નાણા મંત્રીની જાહેરાત - રક્ષા ઉત્પાદનમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવી

News18 Gujarati
Updated: May 16, 2020, 5:33 PM IST
નાણા મંત્રીની જાહેરાત - રક્ષા ઉત્પાદનમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવી
રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરુરી : નાણા મંત્રી

રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરુરી : નાણા મંત્રી

  • Share this:
નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) સતત ચોથા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. રક્ષા ઉત્પાદનમાં FDI 49%થી વધારીને 74% કરવામાં આવી છે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત

- અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાની યોજના. ગ્રહોની શોધ, બહારની અંતરિક્ષ યાત્રાનો રસ્તો ખુલશે : નાણા મંત્રી

- કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી વિતરણનું ખાનગીકરણ કરવા માટે પગલાં ઉઠાવવા જઈ રહ્યા છીએ. તેનાથી પાવર સપ્લાઇમાં સુધાર થશે. શાનદાર સર્વિસને બળ મળશે, તેનાથી દેશભર માટે એક મોડલના રુપમાં તૈયાર કરીશું : નાણા મંત્રી

- સામાજિક પાયાના સ્ટ્રક્ચર માટે ખાનગીકરણને બળ આપવા માટે ફેરફાર કરવામાં આવ્યો છે. સામાજિક પાયાના સ્ટ્રક્ચર માટે 8100 કરોડ રુપિયાઇ જોગવાઇ : નાણા મંત્રી

- આવનાર વર્ષોમાં ભારતમાં દુનિયાના મોટા એન્જીન ઉત્પાદક પોતાની એન્જીન રિપેર ફેસિલીટીને ભારત લઈને આવશે. જેમાં વિમાનોના દેખરેખનો ખર્ચ ઓછો થઈ શકે : નાણા મંત્રી- એરસ્પેસ વધારીને એક હજાર કરોડ રુપિયા બચાવશે સરકાર. હાલ ભારત માટે ફક્ત 60 ટકા એરસ્પેસ ખુલ્લા છે : નાણા મંત્રી

- પીપીપી મોડલથી 6 હવાઇ અડ્ડાને વિકસિત કરવામાં આવશે. 6 હવાઇ અડ્ડાની ત્રીજા રાઉન્ડમાં હરાજી થશે

- ડિફેન્સ ફેક્ટરી બોર્ડનું નિગમીકરણ થશે. ઓર્ડિનેલ ફેક્ટરી બોર્ડ શેર બજારમાં લિસ્ટ થશે

- ઓર્ડિનેંસ બોર્ડનું કોર્પોરેટાઇઝેશન થશે. રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી હથિયારોનું બજેટ અલગ : નાણા મંત્રી

આ પણ વાંચો - ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી

- આયાત નહીં કરી શકનાર ઉત્પાદોની લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ઓટમેટિક રુટ દ્વારા રક્ષા ઉત્પાદનમાં એફડીઆઈને 49થી 74 ટકા સુધી વધારવામાં આવશે : નાણા મંત્રી

- સેનાને આધુનિક હથિયારોની જરુર, રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવાનું છે. જેનાથી રક્ષા ક્ષેત્રમાં નિર્યાતનો ખર્ચ બતાવી શકાય : નાણા મંત્રી

- રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે મેક ઇન ઇન્ડિયા જરુરી : નાણા મંત્રી

- ખનીજ સેક્ટરમાં વિકાસની નીતિ બનશે, 500 ખનીજ બ્લોક હરાજી માટે ઉપલબ્ધ રહેશે. કોલસાના ક્ષેત્ર માટે 50 હજાર કરોડ રુપિયાનું ફંડ. 50 નવા બ્લોક તત્કાલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોટા કોલ બેડની સરકાર હરાજી કરશે : નાણા મંત્રી

- કોલસા, રક્ષા ઉત્પાદ અને ખનીજ સહિત 8 સેક્ટરો પર ભાર રહેશે.આપણે કોલસા ક્ષેત્રમાં કોમર્શિયલ માઇનિંગ આપવામાં આવશે. તેનાથી ખેડૂતને ફાયદો થશે અને રોજગારની તકો વધશે : નાણા મંત્રી

- આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયાનું મહત્વનું અભિયાન. ભારત નિવેશની પ્રથમ પસંદ : નાણા મંત્રી

- આત્મનિર્ભર ભારત માટે નિવેશ વધારવા માટે નીતિગત સુધાર, દરેક મંત્રાલયમાં વિકાસ એકમ પરિયોજના પર કામ કરવામાં આવશે: નાણા મંત્રી

- ઘણા ક્ષેત્રોમાં નીતિયોના સરલીકરણની જરુર, પીએમ મોદીએ આર્થિક સુધારો પર ભાર આપ્યો : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

- આજની જાહેરાત સંરચનાત્મક સુધારાને લઈને હશે. DBT, GST જેવા સુધારા દેશ માટે ઘણા મહત્વના : નાણા મંત્રી

- આપણે મુકાબલા માટે તૈયાર રહેવાનું છે. વેપાર સુગમતા માટે અમારી સરકારે ઘણા પગલા ભર્યા છે : નાણા મંત્રી
First published: May 16, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading