Home /News /business /Business Ideas: ભારતમાં ખાસ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આ ટોપ 10 બિઝનેસ, જાણો કઈ રીતે કરવી શરૂઆત

Business Ideas: ભારતમાં ખાસ ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે આ ટોપ 10 બિઝનેસ, જાણો કઈ રીતે કરવી શરૂઆત

બિઝનેસ આઈડિયા

10 Trending Business Ideas in India: મોટાભાગના લોકો હવે નોકરીની સરખામણીએ પોતાના બિઝનેસ (Business Idea)ને વધુ સુરક્ષિત આવકનું સાધન ગણાવે છે.

મુંબઈ: કોરોના મહામારી (Covid-19 Pandemic) બાદ લોકોની પૈસા કમાવવા (Earn Money)ની વિચારસરણીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. મોટાભાગના લોકો હવે નોકરીની સરખામણીએ પોતાના બિઝનેસ (Business Idea)ને વધુ સુરક્ષિત આવકનું સાધન ગણાવે છે. વર્ક ફ્રોમ હોમ (Work from home) અને ન્યૂ નોર્મલ વચ્ચે અમુક વસ્તુઓની માંગ ખૂબ વધી છે. તેથી જ મોટાભાગના લોકો પોતાને બિઝનેસ શરૂ કરવા (How to Start Business) તરફ ધકેલી રહ્યા છે. જો તમે પણ તેમાંથી જ એક છો જે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તો અહીં અમે તમને અમુક બિઝનેસ (Best Business Idea) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની માંગ હાલ દેશમાં (Business in India) ઝડપથી વધી રહી છે.

વેબસાઈટ ડિઝાઈનિંગ

આજે લગભગ દરેક કંપની પાસે પોતાની વેબસાઈટ હોય છે. Adobeના એક અહેવાલ મુજબ, 48% લોકોએ ટાંક્યું કે વેબસાઇટની ડિઝાઇન બિઝનેસની વિશ્વસનીયતા નક્કી કરવા માટેનું પ્રાથમિક પરિબળ છે. અહેવાલો અનુસાર 2018માં ભારતમાં ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યા 120 મિલિયન સુધી પહોંચી હતી અને 2025 સુધીમાં તે લગભગ 220 મિલિયન સુધી પહોંચવાની શક્યતા છે. વેબસાઇટ્સની આ ઊંચી માંગ વેબસાઇટ ડિઝાઈનિંગને ભારતના શ્રેષ્ઠ બિઝનેસમાંનો એક બનાવે છે.

ઈન્ટીરિયર ડિઝાઈનર

અહેવાલો અનુસાર, ભારતમાં ઈન્ટીરિયર ડિઝાઈનિંગ અને રીનોવેશનનું બજાર USD 20 બિલિયન- USD 30 બિલિયન વચ્ચે હોવાનો અંદાજ છે. મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના પરિવારો મોડર્ન રસોડા, ફેન્સી ઇન્ટીરિયર, ગુણવત્તાયુક્ત અપહોલ્સ્ટરી અને નવા રંગો પસંદ કરી રહ્યા છે. જેથી ઇન્ટીરિયર ડિઝાઇનરની માંગ પણ ખૂબ ઝડપથી વધી રહી છે. આ બિઝનેસ ભારતમાં સૌથી વધુ નફાકારક બિઝનેસ છે.

રિયલ એસ્ટેટ

ભારતમાં વર્ષ 2030 સુધીમાં રિયલ એસ્ટેટ બિઝનેસ 1 ટ્રિલિયન US ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. આ બિઝનેસમાં ઊંચા વળતર માટે વધુ રકમની મૂડીની જરૂર પડે છે અને ઓછા રોકાણોથી વધુ નફો થતો નથી. આ બિઝનેસ ભારતના શ્રેષ્ઠ વ્યવસાયમાંનો એક છે.

આ પણ વાંચો: Business Ideas: ખૂબ ઓછા ખર્ચમાં શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે બે લાખ રૂપિયા સુધીની કમાણી

બિલ્ડિંગ મટીરિયલ્સ

જે રીતે રીયલ એસ્ટેટનું બજાર વધી રહ્યું છે તમે અંદાજ લગાવી શકો છો કે બિલ્ડિંગ મટીરિયલ્સની માંગ પણ વધશે. ખાસ કરીને સ્ટીલ જેવી ધાતુની માંગ વધશે. વર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખીએ તો ભારત સ્ટીલનો બીજો સૌથી મોટો નિકાસકાર બની શકે છે. ભારત સરકારે હાલમાં જ મેક ઇન ઇન્ડિયા અને બિલ્ડ ઇન ઇન્ડિયા નામના મિશન લોન્ચ કર્યા છે. સ્થાનિક ઉત્પાદનને પ્રાત્સાહન આપવા આ પહેલ ખૂબ સરાહનીય છે.

વેડિંગ પ્લાનિંગ

આપણે જાણીએ જ છીએ કે ભારતમાં લગ્ન સમારોહને તહેવારની જેમ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તેમાં પણ આજકાલ લોકોમાં ભવ્ય લગ્ન સમારોહની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે. 'બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ' માર્કેટ લગભગ $40-50 મિલિયનનું છે અને દર વર્ષે 30-40%ના દરે વધી રહ્યું છે. તેથી કોઇ વ્યક્તિ માટે આ બિઝનેસ એક સારો વિકલ્પ બની શકે છે.

ફાર્માસ્યુટિકલ બિઝનેસ

આજે ભારત જેનરિક દવાઓનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. ભારતીય ફાર્માસ્યુટિકલ બજાર વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અને સૌથી વધુ સ્પર્ધાત્મક બજાર છે. છેલ્લા મહિનાઓમાં મહામારીના કારણે દવાઓની ખરીદીમાં વધુ વધારો થયો છે. તેથી આગામી સમયમાં આ બિઝનેસ પણ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો: Boutique Business: આ રીતે શરૂ કરો ફેશન બુટિકનો બિઝનેસ અને કરો મોટી કમાણી

ટ્રાવેલ એજન્સી

ભારતમાં ગમે ત્યાં ટ્રાવેલ એજન્સી શરૂ કરવાથી નફો મળવાની પૂરતી ખાતરી છે. WTTC મુજબ, GDPમાં પર્યટનના યોગદાન માટે ભારત 185 દેશોમાંથી 10માં ક્રમે છે. જો કે, આ બિઝનેસ માટે હોસ્પિટાલિટી અને ટ્રાન્સપોર્ટ જેવા હિસ્સેદારો વચ્ચે સારા સહયોગની જરૂર પડશે.

ઓર્ગેનિક ફાર્મિંગ

જંતુનાશકો તેમજ પ્રિઝર્વેટિવ્સ તરીકે ઉપયોગમાં લેવાતા રસાયણો અંગેના ડરે ઘણા લોકોને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ ધકેલ્યા છે. ઓર્ગેનિક ફાર્મિંગમાં તમે બે રીતે શરૂઆત કરી શકો છો- પાકના ખેડૂત તરીકે અથવા પાકના ડિસ્ટ્રીબ્યુટર તરીકે. સમગ્ર વિશ્વમાં કુલ ઓર્ગેનિક ઉત્પાદકોમાં ભારતનો હિસ્સો લગભગ 30 ટકા છે.

ફૂડ અને બેવરેજ

ભારત ખાણીપીણીના આઇટમોમાં પુષ્કળ વિવિધતા ધરાવતો દેશ છે. કારણ કે અહીં દરેક રાજ્યને પોતાની વિશેષ વાનગીઓ અને ઓળખ છે. ભારતને મસાલાઓનો દેશ પણ કહેવાય છે. જેની માંગ વિશ્વભરમાં રહે છે. તેનું અન્ય દેશોમાં એક્સપોર્ટ કરીને ખૂબ સારી આવક મેળવી શકાય છે.

આ પણ વાંચો: Business Idea: આ રીતે શરૂ કરો PUC ટેસ્ટિંગ સેન્ટર, દર મહિને કરો રૂ. 30,000ની કમાણી

લેબર કોન્ટ્રાક્ટર

કોન્ટ્રાક્ટ વર્કર ભારતના કાર્યબળમાં 34 ટકા હિસ્સો આપે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે ઓછા પૈસાની જરૂરિયાત રહે છે. જોકે, આ બિઝનેસ શરૂ કરતા પહેલા અમુક કાયદાકિય પ્રક્રિય કરવા પણ જરૂરી છે. કારણ કે તમે સીધા જ માનવ શ્રમ સાથે જોડાવા જઇ રહ્યા છો.
First published:

Tags: Business, Business Ideas, Investment, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો