ધોરણ-10 પાસ ગેસની એજન્સી માટે કરી શકે છે અરજી, આટલી તૈયારી રાખો

પ્રતિકાત્મક તસવીર

ગેસની એજન્સી મેળવવા માટે ખૂબ જ આકરા નિયમોનું પાલન કરવું પડે છે, આથી અરજી કરતા પહેલા તેની તૈયારી કરી લેવી જરૂરી છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી :  દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (IOC, HPCL, BPCL) આગામી બે વર્ષમાં 5000 નવા ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સ નિમવાની યોજના બનાવી છે. સરકારે તાજેતરમાં બે હજાર નવા લાઇસન્સ જાહેર કર્યા છે. જો તમે ગેસ એજન્સી લેવાનું વિચારી રહ્યા છો તો તમારે અમુક તૈયારી કરવી પડશે. આ માટે અમે તમને નિયમો, શરતો અને પ્રક્રિયાની માહિતી આપી રહ્યા છીએ.

  આ રાજ્યમાં લાઇસન્સ આપવામાં આવશે : ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સના લાઇસન્સ આપવામાં આવશે. કારણ કે આ હિન્દી રાજ્યોમાં ગ્રાહકોની સંખ્યા ખૂબ વધારે છે. ગેસ ડિસ્ટ્રિબ્યૂટર્સનું લાઇસન્સ મળ્યા બાદ ગેસ એજન્સી ચાલુ કરવા માટે સામાન્ય રીતે એક વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે.

  આવી રીતે કરો તૈયારી : LPGની ડિલરશીપ મેળવવા માટે ખૂબ સખત નિયમ અને શરતો રાખવામાં આવી છે. આ માટે જરૂરી છે કે તમે ગેસની ડિલરશીપ માટે અરજી કરો તે પહેલા તમામ તૈયારીઓ કરીને રાખો.

  પ્રથમ પગલું : દેશની ત્રણ મુખ્ય ગેસ કંપની ઇન્ડેન, ભારત ગેસ અને એચપીગેસ સમયાંતરે ડિલરશીપ માટે આવેદન મંગાવતી હોય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની રાજીવ ગાંધી ગ્રામીણ એલપીજી ડિસ્ટ્રિબ્યૂશન (RGGLV) અંતર્ગત પણ આવેદન મંગાવવામાં આવે છે.

  આ અંગે અરજી કર્યા બાદ કોઈ ચોક્કસ તારીખે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે છે. ઇન્ટરવ્યૂ દરમિયાન અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારને રેન્ક આપવામાં આવે છે. અનેક બાબતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારનું મુલ્યાંકન કરવામાં આવે છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પરિણામ જાહેર કરવામાં આવે છે.

  બીજુ પગલું : મેરિટ જાહેર થયા બાદ ગેસ કંપનીઓની એક પેનલ ઉમેદવારે દુકાન, ગોડાઉન સહિતની આપેલી વિગતોની ચકાસણી કરે છે. આ દરમિયાન જમીનથી લઈને તમામ વાતો અંગે ઉંડી તપાસ કરવામાં આવે છે. જે બાદમાં ગેસ એજન્સી ફાળવવામાં આવે છે. આ માટે ઉમેદવારને એક ચોક્કસ સમય આપવામાં આવે છે, આ સમયગાળા દરમિયાન તેણે એજન્સી શરૂ કરવાની હોય છે.

  જરૂરી શરતો : ગેસ એજન્સી લેવા માટે પ્રથમ શરત એક કાયમી સરનામું અને જમીનની હોય છે. ઉમેદવાર પાસે એક કાયમી અને નોંધણી કરાયેલું સરનામું હોવું જોઈએ. આ ઉપરાંત તેની પાસે ગેસ એજન્સી અને ગોડાઉન માટે પૂરતી જમીન હોવી જોઈએ. જમીન કઈ જગ્યા કે વોર્ડમાં હોવી જોઈએ તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવે છે. આ ઉપરાંત ઉમેદવાર ધોરણ-10 પાસ હોય તે જરૂરી છે. સાથે જ તેની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે બેંક બેલેન્સ અને ડિપોઝિટ રકમ પણ હોવી જોઈએ.  આ લોકોને મળે છે અનામત : ગેસ એજન્સી માટે સરકારના નિયોમને આધિન અનામત આપવામાં આવે છે. જેમાં 50 ટકા અનામત સામાન્ય શ્રેણી માટે હોય છે. અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની સાથે સામાજિક રીતે પછાત લોકો, ભૂતપૂર્વ સૈનિકો, સ્વતંત્ર સેનાની, ખેલાડીઓ, પોલીસ અને સરકારી કર્મચારીઓને પણ અનામત આપવામાં આવે છે.

  જમીન અને ડિસ્ટ્રિબન્યૂશન ચેનલ જરૂરી : ગેસની ડિલરશીપ મેળવવા માટે સૌથી જરૂરી વાત તમારી પાસે પૂરતી જમીન હોવી જોઈએ. આ ઉપરાંત સિલિન્ડરની ડિલિવરી માટે તમારી પાસે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. ગોડાઉન માટે પણ કંપનીઓએ નિયમો બનાવ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: