Home /News /business /માર્કેટમાં આગ લગાવવા આવી રહ્યા છે આ કંપનીના IPO, આગામી સપ્તાહમાં થશે લોન્ચ
માર્કેટમાં આગ લગાવવા આવી રહ્યા છે આ કંપનીના IPO, આગામી સપ્તાહમાં થશે લોન્ચ
આગામી સપ્તાહમાં લોન્ચ થશે આ આઈપીઓ
IPO News: આમાં આગામી સપ્તાહમાં આવનારા આઈપીઓને જોડીએ તો આ રકમ લગભગ 64 હજાર કરોડ રૂપિયા થઈ જશે. આ મહિને જે 3 આઈપીઓ આવ્યા છે, તેના દ્વારા કંપનીઓએ 1800 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. હવે આ 2 આઈપીઓ ને ઉમેરીને તે 3800 કરોડ રૂપિયા થઈ જશે.
નવી દિલ્હીઃ આ વર્ષે હજુ પ્રાથમિક માર્કેટમાંથી રૂપિયા કમાવવાના દિવસો પૂરા થયા નથી. આગામી સપ્તાહમાં શેરબજારમાં લગભગ 2000 કરોડ રૂપિયાના આઈપીઓ ખુલવાના છે. જેમાં રૂપિયા લગાવીને તમે સારું વળતર મેળવી શકો છે, વર્ષ અંતિમ મહિનામાં પહેલાથી જ 3 આઈપીઓ ખુલી ચૂક્યા છે અને ગવે આ 2 પછી ડિસેમ્બર મહિનામાં આવેલા આઈપીઓની સંખ્યા 5 થઈ જશે. આ વર્ષે બજારમાં 36 આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યા જેના દ્વારા કંપનીઓએ લગભગ 62 હજાર કરોડ રૂપિયા મેળવ્યા છે.
આમાં આગામી સપ્તાહમાં આવનારા આઈપીઓને જોડીએ તો આ રકમ લગભગ 64 હજાર કરોડ રૂપિયા થઈ જશે. આ મહિને જે 3 આઈપીઓ આવ્યા છે, તેના દ્વારા કંપનીઓએ 1800 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. હવે આ 2 આઈપીઓ ને ઉમેરીને તે 3800 કરોડ રૂપિયા થઈ જશે.
પહેલો આઈપીઓ કેફિન ટેકનોલોજીનો છે. આ આઈપીઓમાં રોકાણકારો 19-21 ડિસેમ્બર સુધી બિડ લગાવી શકશે. કંપનીએ આઈપીઓ દ્વારા 1500 કરોડ રૂપિયા અકત્રિત કરવાની યોજના બનાવી છે. આ ઈશ્યૂમાં કોઈ નવા શેર નથી. આ આઈપીઓ સંપૂર્ણ રીતે ઓએફએસ એટલે કે ઓફર ફોર સેલ પર આધારિત છે. આઈપીઓ દ્વારા કંપનીની પ્રમોટર જનરલ એટલાન્ટિક સિંગાપુર ફંડ 1500 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કરશે. આઈપીઓ માટે 347-366 રૂપિયા પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. આ ઈશ્યૂમાં રિટેલ રોકાણકારો માટે 10 ટકા હિસ્સો આરક્ષિત છે. જ્યારે ક્યૂઆઈબી રોકાણકારો માટે 75 ટકા હિસ્સો સુરક્ષિત રાખવામાં આવ્યો છે. બાકી બચેલા 15 ટકા શેરને એનએચઆી કે ઊંચી નેટવર્થ ધરાવતા લોકો માટે છે. આ કંપની ભારતમાં એસેટ મેનેજર્સને સર્વિસ અને સોલ્યૂશન્સ પ્રદાન કરે છે.
એલિન ઈલેક્ટ્રોનિક્સ
આ કંપની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેવા પ્રદાન કરે છે. કંપની 475 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે. આમાં 175 કરોડ રૂપિયાના શેર નવા છે. જો કે 300 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર શેલ હેઠલ બહાર પાડવામાં આવશે. ઓએફએસના માધ્યમથી પ્રમોટર સેઠિયા પરિવારના સદસ્યો તેમના શેર વેચશે. કંપનીનું કહેવું છે કે, 175 કરોડ રૂપિયાનો ઉપયોગ દેવું ચૂકવવા તેમજ ગાઝિયાબાદ અને ગોવામાં તેમના પ્લાન્ટને વિસ્તાર કરવા માટે કરશે. આ આઈપીઓમાં રોકાણકારો 22 ડિસેમ્બર સુધી બિડ લગાવી શકશે. આ આઈપીઓમાં 35 ટકા ભાગ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. જ્યારે 50 ટકા ભાગ ક્યૂઆઈબી અને 15 ટકા શેર એચએનએઆઈ માટે સુરક્ષિત છે.
આગામી સપ્તાહમાં 3 કંપનીઓ બજારમાં લિસ્ટ થશે. આ કંપનીઓ છે, સુલા વાઈનયાર્ડસ, અબાંસ હોલ્ડિંગ્સ અને લેન્ડમાર્ક કાર, સુલા 22 ડિસેમ્બરે લિસ્ટ થશે, જ્યારે બાકી 2 કંપનીઓ 23 ડિસેમ્બરે લિસ્ટ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર