Home /News /business /Credit Card: ક્રેડિટ કાર્ડની વિશેષતા અને તેના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે તમે જાણો છો?

Credit Card: ક્રેડિટ કાર્ડની વિશેષતા અને તેના ઉપયોગથી થતા ફાયદાઓ વિશે તમે જાણો છો?

ક્રેડિટ કાર્ડ

Credit Card Benefits: મોટાભાગની બેંક ક્રેડિટ કાર્ડ ધારકોનને વિવિધ પ્રકારના લાભ પ્રદાન કર છે. આ લાભ ગિફ્ટ વાઉચર, ડિસ્કાઉન્ટ કે બોનસ રિવોર્ડ પોઇન્ટ તરીકે મળી શકે છે અને નિશ્ચિત સમય મર્યાદામાં બેંક ક્રેડિટ કાર્ડને એક્ટિવ કરીને તમે તેનો ફાયદો મેળવી શકો છો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: બજારમાં આમ તો ઘણા ક્રેડિટ કાર્ડ (Credit Cards) ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને અનેક લાભ (Benefits) આપે છે. તેથી તેમાંથી તમારા માટે કયું કાર્ડ સૌથી શ્રેષ્ઠ (Best Credit Cards) છે તે જાણવું થોડું કઠીન કામ હોઇ શકે છે. કોઇ પણ ક્રેડિટ કાર્ડ પસંદ કરતા પહેલા તે જાણવું જરૂરી છે કે તેમને તેના દ્વારા કેવા ફાયદાઓ અને સુવિધાઓ (Benefits & Features of Credit Card) મળી શકે છે. આજે અમે તમને ક્રેડિટ કાર્ડના વપરાશથી થતા ફાયદાઓ વિશે જણાવશું, જેનાથી તમને તમારા માટે એક યોગ્ય કાર્ડ પસંદ કરવામાં મદદ મળી શકશે.

ક્રેડિટ કાર્ડના ફાયદા અને ફીચર્સ:


વેલકમ ઓફર


મોટાભાગની બેંક ક્રેડિટ કાર્ડ ધારકોનને વિવિધ પ્રકારના લાભ પ્રદાન કર છે. આ લાભ ગિફ્ટ વાઉચર, ડિસ્કાઉન્ટ કે બોનસ રિવોર્ડ પોઇન્ટ તરીકે મળી શકે છે અને નિશ્ચિત સમય મર્યાદામાં બેંક ક્રેડિટ કાર્ડને એક્ટિવ કરીને તમે તેનો ફાયદો મેળવી શકો છો.

રિવોર્ડ પોઇન્ટ અને કેશબેક


જ્યારે પણ તમે તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા શોપિંગ કરો છો, તો તમારા ખાતામાં અમુક રિવોર્ડ પોઇન્ટ કે પછી કેશબેક મેળવી શકો છો. રિવોર્ડ પોઇન્ટનો ઉપયોગ તમે ફ્રી ગીફ્ટ મેળવવા અથવા કોઇ અન્ય વસ્તુઓના ભાવ ઘટાડવા માટે કરી શકો છો. જ્યારે કેશબેક સીધું તમારા એકાઉન્ટ પર લાગૂ થાય છે. જો તમારી પાસે ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ છે, તો તમે રીવોર્ડ પોઇન્ટ્સની જગ્યાએ એર મીલ જમા કરીને તેનો ઉપયોગ એર ટ્રાવેલ ટિકિટ બુકિંગ માટે કરી શકો છો.

ફ્યુલ રિચાર્જ ડિસ્કાઉન્ટ


આજકાલ લગભગ તમામ ક્રેડિટ કાર્ડ પર આ ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે છે. ખાસ કરીને ફ્યુલ માટે આપવામાં આવનાર ક્રેડિટ કાર્ડ પર વધુ ડિસ્કાઉન્ટ મળે છે. જ્યારે પણ તમે તમારા વાહનમાં ફ્યુલ ભરાવશો, તો તમને ડિસ્કાઉન્ટ મળશે. પરંતુ તેના માટે તમારે એક નક્કી રકમ ખર્ચ કરવાની રહેશે.

એરપોર્ટ લાઉન્જ એક્સેસ


અમુક ક્રેડિટ કાર્ડ ડોમેસ્ટિક એરપોર્ટની સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષમાં એક કે વધુ વખત લાઉન્જમાં રોકાવા દેવાની સુવિધા ઓફર કરે છે. ટ્રાવેલ-સેન્ટ્રિક ક્રેડિટ કાર્ડ ખાસ આ લાભો તમને ઓફર કરે છે.

વીમા


ક્રેડિટ કાર્ડ વીમા અને દુર્ઘટનાના મામલામાં એક નિશ્ચિત કવર રકમ પણ આપે છે. જે હવાઇ દુર્ઘટના કવરેજ, કાર્ડ ખોવાય જવા પર મળતા કવર કે વિદેશી હોસ્પિટલમાં ભરતી થવા પર મળતા કવર પણ હોઇ શકે છે.

કેશ એડવાન્સ


તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સીધા એટીએમથી રકમ ઉપાડી શકો છો. ઇમરજન્સીમાં જ્યારે તાત્કાલિક રોકડ રકમની જરૂરિયાત હોય ત્યારે તે ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

એડ ઓન કાર્ડ


ઘણા ક્રેડિટ કાર્ડ તમને એક એડ-ઓન કાર્ડ (જેને એક સપ્લીમેન્ટ્રી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે) પતિ-પત્ની, ભાઇ-બહેન, બાળકો અને માતાપિતા સહિત પોતાના પરીવારના સદસ્યો માટે પ્રાપ્ત કરવાની સુવિધા પ્રદાન કરે છે. સામાન્ય રીતે એડ-ઓન કાર્ડના લાભ પ્રાઇમરી કાર્ડ જેવા જ હોય છે.

ઇએમઆઇ કન્વર્ઝન


ઇએમઆઇ કન્વર્ઝન ક્રેડિટ કાર્ડ પર મળતો સૌથી સામાન્ય લાભ છે. તમે તમારી મોટી ખરીદીને ઇએમઆઇમાં પરીવર્તિત કરી શકો છો અને થોડા મહીનાઓના સમયગાળા દરમિયાન ચૂકવણી કરી શકો છો.

ગ્લોબલ કન્વર્ઝન


આજકાલ બેંકો ગ્રાહકો તમામ જરૂરિયાતોને સારી રીતે સમજે છે. તેથી જ મોટાભાગના ભારતીય ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ્સ હોય છે અને તે વિશ્વના કોઇ પણ દેશમાં ઉપયોગમાં લઇ શકાય છે.

પેમેન્ટ સુવિધા


ક્રેડિટ કાર્ડ દ્વારા માત્ર એક સ્વાઇપ કરવાથી તમારું પેમેન્ટ સફળતા પૂર્વક થઇ જાય છે. તમારે કેશ કાઉન્ટ કરવાની કે ચેક સાઇન કરવાની ઝંઝટ રહેતી નથી. જો તમારા ખિસ્સામાં માત્ર ક્રેડિટ કાર્ડ છે તો તમારે બિનજરૂરી કેશ પણ રાખવાની જરૂર નથી. તમે ક્રેડિટ કાર્ડને ડિજીટલ વોલેટ સાથે લિંક કરી શકો છો.

રિકરિંગ પેમેન્ટ્સમાં સરળતા


મર્ચેન્ટ શોપ કે ઓનલાઇન વન ટાઇમ પેમેન્ટ સિવાય ક્રેડિટ કાર્ડ દ્વારા રિકરિંગ પેમેન્ટ્સ પણ કરી શકાય છે. તેના માટે તમે ક્રેડિટ કાર્ડને પેમેન્ટ ઓપ્શન તરીકે ઓટોમેટિક સેટ કરી શકો છો. તેનાથી દર મહીને તમારા ફોન, વીજળી કે ગેસ બિલનું પેમેન્ટ આપમેળે સમયસર થઇ જશે. જેથી તમારે પેમેન્ટ ચૂક થશે નહીં અને તમને કોઇ પણ પેનલ્ટી લાગશે નહીં.

આ પણ વાંચો: શું તમને ક્રેડિટ કાર્ડના અલગ અલગ પ્રકાર વિશે જાણ છે? જાણો વિગતવાર માહિતી

તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોવું શા માટે જરૂરી છે?


● એક સારો ક્રેડિટ સ્કોર બનાવવામાં મદદ કરે છે
● 45 દિવસો સુધીનો ક્રેડિટ ફ્રી પીરિયડ મળશે
● ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે સરળ ટ્રાન્જેક્શન
● આકર્ષક રીવોર્ડ, કેશબેક, ડિસ્કાઉન્ટ, ઓફર્સ વગેરે મળે છે
● ઇમરજન્સી પરિસ્થિતીમાં ઉપયોગી
● મોટી રકમની ખરીદી કરીને બાદમાં સરળ ઇએમઆઇ દ્વારા ચૂકવણી કરવાની સુવિધા મળે છે.
● તમામ ટ્રાન્ઝેક્શન સુરક્ષિત છે કારણ કે તેમાં OTP અને પિન વેરિફીકેશનની જરૂરીયાત પડે છે.

આ પણ વાંચો: બુધવારે ખુલશે ગુજરાતની કંપનીનો આઈપીઓ

બેસ્ટ ક્રેડિટ કાર્ડને કરો શોર્ટલિસ્ટ


તમારી યોગ્યતાના આધારે તમે અમુક ક્રેડિટ કાર્ડ્સને શોર્ટલિસ્ટ કરી શકો છો. જેથી તમે યોગ્ય કાર્ડ પસંદ કરવાની તમારી મૂંઝવણને સરળતાથી દૂર કરી શકશો. કાર્ડ્સને શોર્ટલિસ્ટ કરવા માટે તમે પોતાને અમુક સવાલો પૂછી શકો છો, જેમ કે તમે તેની વાર્ષિક ફીસ ચૂકવી શકો છો કે શું તે તમારી પાયાની જરૂરીયાતો સાથે સુમેળ ભર્યુ છે કે કેમ વગેરે.
First published:

Tags: Bank, Debit card, Personal finance, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ