નવી દિલ્હીઃ આજથી 15 વર્ષ જૂના બધા જ સરકારી વાહનોનું સ્ક્રેપિંગ શરૂ થશે. આમાં બધા જ કોર્પોરેશનની બસો અને નાગરિક સંસ્થાઓના વાહનોનો સમાવેશ થાય છે. આ પગલાંથી લગભગ 9 લાખ જંક અને બિન ઉપયોગ વાહનોથી છૂટકારો મળશે. તેમના સ્થાને સાફ-સ્વચ્છ ઉર્જાથી સંચાલિક વાહનો સરકારી ફાઈલમાં સામેલ કરવામાં આવશે. માત્ર રક્ષા, આંતરિક સુરક્ષા અને કાનૂન તેમજ વ્યવસ્થામાં ઉપયોગ કરવામાં આવી રહેલા વાહનોને જ છૂટ આપવામાં આવી છે.
જો કે, દેશમાં રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટેશન સેન્ટર્સ (RVSF)નો અભાવ આ અભિયાન માટે પડકાર બની શકે છે. ગત વર્ષે ગડકરીએ 15 વર્ષ જૂના બધા જ વાહનોને કબાડમાં ફેરવવાની જાહેરાત કરી હતી. ખાનગી વાહનોનું ફિટનેસ ટેસ્ટિંગ રજિસ્ટ્રેશનના નવીનીકરણ સમયે કરવામાં આવે છે.
ફરજિયાત ફિટનેસ ટેસ્ટિંગ 9 મહિને માટે મુલતવી રાખવામાં આવ્યુ
માર્ગ પરિવહન મંત્રાલેય ભારે માલસામાન અને પેસેન્જર વાહનોનું રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનોમાં અનિવાર્ય ફિટનેસ ટેક્સને 18 મહિના એટલે કે 24 ઓક્ટોબર સુધી ટાળી દીધું છે. આ પહેલા મંત્રાલયે જાહેરાત કરી હતી, કે 1 એપ્રિલ 2023થી બધા જ માલાસામાન અને પેસેન્જર વાહનોની ઈટીએસ દ્વારા ફિટનેસ ટેસ્ટિંગ અનિવાર્ય હશે. જો કે, મધ્યમ શ્રેણીના માલસામાન તેમજ પેસેન્જર વાહનો અને કારોની ઈટીએસ દ્વારા અનિવાર્ય ફિટનેસ ટેસ્ટિંગ 1 જૂન 2024થી ફરજિયાત હશે.
મંત્રાલયે કહ્યું કે, દેશમાં ઈટીએસની તૈયારી વર્તમાન સ્તરને જોતા ભારે માલસામાન તેમજ પેસેન્જર વાહનોનું અનિવાર્ય ફિટનેસ ટેસ્ટિંગ હાલ ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈટીએસમાં એક વાહનના મિકેનિકલ ઉપકરણોની માધ્યમથી ફિટનેસનો તપાસ કરવામાં આવે છે. મંત્રાલયે 2021માં કહ્યું હતુ, કે રાજ્ય સરકારો, કંપનીઓ, સંઘો અને ખાનગી વાહનોની તપાસ કરવા માટે ઈટીએસ ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર