Buzzing Stocks: આજે Delta Corp, HFCL, Tata Motors સહિત આ શેર ચર્ચામાં

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

12 ઓક્ટોબર Buzzing Stocks: આજે દિવસભર આ શેર પર નજર રહેશે. આ એવા શેર છે જેની કંપની માર્કેટ ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

  • Share this:
    મુંબઈ: આજે (12 ઓક્ટોબર) અમુક શેર પર ખાસ નજર રહેશે. આ જ કારણ છે કે અમે તમને તેમના વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી તમે દિવસ દરમિયાન આ શેરમાં રોકાણ કરવું કે નહીં તેનો નિર્ણય કરી શકો. આ ઉપરાંત આ એવા સ્ટોક્સ છે જેની કંપનની કોઈને કોઈ કારણને લીધે બજાર ખુલતા પહેલા જ ચર્ચામાં છે.

    12 ઓક્ટોબરના રોજ પરિણામ: આજે એટલે કે 12 ઓક્ટોબરના રોજ Bhansali Engineering Polymers, GM Breweries, Indbank Merchant Banking Services, Ind Bank Housing, JTL Infra અને DRC Systems India તરફથી ત્રિમાસિક પરિણામની જાહેરાત કરવામાં આવશે.

    Delta Corp | કંપનીએ Q2FY22માં 22.57 કરોડ રૂપિયાનો ખોટ નોંધાવી છે. જ્યારે Q2FY21માં કંપનીને 54.91 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. જ્યારે વાર્ષિક ધોરણે કંપનીની કમાણી 38.37 કરોડ રૂપિયાથી વધીને 74.72 કરોડ રૂપિયા થઈ છે.

    HFCL | કંપનીએ Q2FY22 દરમિયાન 85.94 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે, જે Q2FY21 દરમિયાન 53.32 કરોડ રૂપિયા હતો. જ્યારે વાર્ષિક ધોરણે કંપનીની કમાણી 1,054.32 કરોડ રૂપિયાથી વધીને 1,122.05 કરોડ રૂપિયા થઈ છે.

    Tata Motors | જગુઆર લેન્ડ રોવરને ઉમેરીને Q2FY22 દરમિયાન ગ્રુપનું વૈશ્વિક વેચાણ 2,51,689 વાહન રહ્યું છે, જે Q2FY21ની સરખામણીમાં 24% વધારે છે.

    Bharat Dynamics | ભારતીય જીવન વીમા નિગમે ઓપમ માર્કેટમાં કંપનીના 37.60 લાખ ઇક્વિટી શેર વેચી દીધા છે. આ સાથે જ કંપનીમાં પોતાનું હોલ્ડિંગ 10.49%થી ઘટાડીને 8.44% કર્યું છે.

    Inox Wind | Neomile Corporate Advisory તરફથી NSE પર 107.62 રૂપિયા પ્રતિ શેર લેખે કંપનીના 14,91,494 ઇક્વિટી શેર વેચ્યા છે.

    Jainam Ferro Alloys | Hem Securities તરફથી 86,000 ઇક્વિટી શેર ખરીદવામાં આવ્યા તેમજ પ્રીતિ ગર્ગે NSE પર 71.55 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કંપનીના 66,000 ઇક્વિટી શેર ખરીદ્યા છે.

    Kewal Kiran Clothing | Nalanda India Fund તરફથી કંપનીના 7 લાખ શેર 1,052.19 રૂપિયા પ્રતિ શેરના ભાવથી વેચવામાં આવ્યા છે.

    આ પણ વાંચો: મોતીલાલ ઓસવાલે આપી રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરની ખરીદી કરવાની સલાહ

    કોરોનાના કેસ ઓછા થતાં જ હોટલ અને ટૂરિઝમ ઉદ્યોગ (Hotel and tourisum industry)માં તેજી જોવા મળી છે. એટલે કે લોકો હવે પહેલાની જેમ આરામ ફરમાવવા માટે બહાર નીકળી રહ્યા છે. આથી ઇન્ડિયન હોટલ્સ (Indian Hotels)નું નાણાકીય વર્ષ 2021માં સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે (Motilal Oswal) પોતાની એક નોટમાં આ વાત લખી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: