Buzzing Stocks, 19 ઓક્ટોબર: આજે HUL, Nestle, SBI, SAIL સહિત આ શેર પર રહેશે નજર

આજે આ શેર ચર્ચામાં.

19 ઓક્ટોબર Buzzing Stocks: આજે દિવસભર આ શેર પર નજર રહેશે. આ એવા શેર છે જેની કંપની માર્કેટ ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

  • Share this:
    મુંબઈ: આજે (19 ઓક્ટોબર) અમુક શેર પર ખાસ નજર રહેશે. આ જ કારણ છે કે અમે તમને તેમના વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે દિવસ દરમિયાન આ શેરમાં રોકાણ કરવું કે નહીં તેનો નિર્ણય કરી શકો. આ ઉપરાંત આ એવા સ્ટોક્સ છે જેની કંપનની કોઈને કોઈ કારણને લીધે બજાર ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

    Sical Logistics | બલ્ક ડીલ્સ ડેટા આંકડા પ્રમાણે Bellevue તરફથી એનએસઈ પર 20.88 રૂપિયા પ્રતિ શેરના ભાવથી કંપનીના ત્રણ લાખ ઇક્વિટી શેર ખરીદ્યા છે.

    SML Isuzu | બલ્ક ડીલ્સ ડેટા પ્રમાણે Navodya Enterprises તરફથી કંપનીમાં 1.1 લાખ ઇક્વિટી શેર 703.74 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ખરીદ્યા છે. SPV Traders તરફથી કંપનીમાં 1 લાખ શેર 645.22 રૂપિયા પ્રતિ શેરના ભાવથી ખરીદ્યા છે.

    L&T Infotech | કંપનીને Q2FY22 દરમિયાન 551.7 કરોડ રૂપિયાનો નફો થયો છે. જ્યારે Q1FY22 દરમિયાન નફો 496.8 કરોડ રૂપિયા હતો. ત્રિમાસિક ધોરણે કંપનીની આવક 3,462.5 કરોડ રૂપિયાથી વધીને 3,767 કરોડ રૂપિયા થઈ છે.

    Indian Energy Exchange | કંપની 21 ઓક્ટોબરના રોજ બોનસ શેર ઇશ્યૂ કરવા પર ચર્ચા કરશે.

    Tata Coffee | કંપનીએ Q2FY22 દરમિયાન 34.04 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો કર્યો છે, જે Q2FY21 દરમિયાન 23.20 કરોડ રૂપિયા હતો. વર્ષના આધારે કંપનીની આવક 543.43 કરોડ રૂપિયાથી વધીને 548.52 કરોડ રૂપિયા થઈ છે.

    Manappuram Finance | જગદીશ કપૂરની કંપૂપરે કંપનીના બોર્ડના સ્વસંત્ર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચેરમેન (Independent Non-Executive Director & Chairman) પદેથી રાજીનામું ધરી દીધું છે.

    Edelweiss Financial Services | IRDA તરફથી મંજૂરી મળ્યા બાદ કંપનીએ વીમા બ્રોકિંગ બિઝનેસ Edelweiss Gallagher Insurance Brokersના વિનિવેશની જાહેરાત કરી છે.

    SAIL | ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation of India) તરફથી ખુલ્લા બજારમાં લેવડ દેવડ મારફતે કંપનીમાં 2.01 ટકા ભાગીદારી વેચી છે. આ સાથે જ LICનું હોલ્ડિંગ 8.69 ટકાથી ઘટીને 6.68 ટકા કર્યું છે.

    HG Infra Engineering | કંપનીને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા NHM પ્રોજેક્ટ માટે L-1 બીડર જાહેર કરવામાં આવી છે.

    Craftsman Automation | કંપનીને Q2FY22 દરમિયાન 49.96 કરોડ રૂપિયાનો હાઇ કન્સોલિડેટેડ નફો થયો છે, જ્યારે Q2FY21 દરમિયાન 22.83 કરોડ રૂપિયાનો નફો થયો હતો. વાર્ષિક ધોરણે આવક 370.72 કરોડ રૂપિયાથી વધીને 571.01 કરોડ રૂપિયા થઈ છે.

    આ ઉપરાંત આજે એટલે કે 19 ઓક્ટોબરના રોજ હિન્દુસ્તાન યુનિલિવર, નેસલે ઇન્ડિયા, 5paisa Capital, ACC, Consolidated Construction Consortium, ડીસીએમ શ્રીરામ, Heidelbergcement India, ICICI Prudential Life Insurance Company, આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ, JSW Ispat Special Products, Jubilant Ingrevia, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસ, માસ્ટેક, Navin Fluorine International, નેલ્કો, Network18 Media & Investments, ઓરિએન્ટલ હોટેલ્સ, Rallis India, Rane Brake Lining, શક્તિ પમ્પસ, Standard Industries, સોનાટા સોફ્ટવેર, Tata Steel Bsl અને TV18 Broadcast વગેરે કંપનીઓનું સપ્ટેમ્બર ક્વાર્ટરનું પરિણામ જાહેર થશે.
    Published by:Vinod Zankhaliya
    First published: