને વેચે છે. હિંદર ગૌમૂત્ર, ગાયનું છાણ અને ગાયોને નવડાવવાથી નીકળતા પાણીનું મિશ્રણ કરી વેચે છે. આ રીતે તે દરરોજ આશરે 7000 લિટર જેટલું આ મિશ્રણ વેચે છે. જેમાંથી તેને પ્રતિ લિટર 11 થી 18 રૂપિયા સુધીની કમાણી થાય છે. આ મિશ્રણ ઓર્ગેનિક ખાતર બનાવતી કંપનીઓ અને ઘણા ખેડૂતો ખરીદે છે. આ પશુપાલન કરીને એકથી વધુ રીતે હિંદર કમાણી કરે છે.

  આ પણ વાંચોઃ એક્સપર્ટ્સને આ 5 શેર્સમાં દેખાયો 50 ટકા સુધીની કમાણીનો મોકો, રોકાણની આપી સલાહ

   પશુપાલનનો વ્યવસાય કેવી રીતે કરવો?


  પશુપાલનના વ્યવસાયમાં ઘણો નફો થાય છે. જો તમે પણ આ કામ કરવા માંગો છો તો આ માટે તમારે ગામમાં પશુઓને રાખવાની જગ્યા હોવી જોઈએ. ખર્ચની વાત કરીએ તો પશુઓ ખરીદવાનો ખર્ચ અને તેમના રહેવા-ચારાનો ખર્ચની ગણતરી કરવી જોઈએ. પશુઓ પાસેથી સારું દૂધ મેળવવા માટે તેમને અન્ય વસ્તુઓ પણ ખવડાવવામાં આવે છે. શરૂઆતમાં તમે માત્ર દૂધ, દહીં, ઘી વેચીને કામ શરૂ કરી શકો છો. આ પછી ઓર્ગેનિક ખાતરના ખરીદદારોનો સંપર્ક કરીને ઉત્પાદન કરી શકો છે. જેથી તમે અહીં પ્રાણીઓને નવડાવા પાછળ વેડફાતા પાણીમાંથી પણ કમાણી કરી શકો.


  હિંદરની સલાહ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો


  હિંદર કહે છે આજે સોશિયલ મીડિયાનો યુગ છે, તમામ લોકો પાસે મોબાઈલ છે અને તેનો જ ફાયદો ઉઠાવી તમે પોતાના વેપારને વધારી શકો છો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાંથી તમને જ્ઞાનનો ખજાનો મળે છે. તમે નવી નવી વસ્તુ શીખી શકો છો અને કમાણી કરી શકો છો.

  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Animal husbandry, Business idea, Dairy Business Gir Cow, Earn money

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन