Hot stocks: 10 શેર જે નવેમ્બર મહિનામાં કરાવી શકે છે ડબલ આંકડામાં કમાણી

નવેમ્બરના હોટ સ્ટૉક્સ (પ્રતીકાત્મક તસવીર)

10 hot stocks for November: સોમવારે બજાર થોડું પોઝિટિવ જોવા મળ્યું છે. દિવસના અંતે સેન્સેક્સ 831.53 અંક એટલે કે 1.40 ટકા વધીને 60,138.46 રૂપિયા પર બંધ રહ્યો હતો.

  • Share this:
    મુંબઈ: 29 ઓક્ટોબરનાના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે બજાર પર દબાણ જોવા મળ્યું હતું. ગત અઠવાડિયે નિફ્ટી (Nifty) પોતાના રેકોર્ડ સ્તરથી 5 ટકા તૂટ્યો હતો. છેલ્લા બે અઠવાડિયામં નિફ્ટી સતત 3.6 ટકા તૂટ્યો છે. નોંધનીય છે કે Morgan Stanley અને Nomuraએ મોંઘા વેલ્યૂએશન, નબળા વૈશ્વિક સંકેત, એફઆઈઆઈની વેચવાલી અને કંપનીઓના નફા પર કાચા માલને કારણે આવેલા દબાણને પગલે ભારતીય ઇક્વિટી રેટિંગ (Equity Rating) ઘટાડી દીધું છે. જેની અસર બજારના સેન્ટિમેન્ટ પર જોવામાં આવી હતી.

    જોકે, સોમવારે બજાર થોડું પોઝિટિવ જોવા મળ્યું છે. દિવસના અંતે સેન્સેક્સ (Sensex) 831.53 અંક એટલે કે 1.40 ટકા વધીને 60,138.46 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 258.00 અંક એટલે કે 1.46 ટકાના વધારા સાથે 17,929.65ના સ્તર પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ આજે ફરી એકવાર 60,000ને પાર ગયો છે, જ્યારે નિફ્ટી17900 ઉપર ચાલ્યો ગયો છે.

    અહીં અમે તમને દિગ્ગજો દ્વારા સૂચવવામાં આવેલા 10 શેર રજૂ કરી રહ્યા છીએ. આ શેરમાં 3-4 અઠવાડિયામાં બે આંકડામાં વળતર મળવાની આશા છે.

    CapitalVia Global Researchના Vijay Dhanotiyaની રોકાણ અંગે સલાહ

    Aditya Birla Fashion & Retail: Buy | LTP: Rs 263 | આ શેરમાં 240 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 295 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 12.2 ટકા વળતર મળી શકે છે.

    Astral: Buy | LTP: Rs 2,184.65 | આ શેરમાં 2,050 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,550 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 16.7 ટકા વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલા વર્તમાન આઈપીઓમાં નહીં કરે રોકાણ, જાણો શું કારણ આપ્યું

    Bata India: Buy | LTP: Rs 1,979.45 | આ શેરમાં 1,820 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,300 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 16.2 ટકા વળતર મળી શકે છે.

    Bharti Airtel: Buy | LTP: Rs 685.35 | આ શેરમાં 665 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 800 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 16.7 ટકા વળતર મળી શકે છે.

    GEPL Capitalના Pushkaraj Sham Kanitkarની રોકાણ પર સલાહ

    Escorts: Buy | LTP: Rs 1,569.40 | આ શેરમાં 1,250 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,850 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 17.9 ટકા વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: PolicyBazaar IPO: પોલિસી બજારના IPOની પ્રાઇસ બેન્ડ 940-980 રૂપિયા, શું તમારે રોકાણ કરવું જોઈએ?

    Maruti Suzuki: Buy | આ શેરમાં 7,050 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 8,400 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 12.3 ટકા વળતર મળી શકે છે.

    Voltas: Buy | LTP: Rs 1,204.55 | આ શેરમાં 1,070 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,550 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 28.7 ટકા વળતર મળી શકે છે.

    Angel Oneના સમિત ચવ્હાણની રોકાણ પર સલાહ

    Vimta Labs: Buy | LTP: Rs 349.75 | આ શેરમાં 298 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 385 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 10.1 ટકા વળતર મળી શકે છે.

    આ પણ વાંચો: Nykaa IPO: અંતિમ દિવસ સુધી નાયકાનો IPO 82 ગણો ભરાયો, રિટેલ હિસ્સો 12.2 ગણો ભરાયો

    Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની રોકાણ પર સલાહ

    State Bank of India: Buy | LTP: Rs 502.15 | આ શેરમાં 485 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 525 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 4.6 ટકા વળતર મળી શકે છે.

    Escorts: Buy | LTP: Rs 1,569.70 | આ શેરમાં 1,520 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,670 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 6.4 ટકા વળતર મળી શકે છે.

    Lupin: Buy | LTP: Rs 922.90 | આ શેરમાં 874 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,060 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરો. આગામી 3-4 અઠવાડિયામાં આ શેરમાં 14.9 ટકા વળતર મળી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: