Home /News /business /

Earn Money: આ 20 વેબસાઈટ થકી દરરોજ મેળવી શકો છો 100 ડોલર સુધીની આવક, જાણો તમામ વિગત

Earn Money: આ 20 વેબસાઈટ થકી દરરોજ મેળવી શકો છો 100 ડોલર સુધીની આવક, જાણો તમામ વિગત

આ વેબસાઇટ્સ પર મળશે ફ્રીલાન્સ કામ.

Earn Money: એવા પ્લેટફોર્મ અસ્તિત્વમાં છે જે ફ્રીલાન્સ કામ શોધવા માટે મદદ કરી શકે છે. આવા પ્લેટફોર્મ કામ માટે ફ્રીલાન્સર શોધનાર કંપની અને કામ શોધનાર ફ્રીલાન્સરનો સંપર્ક કરાવે છે.

  મુંબઈ: 21મી સદીમાં કોઈ એક સંસ્થા કે પેઢી સાથે બંધાઈને રહેવા કરતા લોકો ફ્રીલાન્સીંગ (Freelance work) કરવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. ફ્રીલાન્સીંગમાં કોઈ જગ્યા કે સમયની સીમા હોતી નથી. તમે તમારી ઈચ્છા મુજબનું કામ પસંદ કરી શકો છો. જોકે, સૌથી મોટો પડકાર સારા પ્રોજેક્ટ (Freelance project) શોધવાનો હોય છે. આ પડકારમાં અમુક પ્લેટફોર્મ (Platforms for Freelancers) રાહત આપી રહ્યા છે. અત્યારે કેટલાક એવા પ્લેટફોર્મ અસ્તિત્વમાં છે જે ફ્રીલાન્સ કામ શોધવા માટે મદદ કરી શકે છે. આવા પ્લેટફોર્મ કામ માટે ફ્રીલાન્સર શોધનાર કંપની અને કામ શોધનાર ફ્રીલાન્સરનો સંપર્ક કરાવે છે. અહીં આ રીતે ફ્રીલાન્સરને મદદરૂપ થતી 20 વેબસાઈટ અંગે જાણકારી આપવામાં આવી છે.

  ફાઈવર (Fiverr)

  ફાઈવર (Fiverr) ઓનલાઇન પૈસા કમાવવા માટેનો રસ્તો શોધતા લોકો માટે ફાઇવર ખૂબ જ સારો વિકલ્પ છે. આ માર્કેટપ્લેસ પર ફ્રીલાન્સર અને કંપનીઓ કે ક્લાઈન્ટ એકબીજાનો સંપર્ક સાધી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્લેટફોર્મ પર લેખક, ડિઝાઇનર, ફોટોગ્રાફર અને વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સહિતના અનેક પ્રોફેશનલ એક જ સ્થળે મળી રહે છે. જેથી ક્લાઈન્ટને વધુ અનુકૂળતા રહે છે. આ પ્લેટફોર્મ ખૂબ જ સરળ અને વિનામૂલ્યે છે. અલબત્ત જ્યારે તમે ક્લાઈન્ટ પાસેથી વળતર મેળવો છો ત્યારે અમુક હિસ્સો આ પ્લેટફોર્મ વસૂલે છે. આ પ્લેટફોર્મ પર તમારે સારી પ્રોફાઈલ બનાવી કામ શરૂ કરવાનું રહે છે. તમે દરરોજ 100 ડોલર સુધીની કમાણી કરી શકો છો.

  અપવર્ક (Upwork)

  અપવર્ક (Upwork) એ ક્લાઉડ આધારિત ફ્રીલાન્સ જોબ માર્કેટ છે. જ્યાં એમ્પ્લોયર્સ અને જોબ ફાઇન્ડર્સના મોટી સંખ્યામાં મળી આવે છે. અહીં પણ કામ મળી જાય છે. આ પ્લેટફોર્મ ફાઈવર જેવું છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વાત એ છે કે, જ્યારે ફ્રીલાન્સર તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરે ત્યારે તે ફ્રીલાન્સરની એપ્લિકેશનનો રીવ્યુ કરે છે. જો એપ્લિકેશન યોગ્ય ન હોય તો રદ્દ પણ થઈ શકે છે. જેથી સારી એપ્લિકેશન બનાવવી જરૂરી બની જાય છે.

  ફ્રીલાન્સર.કોમ (Freelancer.com)

  ફ્રીલાન્સર.કોમ (Freelancer.com) પણ ખૂબ જાણીતી સાઈટ છે. અહીં તમે ગ્રાહકોની શોધ કરી શકો છો અને બીડ લગાવી શકો છો. જોકે, આ પ્લેટફોર્મ એક પેઇડ પ્લેટફોર્મ છે અને માસિક અને વાર્ષિક સબ્સ્ક્રિપ્શન માંગે પૈસા ખર્ચવા પડે છે. અહીં તમે દરરોજ $10-$100 જેટલી રકમ કમાઈ શકો છો.

  સ્કાયવર્ડ (Skyword)

  સ્કાયવર્ડ (Skyword) કન્ટેન્ટ માર્કેટિંગ સોલ્યુશન પ્લેટફોર્મ છે. તેને મીડિયા કંપની અને કન્ટેન્ટ માર્કેટર્સ માટે બનાવાયું છે. આ પ્લેટફોર્મ થકી લેખક, ફોટોગ્રાફર, ડિઝાઇનરને કામ મળી શકે છે. અહીં પણ એક દિવસમાં $50-$100 કમાઈ શકાય છે.

  કેટાલાન્ટ (Catalant)

  કેટાલાન્ટ (Catalant) દ્વારા પણ વ્યવસાયિકો અને ફ્રીલાન્સર કનેક્ટ થઈ શકે છે. આ પ્લેટફોર્મ પર તમને અલગ-અલગ પ્રકારની વેરાયટી મળી જાય છે. બિઝનેસ પ્લાનર, સોશિયલ મીડિયા એડવાઇઝરી, માર્કેટિંગ એનાલિટિક્સ જેવી યુનિક જોબ પ્રોફાઈલ માટે પણ કામ મળે છે.

  રાઇટરએક્સેસ (WriterAccess)

  રાઈટર એક્સેસ (WriterAccess) પ્લેટફોર્મ મુખ્યત્વે લેખકો, એડિટર, ટ્રાન્સલેટર અને પ્રૂફરીડર માટે છે. આ પ્લેટફોર્મ પર ફ્રીલાન્સરને તેના કામના આધારે સ્ટાર રીવ્યુ આપવામાં આવે છે. જેમ જેમ વધુ ઊંચું રેટિંગ હોય તેમ તેમ કામ મળવાના ચાન્સ પણ વધી જાય છે. જો તમે ફ્રીલન્સર લેખક કે પ્રૂફરીડર હોવ તો તમને એક શબ્દના બે ડોલર જેટલી કમાણી પણ થઈ શકે છે. આ કમાણી જે તે પ્રોજેક્ટ પર આધારિત હોય છે.

  આ પણ વાંચો: Business Idea: દરરોજ ઘર બેઠા કરો 1,000 રૂપિયાની કમાણી, જાણો કયા કામ કરી શકાય અને કેવી રીતે મળશે કામ

  હાઈરેબલ.કોમ (Hireable)

  હાઈરેબલ (Hireable) પણ એક પ્રકારનું માર્કેટ પ્લેસ છે. જ્યાં ફ્રીલાન્સર પોતાની અનુકૂળતા મુજબનો પ્રોજેક્ટ શોધી શકે છે. આ વેબસાઇટ શક્તિશાળી સર્ચ એન્જિનથી સજ્જ છે જે ફક્ત થોડા ક્લિક્સમાં યોગ્ય કામ શોધી આપે છે. તેમાં સાઇન-અપ પ્રક્રિયા અત્યંત સરળ છે. આ વેબસાઇટ જ્યારે પણ નવી નોકરી પોસ્ટ કરવામાં આવે છે ત્યારે ફ્રીલાન્સર્સને ઓટોમેટિક નોટિફિકેશન મળી જાય છે. તમે દરરોજ $10-$100 ની વચ્ચે કમાણી કરી શકો છો.

  ટાસ્ક રેબિટ (Task Rabbit)

  ટાસ્ક રબીટ (Task Rabbit) નાનું નાનું કામ શોધનારા ફ્રીલાન્સર માટે ખૂબ જ સારો વિકલ્પ છે. અહીં તમને નાની ટાસ્ક આપવામાં આવે છે. જે બદલ તેમને વળતર મળે છે. આ વેબસાઈટમાં રહેલ સર્ચ વિકલ્પનો ઉપયોગ કરીને તમે કામ શોધી શકો છો. જેમાં બેબી સીટીંગ, રાઇટીંગ, બ્લોગ પોસ્ટ, ટ્રાન્સલેશન અને હાઉસકીપિંગ સહિતના ઘણા વિકલ્પો મળી જાય છે.

  આ પણ વાંચો: Small Business Ideas: નાના મૂડીરોકાણ સાથે શરૂ કરી શકો છો આ 7 વ્યવસાય, થશે ફાયદો જ ફાયદો

  નેક્સ્ટ (Nexxt)

  નેક્સ્ટ (Nexxt) પ્લેટફોર્મ ઊંચું આવડત ધરાવતા ફ્રીલાન્સર માટે છે. આ પ્લેટફોર્મ કંપની અને વ્યાવસાયિકો વચ્ચેનો ગેપ પૂરે છે. અહીં સરળતાથી કામ શોધી શકાય છે. એક વાત યાદ રાખવી કે આ પ્લેટફોર્મ અનુભવી ફ્રીલન્સર માટે છે, ફ્રેશર માટે નહીં. આ પ્લેટફોર્મ પર તમને માસિક ચુકવણી કરવામાં આવે છે.

  ટોપટલ (Toptal)

  ટોપટલ (Toptal) એ ફાઇનાન્સ નિષ્ણાંતો, ડિઝાઇનરો અને સોફ્ટવેર ડેવલપર્સ માટે જોબ માર્કેટપ્લેસ છે. જો તમે ઉપરોક્ત કોઈપણ ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સની શોધમાં છો તો તમને આ પ્લેટફોર્મ વધુ માફક આવશે. અહીં તમે પાર્ટ ટાઇમ, ફુલ ટાઇમ અથવા કલાક મુજબ ચુકવણી કરતા પ્રોજેક્ટ્સની પણ પસંદગી કરી શકો છો.

  99ડિઝાઇન (99Designs)

  99 ડિઝાઇન (99Designs)ને ડિઝાઇનર્સ માટે જ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર તમારે વર્ક પોર્ટફોલિયો તૈયાર કરવાનો રહે છે. જેના આધારે તમને ક્લાઈન્ટ શોધી કાઢે છે. ત્યાર બાદ તમારે ક્લાઈન્ટનું કામ કરવાનું રહે છે અને તે બદલ પૈસા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લેટફોર્મ પર સમયાંતરે હરીફાઈ પણ ચાલતી હોય છે. જેમાં ભાગ લઈને પણ તમે પૈસા કમાઇ શકો છો. આ પ્લેટફોર્મ પર અનુભવી અને બિનઅનુભવી બંને જોડાઈ શકે છે.

  આ પણ વાંચો: Business Ideas: ખૂબ ઓછા ખર્ચમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે બે લાખ રૂપિયા સુધીની કમાણી

  પીપલપરઅવર (PeoplePerHour)

  પીપલપરઅવર (PeoplePerHour) માર્કેટ પ્લેસ પણ ફ્રીલાન્સરને કામ શોધવામાં મદદ કરી શકે છે. અહીં ફ્રીલન્સર અલગ અલગ વેરાઇટીના ટૂલ્સ મળી જાય છે. તેમાં એપ મેસેજિંગ, ઇન્વોઇસ બનાવવા અને પ્રપોઝ રીવ્યુ કરવા સહિતની સુવિધાનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ માટે પૈસા ચૂકવવા પડે છે.

  ગોડૅડી ઓક્શન્સ (GoDaddy Auctions)

  ગોડૅડી ઓક્શન્સ (GoDaddy Auctions) દ્વારા પણ પૈસા કમાઈ શકાય છે. આ પ્લેટફોર્મ પર તમે domain નેમની લે-વેચ કરી શકો છો. જેમ જેમ domain નેમની SEO વેલ્યુ વધુ હોય તેમ વધુ પૈસા ઉપજે છે. આ માટે ગોડૅડી 10થી 20 ટકા જેટલું કમિશન લે છે.

  આ પણ વાંચો: Profitable Business Ideas: સરકારી સહાય સાથે શરૂ કરો બિસ્કિટ મેકિંગ બિઝનેસ, થશે મોટી કમાણી

  પીઅરફ્લાય (PeerFly)

  પીઅરફ્લાય (PeerFly) ઓનલાઇન એફિલેટ નેટવર્ક છે. જે CPA એટલે કે, કોસ્ટ પર એક્શન પર કામ કરે છે. આ પ્લેટફોર્મ પર જઈ તમે તમારા બિઝનેસને પ્રમોટ કરી શકો છો, લિંક તૈયાર કરી શકો છો. જ્યારે જ્યારે તમારી લીંક પર કોઈ વ્યક્તિ ક્લિક કરે ત્યારે ત્યારે તમને પૈસા મળે છે. તમે આ લિંકનો ઉપયોગ બ્લોગ કે યુટ્યુબ ચેનલ પર પણ કરી શકો છો.

  ગુરુ.કોમ (Guru.com)

  ગુરુ.કોમ (Guru.com) દ્વારા પણ ફ્રીલાન્સર અને ક્લાઈન્ટ કનેક્ટ થઈ શકે છે. જોકે આ વેબસાઇટ પર સ્થળના આધારે કામ શોધી શકાય છે. એકંદરે જો તમે ગુજરાતમાં રહેતા હોવ તો તમે ગુજરાતનો ક્લાઈન્ટ શોધી શકો છો.

  સ્ક્રિબી (Scribie)

  સ્ક્રિબી (Scribie) ઓનલાઇન transcription કંપની છે. જ્યાં ફ્રીલાન્સર ઓડિયો અને વિડીયો transcribe કરી શકે છે. Transcribe કરનાર ફ્રીલાન્સરને આ પ્લેટફોર્મ પર સરળતાથી કામ મળી શકે છે. આ પ્લેટફોર્મ પર કામ કરવા માટે અનુભવની જરૂર નથી. પ્લેટફોર્મ પર હાયર કરાયા બાદ તમને ઓડિયો અને વિડિયો ફાઈલ પૂરી પાડવામાં આવે છે. જેને તમારે પીડીએફ કે વર્ડ ફાઈલમાં કન્વર્ટ કરવાની રહે છે. ત્યારબાદ તેને રિવ્યૂ કરવામાં આવે છે અને આખરે પેમેન્ટ ચૂકવવામાં આવે છે. અહીં ઓડીયો કે વિડીયોના સમય મુજબ પૈસા મળે છે.

  આ પણ વાંચો: Business Ideas: ભારતમાં ખાસ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આ ટોપ 10 બિઝનેસ, જાણો કઈ રીતે કરવી શરૂઆત

  લાઇમ (Lime)

  લાઇમ (Lime) એ ડોકલેસ સ્કૂટર સ્ટાર્ટઅપ છે. આ પ્લેટફોર્મના માધ્યમથી સરળતાથી ઇલેક્ટ્રિક સ્કૂટર ભાડે લઈ શકાય છે. આ એપ્લિકેશનથી યુઝર્સ સ્કૂટર જ્યુસર બનીને પૈસા કમાઈ શકે છે. જ્યુસર તરીકે તમારે ચોક્કસ વિસ્તારમાંથી લો બેટરીવાળા સ્કૂટર એકઠા અને ચાર્જ કરવાના રહે છે. ત્યારબાદ તેને ચોક્કસ જગ્યાએ મૂકી દેવાના રહે છે. આ કામ માટે તમારે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી. તમારે ફક્ત સારા ઇલેક્ટ્રિક સોકેટની જરૂર છે.

  સ્કિલશેર (SkillShare)

  સ્કિલશેર (SkillShare) ઓનલાઈન પ્લેટફોર્મ થકી નિષ્ણાતો તેમની કુશળતા વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન શેર કરે છે. જો તમે વિષય નિષ્ણાંત છો, તો તમે સ્કિલશેર પર વિદ્યાર્થીઓને શીખવીને આવક મેળવી શકો છો. તમે ક્લાસ લઈ અથવા ચેનલ શરૂ કરી શકો છો.

  ગિગસ્ટર (Gigster)

  ગિગસ્ટર (Gigster) ઓનલાઈન જોબ માર્કેટપ્લેસ છે. તેને ફ્રીલાન્સ એપ ડેવલપર્સને કંપનીઓ સાથે જોડવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી. જો તમે સારા પ્રોજેક્ટ્સ શોધી રહ્યાં હોવ તો તમારા માટે આ સારું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ નવા નિશાળીયા માટે નથીમ જો તમે કુશળ સોફ્ટવેર પ્રોફેશનલ હોવ તો જ તમે પ્રોજેક્ટ અથવા અસાઇનમેન્ટ મેળવી શકો છો.

  Envato Studio (Envato Studio)

  એનવંટો સ્ટુડિયો (Envato Studio) સર્જકો, ડિઝાઇનર્સ, વિકાસકર્તાઓ અને અન્ય નિષ્ણાતો વચ્ચેના કોલોબ્રેશન માટે છે. તમે એનિમેશન અને એપ્લિકેશન ડેવલપમેન્ટથી લઈને વેબસાઈટ ડિઝાઇન સુધીની વિવિધ સેવાઓ આપવા માટે આ અદ્ભુત પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો. તમે તમારી પસંદગીના ગ્રાહકોને પસંદ કરી શકો છો.
  First published:

  Tags: Business, Business Ideas, Job, Money, કેરિયર

  આગામી સમાચાર