Home /News /business /આ કંપનીના IPOમાં રોકાણકારોને 135 ટકા નફાની તક, આવી રીતે ચેક કરો એલોટમેન્ટ
આ કંપનીના IPOમાં રોકાણકારોને 135 ટકા નફાની તક, આવી રીતે ચેક કરો એલોટમેન્ટ
આ IPOમાં રોકાણકારોને 135% નફાની તક
Droneacharya Aerial Innovations IPO: દેશની પ્રથમ ડ્રોન સ્ટાર્ટ અપ કંપની ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશનનો આઈપીઓ (Droneacharya Aerial Innovations IPO) સબસ્ક્રાઈબ કરવાની તક પૂરી થઈ ગઈ છે. આ કંપનીમાં રોકાણ (Investment) કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની તરફથી શેરની ફાળવણી થઈ ચૂકી છે.
નવી દિલ્હીઃ દેશની પ્રથમ ડ્રોન સ્ટાર્ટ અપ કંપની ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશનનો આઈપીઓ (Droneacharya Aerial Innovations IPO) સબસ્ક્રાઈબ કરવાની તક પૂરી થઈ ગઈ છે. આ કંપનીમાં રોકાણ (Investment) કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. કંપની તરફથી શેરની ફાળવણી થઈ ચૂકી છે. ત્યારે ગ્રે માર્કેટમાં કંપની શાનદાર પ્રદર્શન કરી રહી છે.
ડ્રોન સ્ટાર્ટ અપ કંપની ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશનના IPOના રોકાણકરો શેરના એલોટમેન્ટને કેવી રીતે જોઈ શકે છે? તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.
ડ્રોન આચાર્ય એરિયલ ઈનોવેશન લિમિટેડના શેરની પ્રાઈસ બેન્ડ 52થી 54 રૂપિયા હતી, પરંતુ ગ્રે માર્કેટ પર નજર રાખનારા નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કંપનીના શેર 74 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થયા હતા. એટલે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો કંપનીના શેરનું લિસ્ટિંગ 135 ટકા પર થઈ શકે છે.
રોકાણકારો શેરનું એલોટમેન્ટ કેવી રીતે ચકાસી શકે?
આ કંપનીના IPO પર પૈસા લગાવનારા રોકાણકારો BSEની ડાયરેક્ટ લિંક bseindia.com/investors/appli_check.aspx અથવા ipo2.bigshareonline.com/IPO_Status.html લિંકની મુલાકાત લઈને તેમનું એલોટમેન્ટ ઓનલાઈન જોઈ શકે છે.
એલોટમેન્ટ ચેક કરવા માટે પ્રોસેસ
1- ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશનની એલોટમેન્ટ ચેક કરવા માટે BSEની લિંક bseindia.com/investors/appli_check.aspx મુલાકાત લો
2- આટલું કર્યા બાદ ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન આઇપીઓ પસંદ કરો.
3- ડ્રોન આચાર્ય એરિયલ ઇનોવેશન IPO નો એપ્લિકેશન નંબર નાખો.
ડ્રોન આચાર્ય એરિયલના IPOની સાઈઝ 33.97 કરોડ રાખવામાં આવી હતી. તેમાં 62,90,000 ઈક્વિટી શેર ઇશ્યૂ કરવામાં આવનાર હતા. જેમાં છૂટક રોકાણકારો માટે 20.92 લાખ શેર અનામત છે. QIB માટે 11.94 લાખ શેર અને HNI માટે 8.89 લાખ શેર અનામત રાખવાનો નિર્ણય કરાયો હતો.
કંપનીએ બુક-બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા 52-54 રૂપિયા પ્રતિ શેરના પ્રાઇસ બેન્ડમાં 62.90 લાખ શેર (10/10/10)નું વેચાણ કર્યું છે. પ્રી-આઈપીઓ ફંડિંગમાં શંકર શર્મા અને અન્યોની આગેવાનીમાં ટોચના રોકાણકારોએ કંપનીમાં હિસ્સો ખરીદ્યો હતો. એકત્ર કરવામાં આવેલા નવા ભંડોળનો ઉપયોગ ડ્રોન, સેન્સર અને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખરીદી અને ઉત્પાદન માટે કરવામાં આવશે. આ IPO પ્રત્યે રોકાણકારોને બહોળી અપેક્ષા હોવાનું જાણવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર