ભારતમાં 10 વર્ષમાં 27 કરોડ લોકોની ગરીબી થઈ દુર: UNનો રિપોર્ટ

ભારતમાં સંપત્તિ, રસોઈ ઈંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રોમાં ઘણો સુધાર થયો છે

ભારતમાં સંપત્તિ, રસોઈ ઈંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રોમાં ઘણો સુધાર થયો છે

 • Share this:
  ભારત ગરીબીથી લડવાની દીશામાં પૂરી પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે. ગત વર્ષે (2006થી 2016)માં ભારતમાં 27.1 કરોડ લોકો ગરીબી રેખાના દાયરામાંથી બહાર થયા છે. સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) તરફથી ગુરૂવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ગરીબીના ગ્લોબલ ઈન્ડેક્સ (MPI)માં ભારત સૌથી વધારે ઝડપથી નીચે આવ્યું છે. ભારતમાં સંપત્તિ, રસોઈ ઈંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રોમાં ઘણો સુધાર થયો છે.

  સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) અને ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઈનીશિએટિવ (OPHI) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં 101 દેશોમાં 1.3 અબજ લોકોનો અભ્યાસ કરવામાં આવ્યો. આમાં 31 ન્યૂનત્તમ આવક, 68 મધ્યમ આવક અને 2 ઉચ્ચ આવકવાળા દેશ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકો કેટલાએ પહેલુઓના આધાર પર નહીં, પરંતુ સ્વાસ્થ્યની ખરાબ સ્થિતિ, કામકાજની ગુણવત્તા જેવા કેટલાએ સંકેતોના આધાર પર કરવામાં આવ્યો છે.

  MPIમાં કુલ 10 માપ સામેલ
  રિપોર્ટ અનુસાર, 2005-2006 દરમ્યાન ભારતમાં 64 કરોડ એટલે કે, 55.1% લોકો ગરીબ હતા. 2015-16માં તે ઘટીને 369 કરોડ (27.9%) રહી ગયા. દેશની એમપીઆઈ વેલ્યૂ 2005-06ના 0.283થી ઘટીને 2015-2016માં 0.123 જ રહી ગઈ.

  ગરીબી દુર કરવામાં ભારત સૌથી ફાસ્ટ
  યૂએનના રીપોર્ટ અનુસાર, 2006થી 2016 વચ્ચે ભારતે જ્યાં 27.1 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર નીકાળ્યા છે, જ્યારે બાંગ્લાદેશમાં 2004થી 2014 વચ્ચે 1.90 કરોડ લોકો ગરીબીથી બહાર નીકળ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 10 સંકેતકો પોષણ, સ્વચ્છતા, બાળકોનુંસ્કૂલ શિક્ષણ, વિજળી, સ્કૂલમાં ઉપસ્થિતિ, આવાસ, ખાવા બનાવવાનું ઈંધણ અને સંપત્તિના મામલાનું આકલન કરવામાં આવ્યું. ગરીબીમાં સુધારની દિશામાં ઈથોપિયા અને પેરૂ પણ સામેલ છે.
  Published by:kiran mehta
  First published: