નાણા મંત્રીએ કહ્યું - કાર્ડ વગરના પ્રવાસી મજૂરો માટે આગામી બે મહિના સુધી રાશન મફત

News18 Gujarati
Updated: May 14, 2020, 5:38 PM IST
નાણા મંત્રીએ કહ્યું - કાર્ડ વગરના પ્રવાસી મજૂરો માટે આગામી બે મહિના સુધી રાશન મફત
પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ અંતર્ગત જલ્દી રેંટલ હાઉસિંગ સ્કીમ લાવવામાં આવશે. આ યોજના માટે ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે : નાણા મંત્રી

પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ અંતર્ગત જલ્દી રેંટલ હાઉસિંગ સ્કીમ લાવવામાં આવશે. આ યોજના માટે ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે : નાણા મંત્રી

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દેશભરમાં પ્રવાસી મજૂરોને  (Migrant Workers) મફત અનાજ આપશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman)રાહત પેકેજના (Economic Package)બીજા ભાગની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્ર સરકાર આગામી બે મહિના સુધી બધા મજૂરોને મફત અનાજ આપશે. તેનાથી સીધી રીતે 8 કરોડ પ્રવાસી મજૂરોને સમય પર ભોજન મળી શકશે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું

- ખેડૂતોને 30,000 કરોડની વધારાની સહાયતા નાબાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે. તેનાથી 3 કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને ફાયદો થશે : નાણા મંત્રી

- મિડલ ઇન્કમ ગ્રૂપ 6-18 લાખ વાર્ષિક કમાણીવાળા લોકો માટે ક્રેડીટ લિંક સબસિડી સ્કીમ 2017માં લાવવામાં આવી હતી. જેને 31 માર્ચ 2020 સુધી રાખવામાં આવી હતી. જે હવે માર્ચ 2021 સુધી વધારવામાં આવી રહી છે. જેનાથી 2.5 લાખ લોકોને ફાયદો મળશે

- વિત્ત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું - મુદ્રા શિશુ લોન લેનારને 1500 કરોડ રુપિયાનો ફાયદો. રેકડી, પટરી, ઠેલા વાળા લોકો માટે 5000 કરોડની સુવિધા. ડિજિટલ પેમેન્ટ કરનારને ઇનામ આપવામાં આવશે. તેનાથી 50 લાખ લોકોને ફાયદો મળશે : નાણા મંત્રી

- પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે પીએમ આવાસ અંતર્ગત જલ્દી રેંટલ હાઉસિંગ સ્કીમ લાવવામાં આવશે. આ યોજના માટે ગરીબોને ઓછા ભાડામાં રહેવા માટે ઘર મળશે : નાણા મંત્રી- કોઈપણ રાજ્યનું રેશનકાર્ડ બતાવીને ક્યાંય પણ રાશન લઈ શકાશે. સરકાર જલ્દી એક દેશ એક રેશન કાર્ડ યોજના લાવવા જઈ રહી છે : નાણા મંત્રી

આ પણ વાંચો  - રાહત પેકેજમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે મજૂરો અને ખેડૂતો માટે કરી આ જાહેરાત

- પ્રવાસી મજૂરો માટે ત્રણ પગલાં - બધા પ્રવાસી મજૂરોને બે મહિના સુધી મફત અનાજ, કાર્ડ હોલ્ડર્સને ઘઉં-ચોખા પહેલાથી મળે છે. પહેલાની જાહેરાતો યથાવત્ રહેશે. જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને 5 કિલો ચોખા અને એક કિલો ચણા આપવામાં આવશે. રાજ્યમાં મદદ મજૂરો સુધી પહોંચાડાશે.

- વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકરે કહ્યું - બધા મજુરોને નિયુક્તિ પત્ર પણ આપવામાં આવશે

- મિનિમમ વેજને યૂનિવર્સલ પ્રાવધાનમાં લાવીશું. આનાથી બધા મજૂરોને ફાયદો થશે. સંસદમાં આ માટે કામ ચાલું છે. ભથ્થામાં ક્ષેત્રીય અસમાનતાને દૂર કરવાની છે. બધા મજૂરો માટે વાર્ષિક સ્વાસ્થ્ય ચેકઅપ પણ કરાશે : નાણા મંત્રી

- આ માટે 10 હજાર કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આગળ પણ જરુર પડશે ત્યારે ખર્ચ કરવામાં આવશે : નાણા મંત્રી

- જે મજૂર પરત ફરી રહ્યા છે તેમને અલગ-અલગ મંત્રાલયો દ્વારા મનરેગામાં ઇનરોલ કરવામાં આવી રહ્યા છે. મનરેગા એક્ટ અંતર્ગત તેમને પોતાના જ રાજ્યમાં કામ આપવામાં આવી રહ્યું છે : નાણા મંત્રી

- પ્રવાસી મજૂરોની ચિંતા છે, જે શહેરોમાંથી પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. મેં પહેલા જ જાહેરાત કરી છે કે એવરેજ વેજ રેટ વધારીને 202 રુપિયા કરવામાં આવ્યા છે. કામના કલાકો વધારે દીધા છે. જેથી મજૂરોને વધારે તક મળે : નાણા મંત્રી

- આખા દેશમાં 12 હજાર સેલ્ફ હેલ્પ ગ્રૂપે 3 કરોડ માસ્ક અને સેનિટાઇઝર બનાવ્યા છે. આ બધુ કેન્દ્ર સરકારની મદદથી થઈ રહ્યું છે : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

- શહેરમાં ઘર વહરના ગરીબ છે તેમના માટે કેન્દ્ર સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે 11 હજાર કરોડ રુપિયા આપવામાં આવ્યા છે. આ છેલ્લા બે મહિનાની વાત છે : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

- માર્ચમાં નાબાર્ડ દ્વારા ગ્રામીણ બેંકોને પૈસા આપવામાં આવ્યા જેથી લોન આપી શકે : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

- ગામડાની અર્થવ્યવસ્થા માટે 2 મહિનામાં પગલાં ભરવામાં આવ્યા. કોવિડના હુમલા છતા પણ બેંકો દ્વારા ગતિવિધિઓ યથાવત્ રહી. 63 લાખ લોન કૃષિ ક્ષેત્ર માટે મંજૂરી કરી. આ બધુ લૉકડાઉન દરમિયાન થયું : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

- વિત્ત રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું - એમએસએમઈના પેકેજથી મજૂર અને ખેડૂતોને પણ મદદ

- છેલ્લા 2 મહિનામાં 25 લાખ કિસાન ક્રેડીટ કાર્ડ આપવામાં આવ્યા છે. તેમને પણ 25 હજાર કરોડ લોન આપવામાં આવી છે : નાણા મંત્રી નિર્મલા સીતારમ

- 3 કરોડ ખેડૂતોને પહેલા જ 4 લાખ કરોડની રાહત મળી ચૂકી છે : નાણા મંત્રી નિર્મલા સીતારમણ

આ પહેલા, નાણા મંત્રીએ બુધવારે પહેલા ચરણમાં સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (MSME)ને મજબૂતી આપવા માટે લગભગ 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી નોંધનીય છે કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે.
First published: May 14, 2020, 4:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading