Home /News /business /14 hot stocks: 2022ના વર્ષ માટે એન્જલ વનની પસંદગીના 14 શેર, મળી શકે છે 81% સુધી વળતર
14 hot stocks: 2022ના વર્ષ માટે એન્જલ વનની પસંદગીના 14 શેર, મળી શકે છે 81% સુધી વળતર
મલ્ટીબેગર શેર
Hot stocks for 2022: બ્રોકરેજ હાઉસ એન્જલ વન (Angle one) તરફથી 2022ના વર્ષમાં માટે 22 શેરની ભલામણ કરવામાં આવી છે. આ શેરમાં 2022ના વર્ષમાં 81% સુધી તેજી આવી શકે છે.
મુંબઈ: ભારતીય શેર બજાર (Indian share market)માં રોકાણ કરતા લોકો માટે 20221નું વર્ષ ખૂબ સારું રહ્યું હતું. બીજી તરફ અમેરિકામાં વ્યાજરોમાં કડકાઈને પગલે આ વર્ષે વિદેશી રોકણકારો (Foreign institutional investors- FII) તરફથી ફ્લો ઓછો રહેવાની સંભાવના છે. જોકે, ઘરેલૂ ફંડો તરફથી મજબૂત ખરીદી કરવામાં આવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઘરેલૂ ફંડો FII તરફથી જે રોકાણ નથી આવી રહ્યું તેની ભરપાઈ કરતા નજરે પડી રહ્યા છે. વધારે વેલ્યૂએશન અને FII ફ્લો ઓછો રહેવાની સંભાવના વચ્ચે નિષ્ણાતો માની રહ્યા છે કે 2022ના વર્ષમાં 2021ના વર્ષ જેવી રેલી (Rally) ન પણ આવે.
આ સમયે આલ્ફા રિટર્ન મેળવવા માટે બ્રોકરેજ હાઉસ Angle Oneની સલાહ છે કે બૉટમ અપ સ્ટૉક રણનીતિ અપનાવવામાં આવે. એટલે કે હાલ બોટમ પર પહોંચ્યા હોય તેવા શેરમાં રોકાણ કરવામાં આવે. એન્જલ વન તરફથી 2022ના વર્ષ માટે આવા 14 શેરની ભલામણ કરવામાં આવી છે. આ શેર્સમાં 81% સુધી તેજી જોવા મળી શકે છે. આ શેર કયા છે અને એન્જલ વન તરફથી કેટલો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેના પર એક નજર કરીએ.
એન્જલ વનની પસંદગીના 14 શેર:
Federal Bank | વર્તમાન કિંમત: Rs 82 | ટાર્ગેટ: Rs 135 | અપસાઇડ: 81 ટકા
AU Small Finance Bank | વર્તમાન કિંમત: Rs 1,006 | ટાર્ગેટ: Rs 1,520 | અપસાઇડ: 51 ટકા
ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી શેરની ખરીદી કે વેચાણ માટે ક્યારેય કોઈ સલાહ આપવામાં આવતી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર