Home /News /business /210 સરકારી વેબસાઈટો પર સાર્વજનિક થઈ આધારની માહિતી, RTIમાં ખુલાસો

210 સરકારી વેબસાઈટો પર સાર્વજનિક થઈ આધારની માહિતી, RTIમાં ખુલાસો

આ સિવાય ડેટાને વધુ સુરક્ષિત બનાવા માટે દરેક શકય પગલાં ભરવામાં આવ્યાં છે.

આ સિવાય ડેટાને વધુ સુરક્ષિત બનાવા માટે દરેક શકય પગલાં ભરવામાં આવ્યાં છે.

આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા ઇન્ડિયન યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (UIDAI)એ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની 200થી વધુ વેબસાઇટે કેટલાક આધાર લાભાર્થીઓના નામ અને સરનામા જેવી માહિતીઓ સાર્વજનિક કરી દીધી છે. એક આરટીઆઈના જવાબમાં કહ્યું કે તેમણે આ ઉલ્લઘનની નોંધ લીધી છે અને આ વેબસાઇટો પરથી જાણકારી હટાવી દીધી છે. આ સ્પષ્ટ નથી થયું કે આ ઉલ્લંઘન કયારે થયું.

UIDAI એ સ્પષ્ટતા કરી છે કે તેમની તરફથી આધારની માહિતીને કયારેય જાહેર કરાઈ નથી. સંસ્થાએ કહ્યું કે, એ જાણવા મળ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિભાગોની અંદાજે 210 વેબસાઇટ્સ પર લાભાર્થીના નામ, સરનામા સહિત બીજી માહિતી અને આધાર નંબરને સામાન્ય પ્રજાની માહિતી માટે જાહેર કરી દેવાઇ છે. એક આરટીઆઈ અરજીના જવાબમાં કહ્યું કે યુઆઈડીએઆઇ એ તેના પર ધ્યાન આપ્યું છે અને આ વેબસાઇ્ટ પરથી આધારની માહિતી હટાવી દીધી છે.

UIDAI 12 આંકડાની ખાસ ઓળખ રજૂ કરે છે જે દેશમાં કયાંય પણ ઓળખ અને ઘરના સરનામાનો પુરાવો હોય છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર વિભિન્ન સામાજિક સેવા યોજનાઓનો લાભ ઉઠાવા માટે આધારને જરૂરી બનાવાની પ્રક્રિયામાં છે. આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે, ‘UIDAIનું ખૂબ વ્યવસ્થિત તંત્ર છે અને તે ઉચ્ચ સ્તરીય ડેટા સુરક્ષા બનાવી રાખવા માટે સતત પોતાના તંત્રને ઉન્નત બનાવી રહ્યું છે.’

આરટીઆઈના જવાબમાં કહ્યું છે કે વિવિધ નીતિઓ અને પ્રક્રિયાઓની સમીક્ષા કરાઈ છે, તેને સમયાંતરે  અદ્યતન કરાઇ છે અને યુઆઈડીએઆઇ પરિસરોની અંદર અને બહાર, ખાસ કરીને ડેટા કેન્દ્રોમાં ડેટાની સુરક્ષા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરી છે. તેમણે કહ્યું કે ડેટાની સુરક્ષા અને ગોપનીયતાને મજબૂત કરવા માટે નિયમિત આધાર પર સુરક્ષા તપાસ કરાય છે. આ સિવાય ડેટાને વધુ સુરક્ષિત બનાવા માટે દરેક શકય પગલાં ભરવામાં આવ્યાં છે.
First published:

Tags: Aadhar card, UIDAI, આરટીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन