10 સરકારી બૅન્કનો વિલય, જાણો - શું થશે હવે તમારા પૈસાનું?

10 સરકારી બૅન્કનો વિલય, જાણો - શું થશે હવે તમારા પૈસાનું?
બેન્કોના વિલયથી ગ્રાહકો પર શું પડશે અસર?

સરકારી બેન્કોના વિલયથી ખાતાધરકો પર કોઈ અસર નહીં પડે. પરંતુ, કેટલીક વસ્તુ માટે તમારે બેન્કમાં જરૂર જવું પડશે.

 • Share this:
  નાણામંત્રી નિર્મલા સિતારમને બેન્કિંગ સિસ્ટમમાં સુધાર માટે મોટુ પગલું ભર્યું છે. નાણામંત્રીએ 10 સરકારી બેન્કોના વિલયની જાહેરાત કરી છે. સરકારી બેન્કોના વિલયથી ખાતાધરકો પર કોઈ અસર નહીં પડે. પરંતુ, કેટલીક વસ્તુ માટે તમારે બેન્કમાં જરૂર જવું પડશે.

  બેન્કોના વિલયથી ગ્રાહકો પર શું પડશે અસર?  1 - ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડી મળી શકે છે.

  2 - જે ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ મળશે, તેની નવી ડિટેલ્સ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈન્શ્યોરન્સ કંપનીઓ, મ્યૂચ્યૂઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ વગેરેમાં અપડેટ કરાવવી પડશે.

  3 - SIP અથવા લોન EMI માટે ગ્રાહકોએ નવું ઈન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડી શકે છે.

  4 - નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ થઈ શકે છે.

  5 - ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ પર મળતા વ્યાજમાં કોઈ ફેરફાર નહીં થાય

  6 - જે વ્યાજ દરોમાં વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન વગેરે લેવામાં આવ્યા છે, તેમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

  7 - કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે, જેથી ગ્રાહકોએ નવી શાખામાં જવું પડી શકે છે.

  8 - મર્જર બાદ એન્ટિટિને તમામ ઈલેક્ટ્રોનિક ક્લીયરિંગ સર્વિસ નિર્દેશો અને પોસ્ટ ડેટેડ ચેકને ક્લિયર કરવા પડશે.

  કઈ બેન્ક ક્યાં થશે મર્જર

  1 પંજાબ નેશનલ બૅન્ક (PNB)માં ઑરિએન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ અને યુનાઇટેડ બૅન્ક ઑફ કોમર્સનું વિલીનીકરણ થશે. વિલીનીકરણ બાદ જે બૅન્ક રચાશે તે દેશની બીજી સૌથી મોટી બૅન્ક બનશે. આ બૅન્કનો કુલ વેપાર 17,94,526 કરોડ રૂપિયાનો થશે.

  2 કેનરા બૅન્ક સાથે સિન્ડિકેટનો વિલય : આ દેશની ચોથી સૌથી મોટી સરકારી બૅન્ક બનશે. આ વિલીનીકરણ બાદ કેનેરા બૅન્કનો વ્યવસાય
  15,20,295 કરોડ રૂપિયાનો થશે.

  3 યૂનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે આંધ્રા બૅન્ક અને કોર્પોરેશન બૅન્કનો વિલય : આ દેશની 5મી સૌથી મોટી બૅન્ક બનશે. બૅન્કનો બિઝનેસ વધી 14.59 લાખ કરોડ થશે.

  4 ઇન્ડિયન બૅન્ક સાથે અલાહબાદનો વિલય : આ બૅન્ક દેશની 7મી સૌથી મોટી બૅન્ક બનશે. બૅન્કનો ધંધો વધીને 8.08 લાખ કરોડે પહોંચશે.

  સરકાર 4 બૅન્કોમાં 28,700 કરોડ રૂ. ઠાલવશે
  સરકાર ઇન્ડિયન બૅન્કમાં 2500 કરડો ઠાલવશે. જ્યારે બૅન્ક ઑફ બરોડામાં 7,000 કરોડ રૂપિયા ઠાલવશે. સરકારે કેનેરા બૅન્કમાં 6500 કરોડ ઠાલવશે જ્યારે યૂનિયન બૅન્કમાં 11,700 કરોડ રૂપિયા ઠાલવશે
  First published:August 30, 2019, 17:52 pm

  टॉप स्टोरीज