Home /News /business /આ છે સૌથી વધારે માઇલેજ આપતી કાર, એક કિલો ઈંધણમાં ચાલે છે 250 કિલોમીટર
આ છે સૌથી વધારે માઇલેજ આપતી કાર, એક કિલો ઈંધણમાં ચાલે છે 250 કિલોમીટર
ટોયોટા મિરાઈ (ફાઇલ તસવીર)
Toyota's Hydrogen Car Mirai: પેટ્રોલ-ડીઝલની સતત વધી રહેલી કિંમત (Petrol-Diesel price) અને સ્વચ્છ ઉર્જાની માંગે દુનિયાને વૈકલ્પિક ઈંધણ અંગે વિચારવા માટે મજબૂર કરી છે.
મુંબઈ. Toyota’s Hydrogen Car Mirai: પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવે (Petrol-Diesel price) દુનિયાને વૈકલ્પિક ઈંધણના વપરાશ અંગે વિચારવા મજબૂર કરી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને પગલે હાલ લોકો સીએનજી (CNG) તરફ વળ્યા છે. આ ઉપરાંત કાર કંપનીઓ ઇલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicles) પર સંશોધન કરી રહ્યા છે અને નવાં નવાં મોડલ લોંચ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, ઇલેક્ટ્રિક વાહનની પોતાની એક મર્યાદા છે. આ જ કારણે તેને પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે નથી જોવામાં આવી રહ્યાં. કંપનીઓએ હવે તેનાથી પણ પર વિચારવાનું શરૂ કરી દીધું છે.
આ દરમિયાન દુનિયાની પ્રમુખ કાર નિર્માતા કંપની ટોયોટાએ હાઈડ્રોજન આધારિક કારનું પરીક્ષણ કર્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં એકવાર ઇંધણ ભરાવ્યા બાદ તે 845 માઇલ એટલે કે 1,360 કિલોમીટર દોડી હતી. આ એક રેકોર્ડ છે. ટોયોટાના દાવાને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં સ્થાન મળ્યું છે.
ઇલેક્ટ્રિક કારની મર્યાદા
ઇલેક્ટ્રિક કારને હાલ પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી જેટલી પણ કાર બની છે તે એક વખત ચાર્જ કર્યાં બાદ વધુમાં વધુ 500 કિલોમીટરનું અંતર કાપી શકે છે. જે બાદમાં આ કારને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશનની જરૂર પડે છે. હાલ ચાર્જિંગ સ્ટેશન સૌથી મોટું વિઘ્ન છે. બીજી સમસ્યા આ કારને ચાર્જ કરવા માટે લાગતો સમય છે. મોટાભાગની કાર ચાર્જ થવા માટે આઠથી 10 કલાકનો સમય લે છે.
ટોયોટાએ આ જ વર્ષ 23 અને 24 ઓગસ્ટના રોજ આ કારનું પરીક્ષણ કર્યું હતું. આ કારને પ્રોફેશનલ ચાલક વાયને જર્ડસ (Wayne Gerdes) અને બોલ વિંગરે (Bob Winger) ચલાવી હતી. આ કારની ટેન્કને ફક્ત પાંચ મિનિટમાં હાઇડ્રોજથી ભરી દેવામાં આવી હતી. જે બાદમાં કેલિફોર્નિયોના ટોયોટા ટેક્નિકલ સેન્ટરથી પ્રવાસ શરૂ થયો હતો. મિરાઈ કારમાં હાઇડ્રોજન ભર્યાં બાદ તે 1,360 કિલોમીટર સુધી ચાલી હતી.
250 કિલોમીટરની એવરેજ/માઇલેજ
ટોયોટાએ જણાવ્યું કે તેની હાઇડ્રોજન ઈંધણવારી કારે 260 કિલોમીટર પ્રતિ કિલોની એવરેજ આપી હતી. કારે કુલ 1360 કિલોમીટરનું અંતર કાપ્યું હતું, આ દરમિયાન 5.65 કિલોગ્રામ હાઇડ્રોજનની ખપત થઈ હતી. આટલા ઈંધણ સાથે કારને બે દિવસ સુધી ચલાવી શકાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ટોયોટાએ વર્ષ 2016માં (Toyota Mirai) મિરાઈને લૉંચ કરી હતી. આ કાર કંપનીની પ્રથમ ફ્યૂઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (fuel cell electric vehicle) એટલે કે હાઈડ્રોજન ઈંધણથી ચાલતી કાર હતી. ઉત્તર અમેરિકામાં આ કાર રિટેલ વેચાણ માટે હાજર છે. કંપનીએ એક વખત ઇંધણ ભર્યાં બાદ આ કાર દ્વારા કાપવામાં આવેલા અંતર મામલે એક રેકોર્ડ બનાવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર