Home /News /business /Fact Check: શું ATMમાં 4થી વધારે વખત રૂપિયા ઉપાડશો તો 173 રૂપિયા કપાશે? જાણો વાયરલ મેસેજની હકીકત
Fact Check: શું ATMમાં 4થી વધારે વખત રૂપિયા ઉપાડશો તો 173 રૂપિયા કપાશે? જાણો વાયરલ મેસેજની હકીકત
ATMમાં 4થી વધારે ટ્રાન્ઝેક્શન પર 173 રૂપિયા ચાર્જ લાગે છે.(ફાઈલ તસવીર)
Viral message: પીઆઈબીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત જણાવી છે. પીઆઈબીએ કહ્યુ કે, આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. કોઈ પણ એકાઉન્ટમાં 4 ટ્રાન્ઝેક્શન પછી 173 રૂપિયા કાપવામાં આવી રહ્યા નથી. પીઆઈબીએ તેના મેસેજમાં લખ્યુ કે, એટીએમથી દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. જ્યારે, તેના પછી મહત્તમ 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કે કોઈ ટેક્સ હોવા પર અલગથી ચાર્જ આપવો પડશે.
નવી દિલ્હીઃ જો તમે પણ એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજકાલ એટીએમમાંથી રૂપિયા નીકાળવાને લઈને ઘણા પ્રકારના નિયમો સામે આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક ખબર વાયરલ થઈ રહી છે કે, જો કોઈ વ્યક્તિ ATMમાંથી 4થી વધારે વખત રૂપિયા કાઢે છે તો, તેના 173 રૂપિયા કાપી દેવામાં આવશે.
આ ખબરના વાયરલ થયા પછી લોકો તેને વધારેમાં વધારે શેર પણ કરી રહ્યા છે. શું ખરેખર વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો છે. જો આવુ થઈ રહ્યુ છે તો રૂપિયા શા કારણે કાપવામાં આવી રહ્યા છે? આવો તેના વિશે વિગતમાં જાણીએ.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે
વાયરલ મેસેજના અનુસાર, એટીએમમાંથી 4થી વધારે વખત રૂપિયા નીકાળવા પર 150 રૂપિયા ટેક્સ અને 23 રૂપિયા સર્વિસ ચાર્જ મળીને 173 રૂપિયા કપાશે. દાવો છે 4 ટ્રાન્ઝેક્શન બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયા ચાર્જ લાગશે.
પીઆઈબીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મેસેજની હકીકત જણાવી છે. પીઆઈબીએ કહ્યુ કે, આ મેસેજ સંપૂર્ણ રીતે ખોટો છે. કોઇપણ એકાઉન્ટમાં 4 ટ્રાન્ઝેક્શન પછી 173 રૂપિયા કાપવામાં આવી રહ્યા નથી. પીઆઈબીએ તેના મેસેજમાં લખ્યુ કે, એટીએમથી દર મહિને 5 મફત ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. જ્યારે, તેના પછી મહત્તમ 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન કે કોઈ ટેક્સ હોવા પર અલગથી ચાર્જ આપવો પડશે.
જો કોઈ ગ્રાહક અન્ય બેંકના એટીએમનો ઉપયોગ કરે છે, તો એક મહિનામાં મહિનામાં મેટ્રો શહેરમાં 3 નાણાકીય અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન મફતમાં આપવામાં આવે છે. નોન મેટ્રો શહેર માટે 5 ટ્રાન્ઝેક્શન મફત છે. મફતમાં ટ્રાન્ઝેક્શન બાદ 20 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. જો કે, 1 જાન્યુઆરી 2022થી મહત્તમ 21 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર