Home /News /business /

Stock Market: આ 10 શેર શોર્ટ ટર્મમાં કરાવી શકે છે ડબલ ડિજિટમાં કમાણી, જાણો સ્ટૉપલોસ અને ટાર્ગેટ

Stock Market: આ 10 શેર શોર્ટ ટર્મમાં કરાવી શકે છે ડબલ ડિજિટમાં કમાણી, જાણો સ્ટૉપલોસ અને ટાર્ગેટ

હોટ સ્ટોક્સ (પ્રતીકાત્મક તસવીર)

Stock Market: Angel Oneના સમિત ચૌહાણે જણાવ્યું કે, નિફ્ટીએ 16,800-17,000ની લિમિટ તોડી દીધી છે જે, હવે નિફ્ટી માટે સપોર્ટનું કામ કરશે. નિફ્ટી માટે 17,500-17650 રજિસ્ટેંસ હોવાથી તેના પર નજર રાખવી જોઈએ.

 નવી દિલ્હી: ઘણા સામે સુધી સ્ટોક માર્કેટ (Indian stock )માં ઊથલપાથલ બાદ 17 માર્ચના રોજ પૂર્ણ થયેલ સપ્તાહમાં પણ સતત તેજી જોવા મળી હતી. તેજીના કારણે શેર બજાર ફરી એક વાર 1 મહિનાના હાઈ પર પહોંચી ગયું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં તણાવ (Russia Ukraine conflict) ઓછો જોવા મળતા કાચા તેલની કિંમતોમાં ઘટાડો, વોલેટિલિટી ઓછી હોવી અને બજારમાં FII ફરી આવવાને કારણે શેરબજારમાં તેજીનો માહોલ છે.

ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 2,313.63નો (4.16 ટકાની વૃદ્ધિ) આંકડો પાર કરી જતા 57,863.93ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 656.6 (3.94 ટકાની વૃદ્ધિ) આંકડો પાર કરી જતા 17,287.05ના સ્તર પર બંધ થઈ હતી. નિષ્ણાતો જણાવે છે કે, અત્યારસુધીમાં શાનદાર રિકવરી જોવા મળતા બજારમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે. જ્યાં સુધી નિફ્ટી 17000ના સ્તર પર છે ત્યાં, સુધી તેજીની સંભાવના છે. નિફ્ટી માટે પહેલો રજિસ્ટેન્સ 17,500 અને ત્યારબાદ 17,800 તથા 18,000 રજિસ્ટેન્સ છે.

Angel Oneના સમિત ચૌહાણે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, નિફ્ટીએ 16,800-17,000ની લિમિટ તોડી દીધી છે જે, હવે નિફ્ટી માટે સપોર્ટનું કામ કરશે. નિફ્ટી માટે 17,500-17650 રજિસ્ટેંસ હોવાથી તેના પર નજર રાખવી જોઈએ.

અહીંયા એવા 10 ટ્રેડિંગ કોલની જાણકારી આપવામાં આવી છે જેનાથી 3 થી 4 સપ્તાહમાં ડબલ ડિજિટલ કમાણી થઈ શકે છે.

Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની પસંદ


HDFC Life Insurance Company | LTP: રૂ.530.15 | આ સ્ટોકમાં રૂ.510ના સ્ટોપલોસ અને રૂ.545ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 3 ટકા રિટર્ન મળી શકે છે.

BPCL | LTP: રૂ. 364.20 | આ સ્ટોકમાં રૂ.350ના સ્ટોપલોસ અને રૂ.390ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.

HDFC Securities ના સુભાષ ગંગાધરની પસંદ


Coromandel International | LTP: રૂ.849.45 | આ સ્ટોકમાં રૂ.800ના સ્ટોપલોસ અને રૂ.950ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

Dr Lal PathLabs | LTP: રૂ.2,756.20 | આ સ્ટોકમાં રૂ.2,580ના સ્ટોપલોસ અને રૂ.3,250ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.

ICICI Lombard General Insurance | LTP: રૂ.1,269.40 | આ સ્ટોકમાં રૂ.1,210ના સ્ટોપલોસ અને રૂ. 1,420 ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 12 ટકા રિટર્ન મળી શકે છે.

આ પણ વાંચો: આજે (21 માર્ચ) આ 11 સ્ટૉક્સમાં થઈ શકે છે મોટી કમાણી

5paisa.com ના રૂચિત જૈનની પસંદ


JSW Steel | LTP: રૂ.685.10 | આ સ્ટોકમાં રૂ.655ના સ્ટોપલોસ અને રૂ.735ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 7 ટકા રિટર્ન મળી શકે છે.

Reliance Industries | LTP: રૂ.2,481.70 | આ સ્ટોકમાં રૂ.2,380ના સ્ટોપલોસ અને રૂ.2,600ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 5 ટકા રિટર્ન મળી શકે છે.

Hem Securities ના આસ્થા જૈનની પસંદ


Trent | LTP: રૂ.1,262 | આ સ્ટોકમાં રૂ.1,140 ના સ્ટોપલોસ અને રૂ.1,390થી રૂ.1,450ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 10 થી 15 ટકા રિટર્ન મળી શકે છે.

આ પણ વાંચો: એલપીજી સિલિન્ડરની સબસિડી અને કિંમતને લઈને આવ્યા મોટા સમાચાર

Brigade Enterprises | LTP: રૂ.529.15 | આ સ્ટોકમાં રૂ.470ના સ્ટોપલોસ અને રૂ.590 થી રૂ.605ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 11 થી 14 ટકા રિટર્ન મળી શકે છે.

GEPL Capital ના મલય ઠક્કરની પસંદ


PI Industries | LTP: રૂ.2,815 | આ સ્ટોકમાં રૂ.2,620ના સ્ટોપલોસ અને રૂ.3,320ના લક્ષ્ય સાથે ખરીદી કરવાની સલાહ આપવામાં આવે છે. આગામી 3 થી 4 સપ્તાહમાં આ સ્ટોકમાં 18 ટકા રિટર્ન મળી શકે છે.
First published:

Tags: Hot stocks, Investment, Share market, Stock market

આગામી સમાચાર