Home /News /business /

Best Shares to Invest: દિગ્ગજ સ્ટૉક્સમાં રોકાણની શાનદાર તક, સસ્તામાં મળી રહ્યા નિફ્ટીના 25 શેર

Best Shares to Invest: દિગ્ગજ સ્ટૉક્સમાં રોકાણની શાનદાર તક, સસ્તામાં મળી રહ્યા નિફ્ટીના 25 શેર

શેર બજાર (ફાઇલ તસવીર)

Stocks to Buy: એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 1 ઓક્ટોબર, 2021ના રોજ 17,532 અંક પર હતો. જે 2 માર્ચે ઘટીને 16,605 પોઇન્ટ પર આવી ગયો હતો. આ દરમિયાન તેમાં 4.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નવી દિલ્હી: શું તમે પણ જાયન્ટ કંપનીઓના શેરમાં ઓછા ભાવે રોકાણ (Investment in Stock Market) કરવા માંગો છો? જો હા, તો તમારા માટે એક શ્રેષ્ઠ તક આવી છે. નિફ્ટી 50 (Nifty 50)માં સામેલ 25 કંપનીઓના શેર સસ્તામાં મળી રહ્યા છે. શેર બજારમાં તાજેતરમાં થયેલા ઘટાડાને કારણે આવું થયું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતીય શેરબજારો રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. બજારમાં મળતા સસ્તા શેરોની યાદીમાં એક્સિસ બેન્ક (Axis Bank), બીપીસીએલ (BPCL), આઇઓસી (IOC), સિપ્લા (Cipla), કોલ ઇન્ડિયા (CIL), ભારતી એરટેલ (Bharti Airtel), ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેન્ક (HDFC Bank), હીરો મોટોકોર્પ (Hero MotoCorp) સહિતની ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓ છે જે તેમના સેક્ટરમાં ટોપ પર છે.

વિદેશી રોકાણકારો કાઢી રહ્યા છે પૈસા

એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 1 ઓક્ટોબર, 2021ના રોજ 17,532 અંક પર હતો. જે 2 માર્ચે ઘટીને 16,605 પોઇન્ટ પર આવી ગયો હતો. આ દરમિયાન તેમાં 4.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2022ની શરૂઆત સાથે જ શેર બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી સતત પૈસા પાછા ખેંચી રહ્યા છે. કહેવાય છે કે, અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની આશાએ તેઓ ભારત સહિત ઊભરતાં બજારોમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.

અહીં લગભગ એક સપ્તાહથી યૂક્રેન સંકટને કારણે શેર બજારો ડરેલા છે. તેથી રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે. તેમને ડર છે કે જો આ સંકટ વધશે તો તેની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર પડવાની જ છે. એટલા માટે દુનિયાભરના બજારો આ કારણે દબાણમાં આવી ગયા છે.

આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં આજે પણ જોરદાર ઉછાળો

દિગ્ગજ કંપનીઓના PEમાં ઘટાડો

બજારમાં ઘટાડાને કારણે ઘણી કંપનીઓના PE મલ્ટીપલ તેની લાંબાગાળાની સરેરાશથી નીચે આવી ગયા છે. જેએસડબ્લ્યૂ સ્ટીલનો 12 મહિનાનો પાછળનો PE 8.39 ગણો છે. જે તેની 10 વર્ષની સરેરાશ 14.17 ગણા PE કરતા લગભગ 40 ટકા ઓછું છે. કોટક મહિન્દ્રા બેન્કનો 10 વર્ષનો એવરેજ PE મલ્ટીપલ 50.92 ટકા છે. તે ઘટીને 48.83 પર આવી ગયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, ઓએનજીસી, એસબીઆઇ, સન ફાર્મા, ટાટા મોટર્સ, પાવર ગ્રિડના PE પણ લાંબાગાળાની સરેરાશથી નીચે આવી ગયા છે.

આ પણ વાંચો:  આ પાંચ સ્ટૉકે ફક્ત એક જ મહિનામાં રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા

કંપની 1 ઓક્ટોબર, 20212 માર્ચ, 2022
હીરો મોટોકોર્પ2847 રૂપિયા2432 રૂપિયા
એચડીએફસી બેંક1582 રૂપિયા1378 રૂપિયા
કોટક મહિન્દ્રા બેંક1993 રૂપિયા1808 રૂપિયા
એચડીએફસી લિમિટેડ2711 રૂપિયા2286 રૂપિયા
પાવરગ્રીડ210 રૂપિયા191 રૂપિયા


કઇ કંપનીઓમાં કરવું રોકાણ?


બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, હાલના માહોલમાં રોકાણકારોએ મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં જ રોકાણ કરવું જોઇએ. કારણ કે હાલ મુશ્કેલ સમય છે. રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થાય તેવું લાગતું નથી. આની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. વૈશ્વિક વેપાર ઘટશે. વસ્તુઓની માંગમાં ઘટાડો થશે. ક્રૂડ મોંઘું થવાથી ઘણી જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. જેની અસર કંપનીઓની કમાણી પર પડશે. તેવામાં મજબૂત કંપનીઓ મુશ્કેલ સમયનો સામનો કરવામાં સક્ષમ હોય છે.
First published:

Tags: Share market, Stock market, Stock tips, નિફ્ટી, સેન્સેક્સ

આગામી સમાચાર