Home /News /business /Hurun Rich List 2022: દુનિયાના ટોપ-10 અમીરોમાં Reliance ના મુકેશ અંબાણી એકલા ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ

Hurun Rich List 2022: દુનિયાના ટોપ-10 અમીરોમાં Reliance ના મુકેશ અંબાણી એકલા ભારતીય, જાણો કેટલી છે સંપત્તિ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 45મી એજીએમ યોજાઈ રહી છે. (Mukesh Ambani File Photoa)

Mukesh Ambani only Indian in top-10 List: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Ltd) ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણી (CMD Mukesh Ambaniએ વધુ એક ઉપલબ્ધિ મેળવી

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries Ltd) ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણી (CMD Mukesh Ambaniએ વધુ એક ઉપલબ્ધિ મેળવી છે. તે દુનિયાના ટોપ-10 અબજોપતિઓના (World Top-10 Billionaires)લિસ્ટમાં સામેલ થયા છે. ખાસ વાત એ છે કે તે એકલા ભારતીય અબજોપતિ છે જેમણે આ લિસ્ટમાં સ્થાન બનાવ્યું છે.

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2022 (Hurun Global Rich List 2022) ના મતે તે દુનિયાના ટોપ-10 અબજોપતિઓની લિસ્ટમાં નવમાં સ્થાને છે. તેમની સંપત્તિ 103 અબજ ડોલર છે તેમણે ફક્ત સૌથી અમીર ભારતીય હોવાની ઉપલબ્ધિ જ મેળવી નથી એશિયામાં પણ તેમની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો છે. આરઆઈએલના (RIL)સીએમડીએ સૌથી અમીર ટેલિકોમ ઉદ્યમીનું (Telecom Industrialist)ટાઇટલ પણ મેળવ્યું છે.

20 વર્ષમાં 10 ગણાથી વધારે વધી સંપત્તિ

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2022માં કહેવામાં આવ્યું છે કે આરઆઈએલના સીએમડી મુકેશ અંબાણીએ પોતાની વિરાસતને ઘણી સારી રીતે સંભાળી અને તેને આગળ વધારી છે. 20 વર્ષમાં પોતાની સંપત્તિ 10 ગણાથી વધારે વધારી છે. હાલ તેમની કુલ સંપત્તિ 103 અબજ ડોલર છે. જે 2022માં 10 અબજ ડોલર હતી.

આ પણ વાંચો - રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે લિથિયમ વર્ક્સની અસ્કયામતો હસ્તગત કરી

આ છે દુનિયાના ટોપ-10 અબજપતિ

1. એલન મસ્ક (ટેસ્લા) - 205 અબજ ડોલર કુલ સંપત્તિ
2. જેફ બેજોસ (અમેઝોન) - 188 અબજ ડોલર
3. બર્નાર્ડ અર્નાલ્ટ (એલવીએમએચ) - 153 અબજ ડોલર
4. બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) - 124 અબજ ડોલર
5. વોરેન બફે (બર્કશાયર હૈથવે) - 119 અબજ ડોલર
6. સર્ગી બ્રિન (અલ્ફાબેટ) - 116 અબજ ડોલર
7. લેરી પેજ (અલ્ફાબેટ) - 116 અબજ ડોલર
8. સ્ટીવ બાલ્મર (માઇક્રોસોફ્ટ) - 107 અબજ ડોલર
9. મુકેશ અંબાણી (રિલાયન્સ) - 103 અબજ ડોલર
10. બરટ્રાડ પોચ એન્ડ ફેમિલી (હરમેસ) - 102 અબજ ડોલર

(ડિસ્ક્લેમર -નેટવર્ક 18 અને ટીવી 18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જેમનું નિયંત્રણ ઇન્ડિપેન્ડેટ મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
First published:

Tags: Reliance group, Reliance Industries, મુકેશ અંબાણી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો