Home /News /business /Credit Card: શું તમને ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર વિશે જાણ છે? જાણો વિગતવાર માહિતી
Credit Card: શું તમને ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર વિશે જાણ છે? જાણો વિગતવાર માહિતી
ક્રેડિટ કાર્ડ
Types of Credit Card: શોપિંગ ક્રેડિટ કાર્ડ વાર્ષિક રૂ. 500ની વ્યાજબી કિંમતથી લઈ શકાય છે. આ ક્રેડિટ કાર્ડ પર વેલકમ ગિફ્ટ, રિવોર્ડ પોઈન્ટ, ડિસ્કાઉન્ટ તથા અન્ય લાભ આપવામાં આવે છે.
મુંબઇ. આજના સમયમાં ક્રેડિટ કાર્ડ એક મહત્વની વસ્તુ બની ગયું છે. ક્રેડિટ કાર્ડ અલગ અલગ પ્રકારના હોય છે. નિયમિત પગાર મેળવતી વ્યક્તિ હોય, વિદ્યાર્થી હોય કે લક્ઝુરિયસ જીવન જીવનાર વ્યક્તિ હોય તમામ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. અલગ અલગ પ્રકારના ક્રેડિટ કાર્ડમાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવે છે. તમે તમારી જરૂરિયાત અનુસાર ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકો છો. અહીંયા અમે તમને અલગ અલગ પ્રકારના ક્રેડિટ કાર્ડ વિશે જાણકારી આપી રહ્યા છીએ, તમે તમારી જરૂરિયાત અનુસાર ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકો છો.
ક્રેડિટ કાર્ડના પ્રકાર (Types of Credit Card)
1) શોપિંગ ક્રેડિટ કાર્ડ (Shopping Credit Card)
શોપિંગ ક્રેડિટ કાર્ડ વાર્ષિક રૂ. 500ની વ્યાજબી કિંમતથી લઈ શકાય છે. આ ક્રેડિટ કાર્ડ પર વેલકમ ગિફ્ટ, રિવોર્ડ પોઈન્ટ, ડિસ્કાઉન્ટ તથા અન્ય લાભ આપવામાં આવે છે.
દરેક રિટેઈલર ખરીદી પર અલગ અલગ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપે છે. જો તમે એકથી વધુ બ્રાન્ડનો ઉપયોગ કરો છો તો, તમે કેશબેક શોપિંગ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. અલગ અલગ વેચાણકર્તા અલગ અલગ ડિસ્કાઉન્ટ આપે છે.
આ ક્રેડિટ કાર્ડ પર જો તમે કોસ્મેટીક્સ, કપડા તથા વસ્તુઓની ખરીદી કરો છો તો તમને રિવોર્ડ પોઈન્ટનો બેનેફિટ આપવામાં આવે છે. જો તમે વધુ શોપિંગ કરો છો, તો ક્રેડિટ આપતા ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકો છો.
ઉચ્ચ વાર્ષિક ફી અને જોઈનિંગ ફી ચૂકવવાથી લાઈફસ્ટાઈલ ક્રેડિટ કાર્ડનો લાભ મળે છે. આ કાર્ડ્સ પર કેટલાક ખાસ લાભ આપવામાં આવે છે. કેટલાક કાર્ડ પર ઓછી વાર્ષિક ફી ચૂકવવાની હોય છે, ઉપરાંત ઓછી આવક ધરાવતા વ્યક્તિઓને અલગ કાર્ડનો લાભ આપવામાં આવે છે.
6) ફ્યુઅલ ક્રેડિટ કાર્ડ (Fuel Credit Card)
ફ્યુઅલ ક્રેડિટ કાર્ડનો ફ્યુઅલ માટે ઉપયોગ કરવાથી રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે તથા ફ્યુઅલ સરચાર્જ ચૂકવવાનો રહેતો નથી. આ કાર્ડ પર વેલ્યૂ બેક બેનેફિટ્સનો લાભ પણ આપવામાં આવે છે, જેનાથી યૂઝર્સે ફ્યુઅલ માટે વધુ ખર્ચ કરવાનો રહેતો નથી. ફ્યુઅલ કાર્ડ પર ફ્યુઅલની સાથે સાથે એન્ટરટેઈનમેન્ટ, ભોજન, ખરીદી તથા અન્ય પ્રકારના પણ લાભ પ્રદાન કરે છે.
રિવોર્ડ્સ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમને રિવોર્ડ્સ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ પર યૂઝરને એર માઈલથી લઈને કેશબેક (Cashback) સુધી અનેક પ્રકારના રિવોર્ડ્સ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતા રિવોર્ડ્સનો તમે અલગ અલગ પ્રકારે ઉપયોગ કરી શકો છો. તમે આ રિવોર્ડ્સ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખરીદી, ટ્રાવેલ તથા રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરી શકો છો.
8) કેશબેક ક્રેડિટ કાર્ડ (Cashback Credit Card)
કેશબેક ક્રેડિટ કાર્ડ પર રોકડની છૂટછાટ તથા અન્ય પૈસાની બચતની સાથે સાથે અન્ય બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. તમે આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. રેગ્યુલર ક્રેડિટ કાર્ડની સરખામણીએ કેશબેક ક્રેડિટ કાર્ડ પર વધુ બેનેફિટ આપવામાં આવે છે. આ ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારા કાર્ડના વાર્ષિક મેન્ટેનન્સમાં ઘટાડો થાય છે. આ પ્રકારે તમે આ કાર્ડનો આજીવન લાભ ઉઠાવી શકો છો.
9) ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ (Travel Credit Card)
જે લોકોને વધારે ટુર કરવાની હોય તે લોકો આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. સૌથી વધુ ટુર કરતા વ્યક્તિઓ માટે આ કાર્ડ એકદમ યોગ્ય છે. આ કાર્ડ પર હવાઈ યાત્રા સંબંધિત બેનેફિટ્સ આપવામાં આવે છે. ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ પર હોટેલમાં રહેવાની, ભોજનની તથા સરળ ટ્રાન્ઝેક્શન પર ડિસ્કાઉન્ટ આપે છે. આ બેનેફિટ્સ ઉપરાંત ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ પર કોમ્પ્લિમેન્ટ્રી લાઉન્જ એક્સેસ તથા અન્ય બેનેફિટ્સ મેળવી શકાય છે.
કિસાન ક્રેડિટ કાર્ડ એક ભારત સરકારની યોજના છે, જે હેઠળ ખેડૂતાને લોન આપવામાં આવે છે. ખેડૂતોને ફોર્મલ ક્રેડિટ આપવાના ઉદ્દેશ્થી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ ક્રેડિટ કાર્ડથી ખેડૂતો મત્સ્યપાલન અને પશુપાલન ક્ષેત્રે ખેડૂતોની લોનની જરૂરિયાતોને પૂરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવા માટે અને ખેતીના સાધન ખરીદવા માટે લોન આપવામાં આવી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર