Buzzing Stocks: આજે HDFC Bank, Avenue Supermarts સહિત આ સ્ટૉક પર રહેશે નજર

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

18 ઓક્ટોબર Buzzing Stocks: આજે દિવસભર આ શેર પર નજર રહેશે. આ એવા શેર છે જેની કંપની માર્કેટ ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

  • Share this:
    મુંબઈ: આજે (18 ઓક્ટોબર) અમુક શેર પર ખાસ નજર રહેશે. આ જ કારણ છે કે અમે તમને તેમના વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે દિવસ દરમિયાન આ શેરમાં રોકાણ કરવું કે નહીં તેનો નિર્ણય કરી શકો. આ ઉપરાંત આ એવા સ્ટોક્સ છે જેની કંપનની કોઈને કોઈ કારણને લીધે બજાર ખુલતા પહેલા જ ચર્ચામાં છે. આજે અલ્ટ્રા ટેક સિમેન્ટ (UltraTech Cement), લાર્સન એન્ડ ટૂર્બો ઇન્ફોટેક (Larsen & Toubro Infotech), રૂટ મોબાઇલ (Route Mobile), અલોક ઇન્ડસ્ટ્રીઝ (Alok Industries), કોન્કોર્ડ ડ્રગ્સ (Concord Drugs), ક્રાફ્ટ્સમેન ઓટોમેશન (Craftsman Automation), ગુજરાત હોટેલ્સ (Gujarat Hotels), હાથવે ભવાની કેબલટેલ એન્ડ ડેટાકોમ (Hathway Bhawani Cabletel & Datacom), હેટસન એગ્રો પ્રોડક્ટ (Hatsun Agro Product), ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ (International Travel House), Lloyds Steels Industries, Navigant Corporate Advisors, Sunedison Infrastructure, SVP Global Ventures, Tanfac Industries, ટાટા કોફી (Tata Coffee), યુનિપ્લાય ડેકોટર સહિતની કંપનીના સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર થશે.

    આ શેર આજે ચર્ચામાં રહેશે:

    HDFC Bank | બેંકે Q2FY22 દરમિયાન 8,834 કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન નફો કર્યો છે, જે Q2FY21 દરમિયાન 7,513.11 કરોડ રૂપિયા હતો. બેંકની શુદ્ધ વ્યાજ આવક 15,776.39 કરોડ રૂપિયાથી વધીને 17,684.39 કરોડ રૂપિયા પર પહોંચી છે.

    Avenue Supermarts | Q2FY22માં કંપનીને 418 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો થયો છે, જ્યારે Q2FY21માં 198.55 કરોડ રૂપિયાનો નફો થયો હતો. વાર્ષિક આધારે કંપનીની કમાણી 5,306.20 કરોડ રૂપિયામાંથી વધીને 7,789 કરોડ રૂપિયા થઈ છે.

    HCL Technologies | Q2FY22માં કંપનીનો કન્સોલિડેટેડ નફો 1.6 ટકા વધીને 3,265 કરોડ રૂપિયા થયો છે. જ્યારે કમાણી 2.9 ટકા વધીને 20,655 કરોડ રૂપિયા રહી છે.

    Shilpa Medicare | કંપનીએ માલાબાર ઇન્ડિયા ફંડા, માલાબાર સિલેક્ટ ફંડ, માલાબાર મિડકેપ ફંડ, થિંક ઇન્ડિયા અપોર્ચ્યુનિટીઝ માસ્ટર ફંડ એલપી, બ્લૂ ડાયમંડ પ્રોપર્ટિઝ, ઓહમ કોર ઇન્વેન્ટમેન્ટ કોર્પ, હિપ્નોસ ફંડ અને મધુસૂદન સહિત પ્રમુખ રોકાણકારો પાસેથી 297.51 કરોડ રૂપિયા મેળવ્યા છે.

    Fortis Healthcare | કંપનીમાં રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર દરમિયાન ઘટીને 4.23 ટકા (3,19,50,000 શેર) રહી ગઈ છે. જે જૂન ક્વાર્ટર દરમિયાન 4.31 ટકા (3,25,50,000 શેર) હતી.

    Indiabulls Real Estate | કંપનીને Q2FY22માં 5.53 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો થયો છે, જ્યારે Q2FY21 દરમિયાન કંપનીને 76.13 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. વાર્ષિક આધારે કમાણી 20.15 કરોડ રૂપિયાથી વધીને 349.31 કરોડ રૂપિયા થઈ છે.

    Den Networks | વાર્ષિક ધોરણે કંપનીનેએ Q2FY21 દરમિયાન 36.76 કરોડ રૂપિયાની સરખામણીમાં Q2FY22 દરમિયાન 39.39 કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નફો નોંધાવ્યો છે. જ્યારે કમાણી 337.6 કરોડ રૂપિયાથી ઘટીને 325 કરોડ રૂપિયા થઈ છે.
    Published by:Vinod Zankhaliya
    First published: