Home /News /business /Loan Repayment: શું તમે પણ ક્લોઝ કરવા માંગો છો તમારી લોન? તો આ બાબતોનું રાખશો ખાસ ધ્યાન

Loan Repayment: શું તમે પણ ક્લોઝ કરવા માંગો છો તમારી લોન? તો આ બાબતોનું રાખશો ખાસ ધ્યાન

ઘર લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

Loan repayment: ફોરક્લોઝરના કિસ્સામાં લોન લેનારે બેંકને જાણ કરવી જોઈએ અને પૂછપરછ કરવી જોઈએ કે શું કોઈ ફોરક્લોઝર પેનલ્ટી છે કે કેમ, જે બાકી રકમના 1 ટકાથી 5 ટકા સુધી હોય છે.

મુંબઈ: લોન (Loan) લેવાની જરૂરિયાત ત્યારે ઊભી થાય છે, જ્યારે વ્યક્તિને તેની વિવિધ નાણાંકીય જરૂરિયાતો (Financial Needs)ને પહોંચી વળવા પૈસાની જરૂર હોય છે. દા.ત. ભાવિ આવક વધારવા, ખર્ચ ઘટાડવા અથવા જવાબદારીની પૂર્ણ કરવા માટે. જોકે, લોનમાં માત્ર રકમ ચૂકવવા માટે જ નહીં પણ ઉધાર લીધેલી રકમ પર વ્યાજ (Interest) પણ ચૂકવવું પડે છે. તેથી, જો તમારી પાસે પૈસાની અછત હોય અને તમે લોન લીધી હોય તો જ્યારે તમારી પાસે પૂરતું ભંડોળ હોય, ત્યારે વ્યાજની ચૂકવણીનો બોજ ઘટાડવા માટે શક્ય તેટલી વહેલી તકે લોન ચૂકવી દેવી વધુ યોગ્ય છે. જોકે, તમારે તમારી લોનને ફોરક્લોઝ કરતી વખતે પણ સાવચેત રહેવું (Things to Remember when Loan Closing) પડશે, જેથી ભવિષ્યની અસુવિધાઓ ટાળી શકાય અને સારો ક્રેડિટ સ્કોર પણ જાળવી શકાય.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે નીતિન માથુરે (તવાગા એડવાઇઝરી સર્વિસિઝના સીઇઓ) લોન ક્લોઝિંગ સમયે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો વિશે જણાવ્યું છે. જે નીચે પ્રમાણે છે.

►ફોરક્લોઝરના કિસ્સામાં લોન લેનારે બેંકને જાણ કરવી જોઈએ અને પૂછપરછ કરવી જોઈએ કે શું કોઈ ફોરક્લોઝર પેનલ્ટી છે કે કેમ, જે બાકી રકમના 1 ટકાથી 5 ટકા સુધી હોય છે. વધુમાં તેઓએ ખાતરી કરવી જોઈએ કે તેમના તમામ મૂળ દસ્તાવેજો યોગ્ય જગ્યાએ છે.

►બેન્કર માટે બેડ લોનથી થતા નુકસાનને ટાળવા માટે કોલેટરલ પર પૂર્વાધિકાર મૂકવો એ સામાન્ય બાબત છે. ધીરાણ લેનારે અધિકૃત સંસ્થાની ઓફિસની મુલાકાત લઈને પૂર્વાધિકાર દૂર કરવો જોઈએ અને એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) પણ મેળવવું જોઈએ, જે દર્શાવે છે કે તમામ બાકી લેણાં ચૂકવી દેવામાં આવ્યા છે અને લોન દેનારમો મિલકત પર કોઈ હક નથી.

►હોમ લોનના કિસ્સામાં મિલકતને લગતા એનઈસી (નોન-એન્ક્યુમ્બરન્સ સર્ટિફિકેટ) તરીકે ઓળખાતા તમામ વ્યવહારોનું વિગતવાર સ્ટેટમેન્ટ મેળવવું આવશ્યક છે, જેથી કોઈ પણ અસ્વીકાર્ય બાબતને નકારી શકાય.

►લોન લેનારે એ સુનિશ્ચિત કરવું કે તેમનો CIBIL સ્કોર અપડેટ થાય. આ પ્રોસેસ સામાન્ય રીતે સમય માંગી લે છે અને બેદરકારી ભવિષ્યમાં અન્ય લોન લેવા સમયે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે અને ખર્ચાળ બનાવી શકે છે.

આ પણ વાંચો: આનંદો! હવે તમામ બેંકના એટીએમમાંથી કાર્ડ વગર રોકડ ઉપાડી શકાશે

લોન ક્લોઝિંગ સમયે તમારે ક્યા પગલાઓ લેવા તે અંગે આલોક કુમાર (સ્ટોકડેડીના ફાઉન્ડર અને સીઇઓ) અમુક સુચનો આપે છે:

►સૌ પ્રથમ પ્રિ-ક્લોઝર ચાર્જ વિશેની માહિતી, કારણ કે બજારમાં ઘણી લોન પ્રોડક્ટ્સ બંધ થવા પર ભારે રકમ વસૂલે છે.

►બીજું, લોન બંધ કરવા માટે ઉપયોગમાં લેવાતા ભંડોળના સ્ત્રોતનો હિસાબ કરવા માટે હંમેશાં તમારા નાણાંકીય સલાહકારની સલાહ લો, કારણ કે લોન બંધ થતા પહેલા તમારી બૂકમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે.

►ત્યારે બાદ ધિરાણકર્તા પાસેથી એનઓસી મેળવો. જે સુનિશ્ચિત કરે છે કે તમે તમામ બાકી લેણાં ચૂકવી દીધા છે અને લોન કોઈપણ બાકી લેણાં અથવા પેન્ડન્સી વિના યોગ્ય રીતે બંધ કરવામાં આવે છે.

આ પણ વાંચો: આરબીઆઈએ હોમ લોન અંગે કરી મહત્ત્વની જાહેરાત, વાંચો અહેવાલ

►આગળનું મહત્વનું પગલું એ છે કે લોન માટે અરજી કરતી વખતે તમે સબમિટ કરેલા તમામ ઓરીજનલ દસ્તાવેજો પરત મેળવી લો.

►સૌથી છેલ્લે અને મહત્વની બાબત એ સુનિશ્ચિત કરો કે તમારી બંધ થયેલી લોન તમારા સીઆઇબીઆઇએલ સ્કોરમાં યોગ્ય રીતે રીફ્લેક્ટ થાય. કારણ કે ઘણી વખત ઓપરેશનલ કારણોસર સિબિલ ડેટાબેઝમાં લોન એકાઉન્ટ્સ બંધ નથી થતા.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, Loan, આરબીઆઇ, હોમ લોન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन