Home /News /business /

New Home : નવું ઘર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની 10 બાબતો

New Home : નવું ઘર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની 10 બાબતો

ઘર લેતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

રિયલ એસ્ટેટ એજન્ટો સાથે કામ કરતી વખતે વ્યક્તિને વિવિધ મિલકત સંબંધિત શબ્દો જેમ કે કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા અને સુપર-બિલ્ટ-અપ એરિયા સાંભળવા મળે છે. અહીં, મિલકતનો કાર્પેટ એરિયા એ વાસ્તવિક ઉપયોગ કરી શકાય તેવો વિસ્તાર છે, જેમાં બાહ્ય દિવાલો દ્વારા કબજે કરેલી જગ્યાનો સમાવેશ થતો નથી.

વધુ જુઓ ...
  ઘર ખરીદવું એ કોઇ પણ વ્યક્તિ માટે જીવનની સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ મિલકતને ખરીદતા પહેલા કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો જાણવી જરૂરી છે. તેથી, અમે તમારા માટે કેટલાક નિર્દેશો એકઠાં કર્યા છે જે તમને પ્રોપર્ટી ખરીદતા પહેલા જાણકાર નિર્ણય લેવામાં મદદ કરશે.

  રિયલ એસ્ટેટ એજન્ટો સાથે કામ કરતી વખતે વ્યક્તિને વિવિધ મિલકત સંબંધિત શબ્દો જેમ કે કાર્પેટ એરિયા, બિલ્ટ-અપ એરિયા અને સુપર-બિલ્ટ-અપ એરિયા સાંભળવા મળે છે. અહીં, મિલકતનો કાર્પેટ એરિયા એ વાસ્તવિક ઉપયોગ કરી શકાય તેવો વિસ્તાર છે, જેમાં બાહ્ય દિવાલો દ્વારા કબજે કરેલી જગ્યાનો સમાવેશ થતો નથી. તેથી ખાતરી કરો કે પ્રોપર્ટી ખરીદતા પહેલા તમને ખબર છે કે તમે કેટલો વિસ્તાર વાપરવા માંગો છો. બિલ્ટ-અપ વિસ્તારમાં બાહ્ય દિવાલોનો સમાવેશ થાય છે. સુપર-બિલ્ટ અપ એરિયામાં પાર્કિંગ, લિફ્ટ, લોબી વગેરે જેવા સામાન્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.

  મિલકતને અંદરથી સ્કેન કરવા ઉપરાંત વ્યક્તિએ તે વિસ્તારની કનેક્ટિવિટી પણ તપાસવી જોઈએ, જ્યાં મિલકત સ્થિત છે અને તેની આસપાસની સુવિધાઓ જેમકે મેટ્રો સ્ટેશન, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલો, શાળાઓ અને ભોજનાલયો એવી કેટલીક જાહેર સુવિધાઓ છે કે નહીં તે પણ તપાસવી જોઈએ.

  આ પણ વાંચો -આવતીકાલથી આ નિયમોમાં થશે ફેરફાર, LPG-CNG, ACની કિંમતોમાં થશે વધારો

  ડીલર હંમેશા તમામ પ્રકારની સુવિધાઓનું વચન આપીને તમને પ્રોપર્ટી ખરીદવા માટે લલચાવવાનો પ્રયત્ન કરશે. તમારે રહેવાસીઓ સાથે વાત કરીને સ્પષ્ટ ચિત્ર મેળવવું જોઈએ. ત્યાં રહેતા કેટલાક લોકોનો સંપર્ક કરો અને તપાસ કરો કે પાણીનો પુરવઠો યોગ્ય છે કે કેમ, જીમ કાર્યરત છે, સ્વિમિંગ પૂલની સમયસર સફાઈ કરવામાં આવી છે અને વીજળીનો પુરવઠો વારંવાર ખોરવાતો નથી કે કેમ.

  કોઈપણ તકરાર ટાળવા માટે ડીલ કરતા પહેલા હંમેશા ડીલર સાથે પેમેન્ટની પણ ચર્ચા કરો. ડીલરો જંગી રોકડ રકમની માંગ કરે છે, જે ઘણા લોકો માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે.

  પડોશમાં કોઈ પણ નાનો બંગલો શોધો જે ભવિષ્યમાં ઊંચી ઈમારતમાં રૂપાંતરિત થઈ શકે. કેમકે ઉંચી ઇમારતની રચનાઓ ઘણીવાર તમારી મિલકતના બજેટને અવરોધે છે અને તેના મૂલ્યને પણ અસર કરે છે.

  ખાતરી કરો કે મિલકત ચલાવવાની કિંમત તમારા બજેટમાં સારી રીતે બંધ બેસે છે. મેન્ટેનન્સ ચાર્જિસ, કમ્યુટિંગ ચાર્જિસ અને પ્રોપર્ટી ટેક્સ અન્ય વિસ્તારો જ્યાં તમે નવી પ્રોપર્ટીમાં રહેવા ગયા પછી કેટલા નાણાં ખર્ચશો તેનો અંદાજ કાઢો.

  જમીન/સંપત્તિ માટે તમારા પૈસા ખર્ચતા પહેલા, એક કાનૂની નિષ્ણાતને બોલાવી તમામ દસ્તાવેજોનું મૂલ્યાંકન કરો. મિલકતના કાગળો એવા લોકો માટે ઘણીવાર જટિલ હોય છે, જેઓ જમીન ખત અને જમીનના ઉપયોગ જેવા રિયલ એસ્ટેટ શબ્દોથી પરિચિત નથી. તેથી નિષ્ણાતની મદદથી દસ્તાવેજોની તપાસ કરો અને પછી નિર્ણય લો.

  આ પણ વાંચો -રૂપિયાની કિંમત ગગડતા ડોલર ઉચ્ચ સ્તરે, જુઓ તમારા બજેટ પર શું અસર થશે

  તમે નવા મકાનમાં જવાની યોજના બનાવો તે પહેલાં, ત્યાં રહેતા રહેવાસીઓ વિશે જાણવાનો પ્રયાસ કરો અને તમને તેમની સાથે કેટલીક સામાન્ય સવલતો વહેંચવામાં આરામદાયક લાગશેકે નહીં તેનો વિચાર કરો. એવી સલાહ આપવામાં આવે છે કે ભવિષ્યમાં તકરાર ટાળવા માટે સમાન વિચારવાળા લોકો સાથે રહેવું જોઈએ.

  ઘરને ખરીદવાના અંતિમ નિર્ણય લેતા પહેલા હોમ લોનના વિકલ્પોની સારી રીતે જાણકારી મેળવી લો. વિવિધ લોન પ્રદાતાઓની યોજનાઓ વિશે સ્કેન કરીને ઉપલબ્ધ સસ્તી હોમ લોન જુઓ અને તેમના વ્યાજ દરો તપાસો. ઉપરાંત, સ્ત્રી સહ-માલિકી અથવા વરિષ્ઠ નાગરિક જેવી લોન તમને અનુકૂળ રહેશે તે પણ નક્કી કરો.

  વેપારી પાસેથી મિલકતનો કોટેશન મેળવ્યા પછી પડોશની ઇમારતોમાં કિંમતોની સરેરાશ શ્રેણી શોધવાનો પ્રયાસ કરો. નજીકની મિલકતોનું મૂલ્યાંકન કરો અને તેમની બાંધકામ ગુણવત્તા અને જે તે વિસ્તારની સુવિધાઓની ઝીણવટપૂર્વક તપાસ કરો.
  First published:

  Tags: Buy home

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन