દેશની સૌથી મોટી બેંક SBIની 2568 બ્રાંચ પર આ કારણે લાગ્યા તાળા

News18 Gujarati
Updated: November 4, 2019, 2:36 PM IST
દેશની સૌથી મોટી બેંક SBIની 2568 બ્રાંચ પર આ કારણે લાગ્યા તાળા
પ્રતિકાત્મક તસવીર

આમાં 75 ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેંક, ભારતીય સ્ટેટ બેંકની છે.

  • Share this:
સૂચના અધિકાર (RTI)થી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ગત પાંચ નાણાંકીય વર્ષોમાં વિલય અને શાખાબંધની પ્રક્રિયાથી સાર્વજનીક ક્ષેત્રે (PSBs)ની 26 સરકારી બેંકોની કુલ 3,427 બેંક શાખાઓનું અસ્તિત્વ પ્રભાવિત થયું છે. ખાસ વાતએ છે કે 75 ટકા શાખાઓ દેશની સૌથી મોટી બેંક, ભારતીય સ્ટેટ બેંકની છે. હાલમાં જ SBIની 5 સહયોગી બેંકો અને ભારતીય મહિલા બેંક (Bharatiya Mahila Bank) નો પણ વિલય થયો છે.

આ જાણકારી RTI દ્વારા તે સમયે સામે આવી છે, જ્યારે દેશની 10 સરકારી બેંકોઓ મળીને ચાર મોટી બેંકોમાં ફેરવવાની સરકારની નવી યોજના પર કામ ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે ભારતીય રિર્ઝવ બેંકથી આરટીઆઇ દ્વારા આ સંબંધે જાણકારી માંગી હતી.
જે મુજબ દેશની 26 સરકારી બેંકોની નાણાંકીય વર્ષ 2014-15માં 90 શાખાઓ, 2015-16માં 126 શાખાઓ, 2016-17માં 253 શાખાઓ, 2017-18માં 2,083 બેંક શાખાઓ અને 2018-19માં 87 શાખાઓ કાંતો બંધ કરાઇ કે પછી તેને બીજી બેંકની શાખા સામે મર્જર કરવામાં આવી. આરટીઆઇ અરજી પર મળેલા જવાબ મુજબ ગત પાંચ નાણાંકીય વર્ષોમાં વિલય કે બંધ થવાથી SBIની સૌથી વધુ 2,568 બેંક શાખાઓ પ્રભાવિત થઇ.

આરટીઆઇ કાર્યકર્તાએ RBIથી સરકારી બેંકોની શાખાઓને બંધ કરવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, પણ તેમને કોઇ જવાબ નથી મળ્યો. આ પ્રશ્ન પર કેન્દ્રીય બેંકે RTI કાનૂનનો હવાલો આપતા કહ્યું કે માંગેલી જાણકારી એક સૂચના નહીં પણ એક અભિપ્રાય છે.

RBIએ કહ્યું કે SBIની સાથે ભારતીય મહિલા બેંક, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરનો વિલય એક એપ્રિલ 2017થી પ્રભાવી થયો હતો. તે સિવાય બેંક ઓફ બરોડામાં વિજયા બેંક અને દેના બેંકનો વિલય એક એપ્રિલ 2019થી અમલમાં આવ્યો. આ વચ્ચે સાર્વજનિક બેંકોના કર્મચારી સંગઠનો આ વિલય અને સરકારની નવી યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. જો કે અર્થશાસ્ત્રી જયંતીલાલ ભંડારીની વાત માનીએ તો નાની સરકારી બેંકોને મેળવી મોટી બેંક કરવાની સરકારી ખજાનાને ફાયદો થશે. અને દેશની આર્થિક ગતિવિધિને પણ આનાથી લાભ મળશે.
First published: November 4, 2019, 2:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading