Home /News /business /

LIC IPO open today: એલઆઈસીનો આઈપીઓ ભરતા પહેલા જાણી લો મહત્ત્વની 10 વાત

LIC IPO open today: એલઆઈસીનો આઈપીઓ ભરતા પહેલા જાણી લો મહત્ત્વની 10 વાત

એલઆઈસી આઈપીઓ

LIC IPO Open Today: આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.

    નવી દિલ્હી: દેશની સૌથી મોટી વીમા કંપની LICના ઈશ્યૂમાં ઇન્કર રોકાણકારોએ સોમવારે અઢળક રોકાણ કર્યું હતું. કંપનીનો ઈશ્યૂ આજે 4 મેના રોજ ઓપન થયો છે, જે હવે આગામી 9 મેના રોજ બંધ થશે. જો તમે પણ LICના IPOમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે તેના વિશે જાણકારી મેળવવી જરૂરી છે. અહીં આ IPO વિશે જરૂરી 10 બાબતો જણાવવામાં આવી છે.

    1) ક્યાં સુધી રોકાણ કરી શકાય?


    આ ઈશ્યૂ રોકાણકાર માટે 6 દિવસ ખુલ્લો રહેશે. તમે આજથી લઈને 9 મે સુધી આ IPOમાં રોકાણ કરી શકો છો. આગામી 9 મેના રોજ સોમવારે આ ઈશ્યૂ બંધ થઈ જશે.

    2) પ્રાઈસ બેન્ડ શું છે?


    LIC એ રૂ. 902થી લઈને રૂ. 949 સુધીનો પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. આ શેરની ફેસ વેલ્યૂ રૂ. 10 છે. LICના પોલિસીહોલ્ડર્સને પ્રતિ શેર રૂ. 60 અને રિટેઈલ રોકાણકારને પ્રતિ શેર રૂ. 45નું ડિસ્કાઉન્ટ મળશે.

    3) સરકાર આ IPOથી કેટલા રૂપિયા એકત્ર કરશે?


    સરકાર આ ઈશ્યૂથી અંદાજે રૂ. 21,000 કરોડ એકત્ર કરવા જઈ રહી છે. સરકાર LICમાં પોતાની 3.5 ટકા ભાગીદારી વેચી રહી છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) છે. જેથી ઈશ્યૂની જે પણ રકમ મળશે. તે સરકારની હશે.

    4) સરકાર IPO શા માટે લાવી રહી છે?


    સરકાર LICને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવા માંગે છે અને LICમાં પોતાની ભાગીદારી ઓછી કરવા ઈચ્છે છે.

    5) લોટ સાઈઝ શું છે?


    એક લોટમાં 15 શેર છે. જેનો અર્થ છે કે, રોકાણકારે ઓછામાં ઓછા 15 શેર માટે બોલી લગાવવાની રહેશે. રિટેલ રોકાણકાર વધુમાં વધુ 14 લોટ એટલે કે, 210 શેર માટે અરજી કરી શકે છે.

    6) બેલેન્સશીટમાં દમ છે?


    LIC દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની છે. જેની બજારમાં ભાગીદારી 61.4 ટકા છે. આ દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની છે. ટોટલ એસેટ અનુસાર LIC દુનિયાની 10 મી સૌથી મોટી જીવન વીમા કંપની છે. LICના સમગ્ર વિશ્વમાં 13.5 લાખ એજન્ટ છે, જે 40 લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડના કુલ AUMથી વધુ છે.

    7) શું GMP ચાલી રહી છે?


    ગ્રે માર્કેટમાં આ શેર પર રૂ. 85-90નું પ્રીમિયમ ચાલી રહ્યું છે. ગત બુધવારે LICના ઈશ્યૂ બાદ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ખૂબ જ ઓછું હતું, ત્યારબાદ તેમાં વધારો થવા લાગ્યો હતો.

    આ પણ વાંચો: કેમ્પસ એક્ટિવવેરના શેર લાગ્યા કે નહીં તે આ બે રીતે જાણો

    8) શેર લિસ્ટ ક્યારે થશે?


    LICનો શેર સ્ટોક એક્સચેન્જમાં 17 મેના રોજ લિસ્ટ થશે.

    9) ઈશ્યૂમાં એન્કર રોકાણકારોએ કેવો રસ દાખવ્યો છે?


    એન્કર રોકાણકાર (Anchor Investors of LIC)નો ક્વોટા સોમવારે 2 મેના રોજ સંપૂર્ણરૂપે સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. LICએ સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું છે કે, એન્કર પોર્શનનું 71 ટકા રોકાણકાર મ્યુચ્યુઅલ ફંડ તરફથી આવ્યું છે.

    10) એન્કર રોકાણકારમાં કોણ કોણ સામેલ છે?


    અનેક મોટા વિદેશ રોકાણકારે LICના IPOમાં રોકાણ કર્યું છે. જેમાં ગવર્નમેન્ટ ઓફ સિંગાપોર, ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, બીએનપી ઈન્વેસ્ટમેન્ટ્સ એલએલસી, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર અને સોસાયટી જનરલ સામેલ હતા. તેમજ ઈનવેસ્કો ઈન્ડિયા અને સેન્ટ કેપિટલ ફંડે પણ આ LICના IPOમા રોકાણ કર્યું છે.

    આ પણ વાંચો: આજે (04 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    આ IPOમાં ડોમેસ્ટિક રોકાણકારોએ પણ રોકાણ કર્યું છે. જેમાં SBI મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રૂડેન્શિયલ, SBI લાઈફ ઈન્શ્યોરન્સ, એલએન્ડટી મ્યુચ્યુઅલ ફંડ, ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, યૂટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ, IDFC, IMF અને બજાજ આલિયાંજ જનરલ ઈન્શ્યોરન્સ સામેલ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, LIC, LIC IPO, Share market, Stock market

    આગામી સમાચાર