25 પૈસાનો આ સિક્કો આપને કરાવી શકે છે લાખોની કમાણી! જાણો કેવી રીતે ઓનલાઇન વેચશો

25 પૈસાનો આ સિક્કો આપને બનાવી શકે છે લખપતિ!

વર્ષ 1985માં બહાર પાડવામાં આવેલા 25 પૈસાના આ સિક્કાથી તમે બની શકો છો લખપતિ! વેબસાઇટ પર લાગે છે ઊંચામાં ઊંચી બોલી

 • Share this:
  નવી દિલ્હી. 25 પૈસાના સિક્કા (25 Paise Coin)થી લાખો રૂપિયા મેળવવાની વાત કદાચ આપને મજાક લાગી રહી હશે. પરંતુ અમે આપને જણાવી દઈએ કે આ શક્ય છે. કારણ કે દેશમાં ઘણા બધા લોકો એવા છે જેઓ જૂના સિક્કા (Old Coins) અને નોટનું કલેક્શન કરે છે. તેના માટે માત્ર આપને યોગ્ય ખરીદનારા શોધવાની જરૂર છે અને 25 પૈસાનો યોગ્ય સિક્કો પણ હોવો જરૂરી છે. જેના માધ્યમથી તમે લખપતિ (Millionaire) બની શકો છો. આવો જાણીએ આપ કયા 25 પૈસાના સિક્કાથી લાખો રૂપિયા કમાઈ શકો છો.

  જો તમારી પાસે આ સિક્કો છે તો નસીબના દ્વાર ખુલી ગયા!

  1985માં બહાર પાડવામાં આવેલો 25 પૈસાનો આ સિક્કો જો આપની પાસે છે તો તમે દોઢ લાખ રૂપિયા સુધી સરળતાથી મેળવી શકો છો. તેના માટે આપને indiamart.comની વેબસાઇટ પર આ સિક્કાના ફોટોને અપલોડ કરવો પડશે. જેનાથી આપને આ સિક્કાના યોગ્ય ખરીદનારા મળી શકે. તેની સાથે જ આ વેબસાઇટ પર આપ કસ્ટમરથી ભાવ-તાલ પણ કરી શકો છો.

  આ પણ વાંચો, Reliance Jioના પાંચ નવા રિચાર્જ પ્લાન, હવે મળશે ડેઇલી ડેટા લિમિટથી છુટકારો

  વેબસાઇટ પર લાગે છે બોલી

  જ્યારે તમે indiamart.comની વેબસાઇટ પર આ સિક્કાને અપલોડ કરો છો, ત્યારબાદ આ સિક્કાની બોલી લાગશે. જ્યાં આપને આ સિક્કાના બદલામાં લાખો રૂપિયા મળી શકે છે. કારણ કે જે લોકો જૂના સિક્કાનું કલેક્શન કરે છે, તેઓ ઊંચામાં ઊંચી કિંમત પર જૂના સિક્કા ખરીદે છે.

  આ પણ જુઓ, VIDEO: શાકભાજી માર્કેટમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 ગોળીઓ છોડી પણ વેપારીનો થયો આબાદ બચાવ

  સિક્કાની વિગતો કેવી રીતે અપલોડ કરવી?

  25 પૈસા કે આવા પ્રકારના બીજા સિક્કા વેચવા માટે તમારે ઘરની બહાર જવાની જરૂર નથી. ઘરે બેઠા જ ઈન્ડિયામાર્ટ પર અકાઉન્ટ બનાવીને અને આ સિક્કાના ફોટો અપલોડ કરી નાણા કમાઈ શકો છો. તેના માટે આપને indiamart.comની વેબસાઇટ પર જઈને પોતાનું અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે અને ત્યારબાદ સિક્કાની વિગતો અપલોડ કરવી પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: