Home /News /business /

કમાણીના શેર (8 માર્ચ, 2022) : આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

કમાણીના શેર (8 માર્ચ, 2022) : આજે આ 20 શેરમાં ટ્રેડ લઈને કરી શકો છો મોટી કમાણી

શેર બજાર ટીપ્સ

Stock Market Tips: શેર બજારમાં દરેક રોકાણકારની ઇચ્છા હોય છે કે તે મોટી કમાણી કરે. અહીં દરરોજ અમે તમને 20 સ્ટૉક વિશે જણાવીશું. આ 20 સ્ટૉકમાંથી તમે સમજદારી પૂર્વક અમુક સ્ટૉક પસંદ કરીને મોટી કમાણી કરી શકો છો.

    મુંબઈ: સીએનબીસી-આવાજ પર સીધા સૌદા (Sidha Sauda) શોમાં દરરોજ બજાર ખુલ્યા પહેલા ટ્રેડિંગ માટે 20 દમદાર શેર (20 hot stocks) સૂચવવામાં આવે છે. તમે યોગ્ય વિશ્લેષણ કરીને આ શેરોમાં રોકાણ (Investment) કરીને સારી એવી કમાણી કરી શકો છો. સીધા સૌદા શોમાં બે એક્સપર્ટ કેપ્ટન બને છે. આ બંને એક્સપર્ટ 10-10 શેર પર પોતાનો અભિપ્રાય આપે છે. ટીમના કેપ્ટન આ કંપનીઓ વિશે ઊંડો અભ્યાસ કર્યાં બાદ તેના શેરમાં રોકાણ કરવું કે નહીં તે માટે Red અને Green સિગ્નલ આપે છે. આ સંકેત પાછળનું કારણ પણ જણાવે છે. તો જાણીએ આજે બંને ટીમના કેપ્ટને પોતાની ટીમમાં કયા શેરને સામેલ કર્યાં છે અને તેના માટે કયું સિગ્નલ આપ્યું છે.

    અમારી પ્રથમ ટીમના કેપ્ટન છે આશીષ વર્મા (Ashish Verma). આશીષ વર્માની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) VOLTAS <RED> : વૈશ્વિક કારણોને પગલે શેર તૂટી શકે.

    2) SBI <RED> : વૈશ્વિક કારણોને પગલે શેરની કિંમત આજે પણ દબાણ હેઠળ રહી શકે.

    3) TVS MOTOR <RED> : વૈશ્વિક કારણોને પગલે શેરની કિંમત ઘટી શકે.

    4) CHAMBAL FERTILISER <RED> : વૈશ્વિક સ્થિતિને જોતા શેર તૂટી શકે.

    5) COFORGE <GREEN> : ડૉલર મજબૂત બનતા આઈટી સ્ટૉક્સમાં તેજીની આશા.

    6) SUN PHARMA <GREEN> : ડૉલર મજબૂત બનતા તેજીની આશા.

    7) NMDC <GREEN> : બેઝ મેટલની કિંમત વધતા તેજીની આશા.

    8) NALCO <GREEN> : બેઝ મેટલની કિંમત વધતા આજે તેજીની આશા.

    9) VEDANTA <GREEN> : વચગાળાનું ડિવિડન્ટ જાહેર કરવા માટે એક્સ ડેટ 9 માર્ચ નક્કી કરવામાં આવી. કંપની 13 રૂપિયા પ્રતિ શેર લેખે ડિવિડન્ટ આપશે.

    10) NATCO PHARMA <GREEN> : યૂએસ કંપની Revlimidની જેનરિક દવા લોંચ કરી.

    આ પણ વાંચો: શેર બજાર હજુ ઘટશે, નીચલા સ્તરેથી ખરીદી માટે રાહ જુઓ: નિખિલ કામત

    અમારી બીજી ટીમના કેપ્ટન છે નીરજ વાજપેયી (Neeraj Bajpai). નીરજ વાજપેયીની ટીમમાં કયા શેર સામેલ છે તેના પર એક નજર કરીએ:

    1) IOC (Red) : ક્રૂડ ઓઇલની કિંમત 125 ડૉલર, શેરની કિંમત ઘટી શકે.

    2) BPCL (Red) : ક્રૂડ ઓઇલની કિંમત 125 ડૉલર, વેચવાલીની શક્યતા.

    3) HPCL (Red): ક્રૂડ ઓઇલની કિંમત 125 ડૉલર, શેરની કિંમત દબાણ હેઠળ રહી શકે.

    4) HIND COPPER (Green) : મેટલી કિંમતમાં તેજીને પગલે ખરીદીની આશા.

    5) HIND ZINC (Green) : બેઝ મેટલની કિંમત વધતા શેરમાં તેજીની આશા.

    આ પણ વાંચો: શું બજારમાં બની રહી છે 2008 જેવી સ્થિતિ? જાણો તમારે શા માટે ચિંતા કરવાની જરૂર નથી

    6) HINDALCO (Green) : બેઝ મેટલની કિંમત વધતા શેરમાં તેજીની આશા.

    7) BRITANNIA (Red) : ઘઉંની ઊંચી કિંમતને પગલે શેર તૂટી શકે.

    8) MRS BECTOR (Red) : ઘઉંની ઊંચી કિંમતને પગલે શેર તૂટી શકે.

    9) DABUR (Red) : ખર્ચ વધતા શેર તૂટી શકે.

    10) HUL (Red) : ખર્ચ વધતા શેરની કિંત તૂટી શકે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, Share market, Stock tips

    આગામી સમાચાર