વેક્સીન ન લગાવી તો પગારમાંથી કપાઈ શકે છે 15000 રૂપિયા, જઈ શકે છે નોકરી પણ
વેક્સીન ન લગાવી તો પગારમાંથી કપાઈ શકે છે 15000 રૂપિયા, જઈ શકે છે નોકરી પણ
પ્રતિકાત્મક તસવીર
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં કોરોનાના કહેરે ફરી ડરાવ્યા, 24 કલાકમાં 46 હજાર લોકો સંક્રમિત, માત્ર કેરળમાં 31 હજાર કેસ
નવી દિલ્હી : ડેલ્ટા એર લાઇન્સે (Delta Air Lines) કંપનીના કર્મચારીઓને લઇને મોટી જાહેરાત કરી છે. કંપનીએ કર્મચારીઓ માટે રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સાથે, કર્મચારીઓને જો વેક્સીન (Covid-19 Vaccine) ન લીધી તો દર મહિને 15 હજાર રૂપિયા ચાર્જ લેવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીએ આ જાહેરાત કરી છે
કંપનીના સીઈઓ એડ બેસ્ટિયને કહ્યું કે, જો કર્મચારીઓને રસી ન લીધી તો કંપની તેમની પાસેથી દર મહિને 200 ડોલર (14,831 રૂપિયા) લેશે. તેમણે કહ્યું કે, તાજેતરના અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ તમામ સ્ટાફે સંપૂર્ણ રસી લીધી ન હતી. બેસ્ટિયન કહે છે કે કોવિડ -19ની સારવાર માટે હોસ્પિટલનો ખર્ચ આશરે 50 હજાર ડોલર છે.
30 સપ્ટેમ્બર પછી પગાર મળશે નહીં
એરલાઇને બુધવારે કહ્યું કે 30 સપ્ટેમ્બર પછી જો કોઇ કર્મચારી રસી વગર જોવા મળશે તો તેનો પગાર બંધ કરી દેવામાં આવશે. કંપની 12 સપ્ટેમ્બરથી દર અઠવાડિયે ટેસ્ટીંગ કરશે. આ સિવાય કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે.
નોકરી જઈ શકે છે
યુનાઇટેડ એરલાઇન્સે કહ્યું કે. તમામ કર્મચારીઓ માટે 27 સપ્ટેમ્બર સુધીમાં રસી લેવી જરૂરી રહેશે. 27 સપ્ટેમ્બર બાદ કંપની તેમના પર કાર્યવાહી કરી શકે છે અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢી પણ શકે છે.
ડેલ્ટા એર લાઇન્સના સીઇઓએ જણાવ્યું હતું કે, કંપનીના 75% કર્મચારીઓને રસી આપવામાં આવી છે, જે જુલાઇના મધ્યમાં 72% હતી. તેમણે કહ્યું કે અત્યારે આપણે આપણા ઘણા લોકોને રસી કરાવવાની હજુ જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,164 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 607 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,25,58,530 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 60,38,46,475 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine Campaign)ના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 80,40,407 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-19 મહામારી (COVID-19 Pandemic) સામે લડીને ભારતમાં 3 કરોડ 17 લાખ 88 હજાર 440 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 34,159 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.60 ટકા છે. હાલમાં 3,33,725 એક્ટિવ કેસ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર