Home /News /business /Multibagger stocks: ગુજરાતની આ કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ, એક વર્ષમાં આપ્યું 100થી 600% રિટર્ન

Multibagger stocks: ગુજરાતની આ કંપનીઓએ રોકાણકારોને કરી દીધા માલામાલ, એક વર્ષમાં આપ્યું 100થી 600% રિટર્ન

શેરખાનની પસંદગીના શેર

Multibagger stocks: સ્ટોક માર્કેટમાં થયેલા ઐતિહાસિક કડાકા બાદ આવેલી તેજીએ ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતની 10 કંપનીઓએ ગત દિવાળીથી અત્યારસુધીમાં 200% સુધીનું વળતર આપ્યું છે.

મુંબઈ: કોરોનાકાળમાં અનેક રોકાણકારો (Investors)ના પૈસા ધોવાઈ ગયા અને અમુક રોકાણકારોને અસહ્ય નુકસાન સહન કરવું પડ્યું હતું. ખાસ કરીને નાના રોકાણકારોની હાલત કફોડી બની હતી. જોકે, કોરોના વચ્ચે કેટલીક કંપનીઓના શેરમાં બમ્પર વળતર (bumper return in stock) પણ મળ્યું છે. આજે અહીં રોકાણકારોને માલામાલ કરી દેનાર ગુજરાતની 17 કંપનીઓ (Gujarati company in stock market) અંગે જાણકારી આપવામાં આવી છે.

ગત દિવાળીથી અત્યારસુધીમાં 100%થી વધારે વળતર

સ્ટોક માર્કેટમાં થયેલા ઐતિહાસિક કડાકા બાદ આવેલી તેજીએ ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુજરાતની 10 કંપનીઓએ ગત દિવાળીથી અત્યારસુધીમાં 200% સુધીનું વળતર આપ્યું છે. જેમાંથી 7 કંપનીઓએ રોકાણકારોના નાણાં ત્રણ ગણા કરી દીધા છે. નિષ્ણાતોના મત મુજબ, ગુજરાતની કેમિકલ, રિયલ એસ્ટેટ, કેમિકલ અને ડેનિમ સાથે સંકળાયેલી કંપનીઓ ગત દિવાળીથી અત્યારસુધીમાં રોકાણકારોને સારું વળતર આપવામાં સફળ રહી છે.

રોકાણ ત્રણ ગણું થયું!

આંકડાઓ મુજબ, ગણેશ હાઉસિંગ કોર્પ લિમિટેડના શેરનો ભાવ 14 નવેમ્બર 2020ના રોજ 24.35 રૂપિયા હતો. જે ચાલુ વર્ષે 1 નવેમ્બરે વધીને 205.30 રૂપિયા સુધી પહોંચ્યા છે. આ શેરમાં રોકાણકારોને 679 ટકાનું બમ્પર વળતર મળ્યું છે. આવી જ રીતે અદાણી ટોટલ ગેસનો ભાવ ગત વર્ષે રૂ. 244.85 હતો. જે વધીને રૂ. 1422 નજીક પહોંચી ગયો છે. આ શેરમાં રોકાણકારોને 481 ટકાનું વળતર મળ્યું છે.

આવી રીતે આર એન્ડ બી ડેનિમ્સમાં 456 ટકા, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડમાં 384 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 418 ટકા, નંદન ડેનિમમાં 304 ટકા અને પીજી ફોઇલ્સ લિમિટેડમાં 426 ટકાનું રિટર્ન મળ્યું છે.

આ પણ વાંચો:  Hot stocks: 10 શેર જે નવેમ્બર મહિનામાં કરાવી શકે છે ડબલ આંકડામાં કમાણી

આ 7 કંપનીઓ સિવાય ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ગુજરાત અલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GNFC), ગુજરાત ગેસ લિમિટેડ અને દીપક નાઇટ્રાઇટ લિમિટેડમાં રોકાણકારોને 100 ટકાથી 183 ટકા જેટલું વળતર મળ્યું છે. સ્ટોક માર્કેટમાં આવેલી તેજીના કારણે અમુક કંપનીઓની વેલ્યુએશનમાં પણ જોરદાર વધારો જોવા મળ્યો છે.

TOIના અહેવાલ મુજબ, શેર વિશ્લેષક નિલેશ કોટકે જણાવ્યું હતું કે, ભારતીય હોય કે વૈશ્વિક ફલકે, વિશ્વભરના શેરબજારોમાં વધુને વધુ લિક્વિડીટી હોવાથી શેરબજારો આગળ વધી રહ્યા છે.

બમ્પર વળતર આપનાર કંપનીઓ (સ્ત્રોત: BSE)
કંપની14 નવે. 20201 નવે. 2021 ગ્રોથ
ગણેશ હાઉસિંગ કોર્પ લિ.26.35205.3679%
અદાણી ટોટલ ગેસ લિ.244.851422.45481%
R&B ડેનિમ્સ લિ.5.5130.65456%
પીજી ફોઇલ્સ લિ.74.9393.85426%
અદાણી ટ્રાન્સમિશન લિ.340.651763.65418%
મોનાર્ક નેટવર્થ કેપિટલ લિ.28.2136.4384%
નંદન ડેનિમ લિ.20.683.55306%

ગત નવેમ્બરમાં સેન્સેક્સ 43,637ની નજીક હતો

છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજાર ઐતિહાસિક કડાકા અને તેજીનું સાક્ષી રહ્યું છે. એક સમયે શેરબજારમાં ઉપરાઉપરી બોલેલા કડાકાના કારણે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. ત્યારબાદ રિકવરી થવા લાગી હતી. આંકડા મુજબ ગત વર્ષે 14 નવેમ્બરના રોજ સેન્સેક્સ 43,637.98 પોઇન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે 1 નવેમ્બરના રોજ સેન્સેક્સ 60,138.46 નજીક જોવા મળ્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Investment, Multibagger stocks, Share market, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन