Home /News /business /લૉકડાઉન પછી વધી પર્સનલ લોનની ડિમાન્ડ, 25% લોકોએ શરૂ કર્યો પોતાનો બિઝનેસ

લૉકડાઉન પછી વધી પર્સનલ લોનની ડિમાન્ડ, 25% લોકોએ શરૂ કર્યો પોતાનો બિઝનેસ

પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારી(Corona Pandemic)એ સમગ્ર વિશ્વ અર્થતંત્રને અટકાવી દીધું હતુ, પરંતુ રિકવરીના મોડમાં ભારત સૌથી અગ્રેસર રહ્યું છે. તેની દુનિયાએ પણ નોંધ લીધી છે

  કોરોનાકાળમાં અનલોક (Unblock) દરમિયાન વ્યકતિગત લોન(Personal Loan)ની ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. મુંબઈ જે ભારતનું આર્થિક હબ ગણાય છે, ત્યાં નવો ધંધો શરૂ કરવા માટે 25% લોકોએ પર્સનલ લોન લીધી છે. આ સિવાય 17% લોકોએ ટુ અને ફોર વ્હિલર્સની ખરીદી માટે પર્સનલ લોન (Personal Loan)ની અરજી કરી છે.

  મહત્વનો આંકડો ઈલેકટ્રોનિક્સ ઉપકરણો માટે લેવામાં આવેલ લોનનો છે. વર્ક ફ્રોમ હોમ (Work From Home) કલ્ચરને કારણે 15%એ લેપટોપ, ટેબલેટ સહિતના ઈલેકટ્રોનિક ઉપકરણો માટે લોન લીધી છે, આ વાત ઈન્ડિયાલેન્ડસના એક રીપોર્ટમાં જાણવા મળી છે.

  લોન લેનાર ગ્રાહકો અંગે રીસર્ચ કરતી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઈન્ડિયાલેન્ડ (Indialends)ના Borrower Pulse Report by Indialends રિપોર્ટમાં 25મી માર્ચ, 2020થી 20મી માર્ચ, 2021 સુધીના એક વર્ષના સમયગાળામાં 21થી 55 વર્ષના દોઢ લાખ લોન લેનારા ગ્રાહકોને આવરી લેવામાં આવ્યા છે. આ યુવાનો કેન્દ્રિત રિપોર્ટમાં લગભગ 52% ઋણ ધારકોની વયજૂથ 25-35 વર્ષ હતી. રિપોર્ટમાં મહિલા અને પુરુષ ઋણ ધારકોને સામેલ કરાયા હતાં કે જેઓ રૂ. 10,000થી રૂ. 50,00,000 સુધની રેન્જમાં લોન ઇચ્છતા હતા.

  આ પણ વાંચો - મે મહિનાથી ઓછો મળશે પગાર, નવો લેબર કોડ અમલમાં આવતા પગારમાં થનાર ફેરફારનું કેલ્ક્યુલેશન સમજો

  25% લોકોએ પર્સનલ લોન લીધી

  કોવિડ-19 મહામારી તથા તેનો સામાજિક અને આર્થિક પ્રભાવને કારણે આશરે 25% ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લીધી, જ્યારે 18% ઋણ ધારકોએ તેમના મેડિકલ ખર્ચના વ્યવસ્થાપન માટે અને 17% ઋણ ધારકોએ 2-વ્હીલર અથવા 4-વ્હીલર વાહન ખરીદવા માટે લોન લીધી હતી.

  સૌથી વધુ લોન ક્યાંથી?

  દિલ્હી એનસીઆરમાં સૌથી વધુ લોન અરજીઓ નોંધાઇ છે. ત્યારે ટિયર 2 શહેરોમાં પણ લોન અરજીઓમાં 38 ટકાનો વધારો થયો છે. લક્ઝરી ખર્ચમાં ઘટાડાને કારણે ટિયર 1 શહેરોમાં લોન અરજીઓ ઘટી છે.

  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 31% લોન માત્ર વોશિંગ મશીન અને ડિશવોશર જેવા ઘરેલું ઉપયોગ માટેના સાધનો માટે લેવામાં આવી છે. આ સિવાય 25% લોન સ્વાસ્થ્ય સેવા સંબંધિત ખર્ચા માટે માંગવામાં આવી છે. મુંબઇમાં 27% ઋણ ધારકોએ તેમનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પર્સનલ લોન લીધી હતી, જ્યારે રિમોટ વર્કિંગ કલ્ચરને કારણે 15% ઋણ ધારકોએ લેપટોપ, ટેબલેટ્સ વગેરે જેવાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે લોન લીધી હતી.

  આ પણ વાંચો - ગરમીઓમાં ભીંડાનું જરૂર કરો સેવન, આંખ, પેટ અને ત્વચાને રાખે છે તંદુરસ્ત, આવા છે ગુણ

  બેંગ્લોરમાં 28% લોન અરજીઓ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સની ખરીદી માટે થઇ હતી, રસપ્રદ વાત એ છે કે આ શહેરમાં લોકોએ તેમના ફ્રી સમયનો ઉપયોગ અપસ્કિલ અથવા પોતાની જાતને અપગ્રેડ કરવા માટે લોન એપ્લિકેશન કરી હતી. અપસ્કિલિંગ કોર્સિસ માટે 12% ઋણ અરજી થઇ હતી. હૈદરાબાદમાં મેડિકલ ખર્ચ માટે 20% ઋણ ધારકોએ પર્સનલ લોન લીધી, જ્યારે 15% લોન અરજીઓ અપસ્કિલિંગ કોર્સિસ માટે થઇ છે.

  ઇન્ડિયાલેન્ડ્સના સંસ્થાપક અને સીઇઓ ગૌરવ ચોપરાએ કહ્યું હતું કે, કોવિડ-19 અને મહામારીને કારણે સર્જાયેલ સમસ્યાને કારણે જીવનના સૌથી કપરા 12 મહિનામાં ધંધા-રોજગારને સૌથી વધુ ફટકો પડ્યો છે. જોકે ઇન્ડિયાલેન્ડ્સના બોરોવર પલ્સ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે રિકવરી ઝડપી હતી, તેથી યુવાધને પોતાની સૂઝબુઝ થકી ઉદ્યોગ સાહસિકતાની ભાવના કેળવી અને ઉધાર લઈને પણ ધંધા કારોબાર શરૂ કર્યા, જે એક સકારાત્મક બાબત છે.

  સારી અને ચોંકાવનારી બાબત એ છે કે મોટાભાગના લોન અરજદારો ટિયર 2 શહેરોના છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ બજારોમાં માંગ જોરદાર ઉંચકાઈ છે. આશ્ચર્યજનક રીતે ટિયર 2 શહેરો 54% લોન અરજીઓ ધરાવે છે, જેની સામે ટિયર 1 શહેરોની લોન અરજીઓની ટકાવારી 46% છે. મહત્તમ લોન અરજી ધરાવતા ટિયર 2માં કોઇમ્બતુર, ચંદીગઢ, લખનઉ, ઇન્દોર અને કોચી સામેલ છે.

  સર્વેના મુખ્ય તારણોમાં લગ્ન અને પ્રવાસન ખર્ચની ટકાવારીમાં ઘટાડો થયો છે. જે સ્પષ્ટ કરે છે કે આજનો યુવાન ઓછા ખર્ચાળ લગ્નો અને બજેટ-ફ્રેન્ડલી ટ્રાવેલ વિકલ્પો તરફ ધ્યાન આપી રહ્યો છે.
  First published:

  Tags: Business, Corona Pandemic, Personal loan, Work from home