Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

લિસ્ટિંગના દિવસે ફૂસ થયેલા 10 આઈપીઓ

10 high profile IPOs that debuted poorly: એપિલ 2018માં ICICI સિક્યોરિટીઝના આઈપીઓને રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આ આઈપીઓ ફક્ત 78 ટકા ભરાયો હતો.

  • Share this:
    મુંબઈ: પેટીએમનો આઈપીઓ (Paytm IPO) રોકાણકારો અને કંપનીની અપેક્ષામાં ખરો ન ઉતર્યો. પેટીએમનો આઈપીઓ ભારતનો અત્યારસુધીનો સૌથી મોટો આઈપીઓ (Biggest IPO of India) હતો. જોકે, આઈપીઓ સબ્સક્રિપ્શનને લઈને નબળો પ્રતિસાદ અને વધારે વેલ્યૂએશનને પગલે શેર બજારમાં પેટીએમનો શેર પ્રથમ દિવસે જ 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમતથી 27%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ હાઈ પ્રોફાઇલ આઈપીઓ લિસ્ટિંગના દિવસે જ ફૂસ (IPOs failed to attract investors) સાબિત થયો હોય.

    વર્ષ 2008માં આવેલા રિલાયન્સ પાવર (Reliance Power)ના 10,123 કરોડ રૂપિયાના આઈપીઓને લઈને પણ માર્કેટમાં ખુલ હલચલ હતી. આ આઈપીઓ ભરનાર દરેકના મોઢે એક જ વાત સાંભળવા મળતી હતી કે આ આઈપીઓ બે ગણી કિંમતે લિસ્ટ થશે. એટલે કે સુધી કે રિલાયન્સ પાવરના આઈપીઓમાં રોકાણ કરવા માટે અનેક લોકોએ ડીમેટ એકાઉન્ટ ખોલ્યા હતા. અનેક લોકોએ લોન પર પૈસા લઈને આઈપીઓમાં લગાવ્યા હતા. જોકે, લિસ્ટિંગના દિવસે રિલાયન્સ પાવરના હાલ પણ પેટીએમ જેવા જ થયા હતા.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    72 ગણો ભરાયો હતો આઈપીઓ

    રિલાયન્સ પાવરનો આઈપીઓ 72 ગણો ભરાયો હતો. અમુક લોકોએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે રિલાયન્સ પાવરનો શેર શેર બજારમાં ખૂબ ઊંચા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. જોકે, આવું કંઈ ન થયું. રિલાયન્સ પાવરનો શેર નજીવા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો અને ત્યારબાદ તેની કિંમતમાં 17 ટકાનો કડાકો બોલી ગયો હતો. પ્રથમ દિવસે શેર 372 રૂપિયાના સ્તર પર બંધ રહ્યો હતો. ત્યારથી લઈને અત્યારસુધી આ શેર ક્યારેય પણ પોતાની ઇશ્યૂ કિંમત સુધી પહોંચ્યો નથી.

    આવી જ રીતે નવેમ્બર 2015માં કૉફી ડે એન્ટરપ્રાઇઝીસનો 1150 કરોડ રૂપિયાનો આઈપીઓ 1.81 ગણાથી વધારે ભરાયો હતો. જોકે, લિસ્ટિંગના દિવસે આ શેર 17 ટકા સુધી તૂટ્યો હતો.

    આ પણ વાંચો: Paytmના નબળા લિસ્ટિંગ બાદ સ્થાપક વિજય શેખર શર્માનું નિવેદન, 'રોકાણકારોને મળશે યોગ્ય રિટર્ન'

    ICICI સિક્યોરિટીઝના આઈપીઓને નબળો પ્રતિસાદ

    એપિલ 2018માં ICICI સિક્યોરિટીઝના આઈપીઓને રોકાણકારોનો નબળો પ્રતિસાદ મળ્યો હતો. અંતિમ દિવસ સુધી આ આઈપીઓ ફક્ત 78 ટકા ભરાયો હતો. નબળા પ્રતિસાદને પગલે કંપનીએ પોતાના આઈપીઓની સાઇઝ ઘટાડીને 3500 કોડ રૂપિયા કરી દીધી હતી અને આ માટે 520 રૂપિયા પ્રતિ શેર ભાવ રાખ્યો હતો. અંતિમ દિવસે એન્કર રોકાણકારોની બોલીને પગલે આઈપીઓ 87.9 ટકા ભરાયો હતો. આ શેર 16% ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો.

    લિસ્ટિંગના દિવસે સૌથી ખરાબ પ્રદર્શન કરનારા આવા 10 આઈપીઓ વિશે જાણીએ:






































































































    ક્રમ કંપની ઇશ્યૂ કિંમત આઈપીઓ સાઈઝ (કરોડ) લિસ્ટિંગ તારીખ લિસ્ટિંગના દિવસે બંધ નુકસાન
    1 કૉફી એન્ટરપ્રાઇસીસ લિ. 328 1,150.00 2/11/2015 270.15 -17.64
    2 રિલાયન્સ પાવર લિ. 450 10,123.20 11/2/2008 372.5 -17.22
    3 ICICI સિક્યોરિટિઝ લિ. 520 3,480.12 4/4/2018 445.05 -14.41
    4 કેઇર્ન ઇન્ડિયા લિ. 160 5,788.79 9/1/2007 137.5 -14.06
    5 UTI અસેટ મેનેજમેન્ટ 554 2,159.88 12/10/2020 476.6 -13.97
    6 કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિ. 87 1,174.82 26-03-2021 75.3 -13.45
    7 ભારતી ઇન્ફ્રાટેક લિ. 220 4,172.76 28-12-2012 191.2 -13.09
    8 ઇન્ડિયાબુલ્સ પાવર લિ. 45 1,758.15 30-10-2009 39.25 -12.78
    9 ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યો. 334 6,056.79 29-09-2016 297.65 -10.88
    10 Jaypee ઇન્ફ્રાટેક લિ. 102 2,257.61 21-05-2010 91.3 -10.49
    Published by:Vinod Zankhaliya
    First published: