ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી

ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી
નાણા મંત્રી નિર્મલા સીતારમણ

કૃષિ ક્ષેત્ર માટે એક લાખ કરોડ રુપિયાનું ફંડ જાહેર કર્યું છે. પાક વીમા માટે 64000 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે : નાણા મંત્રી

 • Share this:
  નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) સતત ત્રીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનાવવાની જાહેરાત કરી છે.

  નાણા મંત્રી નિર્મલા સીતારમણની મહત્વની જાહેરાત  - ખેડૂતોને વધારે મૂલ્ય માટે આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધન કરવામાં આવશે. કૃષિ ઉત્પાદોમાં અનાજ, ખાદ્ય તેલ, દાળ, ડુંગળી અને બટાકાને ડી-રેગુલેટ કરવામાં આવશે : નાણા મંત્રી

  - ખેડૂતોના પાકને વધારે કિંમત ઉપલબ્ધ કરાવવા માટે પર્પાપ્ત વિકલ્પ પ્રદાન કરવા માટે એક કેન્દ્રીય કાનૂન તૈયાર કરવામાં આવશે. જેને બાધા રહિત આંતરરાજ્ય વેપાર અને કૃષિ ઉપજ માટે ઇ ટ્રેડિંગ માટે રુપરેખા તૈયાર કરવામાં આવી શકે : નાણા મંત્રી

  - ઓપરેશન ગ્રીન્સને ટમાટર, ડૂંગળી અને બટાકાથી બધા ફળો અને શાકભાજી સુધી વધારવામાં આવશે: નાણા મંત્રી

  - કૃષિમાં નિવેશ વધારવા માટે સરકાર જૂના કાયદામાં ફેરફાર કરશે. કાનૂની ફેરફારથી ખેડૂતોની આવક વધશે અને નવી તકો ખુલશે: નાણા મંત્રી

   

  આ પણ વાંચો - નાણા મંત્રીએ કહ્યું - કાર્ડ વગરના પ્રવાસી મજૂરો માટે આગામી બે મહિના સુધી રાશન મફત

  - કૃષિ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા અને નિવેશ વધારવા માટે ખેડૂતોને વધારે કિંમત મળી શકે. જેથી 1955માં આવશ્યક વસ્તુઓ માટે બનાવવામાં આવેલા કાનૂનમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની આવકની સંભાવના વધશે. જેથી ખેડૂતોને લાભ મળશે : નાણા મંત્રી

  - લૉકડાઉનમાં દોઢ કરોડ ગાય અને ભેંસનો વીમો થયો. મધુમખી પાલન માટે 500 કરોડ રુપિયાની યોજના : નાણા મંત્રી

  - ખાનગી ડેરી પ્રોસેસિંગમાં વધારો આપવા અને કેટલ ફીડ પ્રોડક્શનમાં નિર્યાત માટે 15,000 કરોડ રુપિયાનું ફંડ જાહેર કરવામાં આવશે: નાણા મંત્રી

  - 25 લાખ એકરમાં હર્બલ ખેતી કરવામાં આવશે. હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રુપિયાનું ફંડ. 5 વર્ષ માટે 70 લાખ ટન માછલી ઉત્પાદનનું લક્ષ્ય : નાણા મંત્રી

  - 53 કરોડ પશુઓના ટિકાકરણની યોજના. માછલી પાલન માટે 20 હજાર કરોડનું ફંડ. પશું ટિકાકરણ માટે 13343 કરોડ રુપિયા: નાણા મંત્રી

  - લોકલ સ્તર પર ઉત્પાદનની બ્રાંડીંગ થશે. ભંડારણમાં આપૂર્તિમાં ફંડનો ઉપયોગ કરવામાં આવશે: નાણા મંત્રી

  - ફૂડ એન્ટરપ્રાઇઝ માઇક્રો સાઇઝ માટે 10 હજાર કરોડ રુપિયા આપવામાં આવશે. આનાથી વેલનેસ, હર્બલ. ઓર્ગેનિક પ્રોડક્ટ કરનાર લગભગ 2 લાખ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝને ફાયદો થશે : નાણા મંત્રી

  - કૃષિ ક્ષેત્ર માટે એક લાખ કરોડ રુપિયાનું ફંડ જાહેર કર્યું છે. પાક વીમા માટે 64000 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે : નાણા મંત્રી

  - 560 લાખ લીટર દૂધ લૉકડાઉન દરમિયાન ડેરી કોઓપરેટિવ સોસાયટી દ્વારા ખરીદવામાં આવ્યું છે. લૉકડાઉનમાં દૂધની માંગ 20 થી 25 ટકા ઘટી : નાણા મંત્રી

  - એમએસપી અંતર્ગત 74 હજાર 300 કરોડની પાક ખરીદી કરવામાં આવી. કિસાન ક્રેકિટ કાર્ડ માટે 2 લાખ કરોડ રુપિયાની જાહેરાત કરવામાં આવી છે : નાણા મંત્રી

  - આજે કૃષિ માટે 11 જાહેરાતો કરવામાં આવશે, લૉકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે : નાણા મંત્રી

  - સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સતત પગલાં ભરી રહી છે. ભારત દાળ અને દૂધનો સૌથી મોટો ઉત્પાદક છે. શેરડીમાં બીજો સૌથી મોટો ઉત્પાદક છે : નાણા મંત્રી

  - ભારત ત્રીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક છે. પ્રધાનમંત્રી જી ખેડૂતોના કલ્યાણ માટે સતત પગલા ભરી રહ્યા છે : નાણા મંત્રી

  - લૉકડાઉન દરમિયાન પણ ખેડૂત કામ કરતા રહ્યા, નાના અને મધ્યમ ખેડૂતો પાસે 85 ટકા ખેતી છે : નાણા મંત્રી સીતારમણ

  - આજે કૃષિ અને તેની સાથે જોડાયેલ ક્ષેત્રો માટે અમે જાહેરાત કરીશું : નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 15:40 pm

  ટૉપ ન્યૂઝ