Home /News /business /

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં બોલાયો મોટો કડાકો, રૂ.40,000 સુધી ઘટી શકે છે સોનું, જાણો આજના ભાવ

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં બોલાયો મોટો કડાકો, રૂ.40,000 સુધી ઘટી શકે છે સોનું, જાણો આજના ભાવ

પ્રતિકાત્મક તસવીર

વૈશ્વિક માર્કેટમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ આમાં સ્થિરતા દેખાશે. એટલે કે આ હિસાબથી ભારતીય રૂપિયામાં જોઈએ તો સોનાનો ભાવ 40,000 રૂપિયા નીચે જઈ શકે છે.

    અમદાવાદઃ અમેરિકન ડોલરમાં (American dollar) નરમાઈના દબાણની સોનાની કિંમત ઉપર સીધી અસર પડી છે. ભારતીય બજારોમાં સોના-ચાંદીની કિંમતોના (Gold-Silver price today) ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) એક કિલો ગ્રામ ચાંદીના ભાવમાં 1000 રૂપિયા (Silver price today) અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો (Silver price today) નોંધાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે, વૈશ્વિક માર્કેટમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ આમાં સ્થિરતા દેખાશે. એટલે કે આ હિસાબથી ભારતીય રૂપિયામાં જોઈએ તો સોનાનો ભાવ 40,000 રૂપિયા નીચે જઈ શકે છે.

    અમદાવાદમાં ચાંદીના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Silver Price 12 March 2021) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રૂપું 66,800 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી. જોકે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચોરસા 68,000 રૂપિયા અને ચાંદી રૂપું 67,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

    અમદાવાદમાં સોનાના ભાવ
    અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad Gold Price 12 March 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 45,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જો કે,ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં પણ 500 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 46,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 46,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

    આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

    દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
    દિલ્હી સરાફા બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં 0.3 ટકાનો ઘટાડો આવ્યો હતો. જેના પગલે રાજધાની દિલ્હીમાં સોનાનો નવો ભાવ 44,731 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો. આ ઉપરાંત ચાંદીના ભાવમાં 0.5 ટકાનો ઘટાડો થતાં ચાંદીનો ભાવ 67,177 રૂપિયા પ્રતિ કિલોએ રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-બારડોલીઃ સગીરા સાથે ચોથી વાર દુષ્કર્મ આચરવા જતા આરોપીને મળ્યું મોત, પકડાયેલા યુવકને માર મારતો live video

    આ પણ વાંચોઃ-રાજકોટ: બેકાર યુવકનું માંગુ આવતા દીકરીના પિતાએ સગપણ માટે ના પાડી, 'વિફરેલા' યુવકે કર્યું જોરદાર કારસ્તાન

    વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ
    આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવની વાત કરીએ તો વૈશ્વિક સોનું ઘટીને 1718 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી ઘટીને 26.11 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યાં હતાં.

    શું સોનાની કિંમતોમાં આવશે ઘટાડો?
    નિષ્ણાંતોનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો કદાચ લાંબા સમય સુધી ન હોય. ડોલરમાં નરમાઈ વધતી મુદ્રાસ્ફીતિના દબાણ અને મૌદ્રિક વિસ્તારના સોનાની કિંમત ઉપર સીધી અસર પડી છે.

    કેટલું સસ્તું થઈ શકે છે સોનું?
    એનાલિસ્ટ માની રહ્યા છે કે હજી સોનામાં વધારે ઘટાડો આવશે. માનવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક માર્કેટમાં સોનું 1500 ડોલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ આમાં સ્થિરતા દેખાશે. એટલે કે આ હિસાબથી ભારતીય રૂપિયામાં જોઈએ તો સોનાનો ભાવ 40,000 રૂપિયા નીચે જઈ શકે છે.



    આ કારણે ઘટી રહ્યા છે સોનાના ભાવ
    ક્વાંટમ મ્યૂચુઅલ ફંડના સીનિયર ફંડ મેનેજર ચિરાગ મહેતાનું કહેવું છે કે વધારા ખર્ચના કારણે વાસ્તવિક અર્થવ્યવસ્થામાં વધારે પૈસા ફસાવવાની સાથે, મજબૂત બજાર મુદ્રાસ્ફિતીની આશા છે. ડોલરના ડાઉનટ્રેન્ડના કારણે આંતરરાષ્ટ્રી બજારમાં આવનારા સપ્તાહોમાં સોનાની કિંમતોમાં કંઈક સકારાત્મકતા દેખાઈ શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gold price today, Gold-Silver Price Today, Silver Price Today

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन