ન્યૂઝ18 ગુજરાતી: આર્થિક સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝના લગભગ 1,100 પાયલોટ પગારની ચૂકવણી ન થતાં સોમવારે સવારે 10 વાગ્યાથી વિમાન નહીં ઉડાવે. આ તમામ પાયલોટ રાષ્ટ્રીય સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (NAG) સાથે જોડાયેલા છે. જેટ એરવેઝમાં પાયલોટની સાથે-સાથે એન્જિનિયર અને વરિષ્ટ મેનેજરોને જાન્યુઆરીથી પગાર મળ્યો નથી. દેવામાં ડૂબેલી આ કંપનીએ અન્ય વર્ગના કર્મચારીઓને પણ માર્ચનો પગાર આપ્યો નથી.
ગિલ્ડના એક સૂત્રે જણાવ્યું કે, અત્યાર સુધી અમને લગભગ સાડા ત્રણ મહિનાનો પગાર મળ્યો નથી અને અમને ખબર નથી કે પગાર ક્યારે મળશે. આથી અમે 15 એપ્રિલથી પ્લેન નહીં ઉડાવવાના નિર્ણય સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. એનએજીના તમામ 1100 પાયલોટ સોમવાર સવારથી ઉડાન નહીં ભરે.
NAG જેટ એરવેઝના કુલ 1600 પાયલોટમાંથી 1100 પાયલોટના પ્રતિનિધિત્વનો દાવો કરે છે. ઇકાઇએ માર્ચના અંતમાં 1 એપ્રિલથી જેટ એરવેઝના પ્લેન નહીં ઉડાવવાનો નિર્ણય કર્યો હતો. પછી આને 15 એપ્રિલ સુધી ટાળવામાં આવ્યું હતું. તેમનું કહેવું હતું કે, તે નવા મેનેજમેન્ટને વધુ સમય આપવા માગે છે. ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં બેંકોનો એક સમૂહ આજકાલ જેટ એરવેઝના મેનેજમેન્ટનું કામ જોઇ રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર