Home /News /business /

Stock Market: માર્ચ સિરીઝ માટે ટોપ 10 શોર્ટ ટર્મ કોલ્સ, 2-4 અઠવાડિયામાં થઈ શકે છે ડબલ ડિજિટમાં કમાણી

Stock Market: માર્ચ સિરીઝ માટે ટોપ 10 શોર્ટ ટર્મ કોલ્સ, 2-4 અઠવાડિયામાં થઈ શકે છે ડબલ ડિજિટમાં કમાણી

હોટ સ્ટૉક (પ્રતીકાત્મક તસવીર)

10 hot picks for March: કોટક સિક્યોરિટીઝ તરફથી ટેક મહિન્દ્રા શેરમાં 1,320 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 1,575 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે.

નવી દિલ્હી: 25 ફેબ્રુઆરીએ બજારમાં સતત 7 દિવસથી થતો ઘટાડો અટકતો જોવા મળ્યો હતો. આ માર્ચ સિરીઝનો પહેલો દિવસ પણ હતો. માર્ચ સિરીઝના આ પહેલા દિવસે બજાર 2.5 ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. યુક્રેન પર રશિયાના આક્રમણ (Russia Ukraine conflict) બાદ સેન્સેક્સ-નિફ્ટીની સાથે મીડ અને સ્મોલ કેપ (Small cap stocks) શેરોમાં પણ સતત નબળાઈ જોવા છે. આ સાથે કાચા તેલની કિંમત પણ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ ગત સપ્તાહે બજારમાંથી રૂ.19,843 કરોડ પાછા ખેંચી લીધા છે.

HDFC સિક્યોરિટીઝ (HDFC Securities) ના નાગરાજ શેટ્ટી જણાવે છે કે શુક્રવારે બજારમાં જોવા મળેલી તેજી બજાર માટે ખુશીના સમાચાર હોઈ શકે છે, પણ 16700-16800 ઉપર જતા નિફ્ટી માટે મોટી અડચણ છે. તેનાથી ઉપર બની રહેવું નિફ્ટી માટે મોટો પડકાર હશે. આની ઉપરની કોઈ પણ ઊંચી સપાટીને ટૂંકા ગાળામાં મોટા પ્રતિરોધનો સામનો કરવો પડશે અને લોઅર હાઈઝથી નબળાઈ પણ આવી શકે છે. નિફ્ટી માટે 16,500ના સ્તરે ઈમીડિએટ રેઝિસ્ટન્સ છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

એંજલ વનના સમીત ચવ્હાણ કહે છે કે ડેલી ટાઈમ ફ્રેમ ચાર્ટ પર નજર કરીએ તો નિફ્ટી 16,900 ની આસપાસ સ્થિત 200 SMAની નીચે સરકતો દેખાઈ રહ્યો છે, કારણ કે તે બ્રેકઅવે સાથે થયું હતું. આવી સ્થિતિમાં જો નિફ્ટી મજબૂતાઈ સાથે 16,800-17,000નું સ્તર પર પાછું નહીં આવે તો બજાર ટ્રેડર માટે એક પડકાર બની રહેશે અને નજીકના ટર્મમાં આવું ત્યારે જ થશે, જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઘટશે અને જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી મુશ્કેલીઓ યથાવત રહેશે.

હાલમાં નિફ્ટી માટે 16,400 અને પછી 16,200 પર ઈમીડિએટ સપોર્ટ છે. જો અહીંથી સ્થિતિ વધુ ખરાબ થાય છે, તો નિફ્ટી 16,000ની નીચે જઈ શકે છે. હવે આગળ જતા શું થાય છે તેના પર નજર રાખવાની રહેશે. જ્યાં સુધી રશિયા અને યુક્રેનને લઈને સ્થિતિ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી બજાર અસ્થિર રહેશે. રોકાણકારોને સલાહ આપવામાં આવશે કે તેઓ કોઈપણ એક દિવસના ઉછાળાથી ઉત્સાહિત ન થાય. વર્તમાન પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખો અને તમારી સ્થિતિને જાળવી રાખો.

અહીં અમે આપને 3-4 અઠવાડિયામાં ડબલ ડિજિટ કમાવવા માટે નિષ્ણાતો દ્વારા સુચવવામાં આવેલા 10 ટોપના ટ્રેડિંગ આઈડિયા આપી રહ્યાં છીએ-

Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની પસંદ

Tech Mahindra: Buy | LTP: રૂ. 1,389.7 | આ સ્ટોકમાં 1,320 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 1,575 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 13 ટકાનુ રીટર્ન મળી શકે છે.

Trent: Buy | LTP: રૂ. 1,070.10 | આ સ્ટોકમાં 950 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 1,200 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ અપાઈ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 12 ટકાનું રીટર્ન મળી શકે છે.

Canara Bank: Buy | LTP: રૂ. 218.45 | આ સ્ટોકમાં 195 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 270 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 24 ટકાનું રીટર્ન મળી શકે છે.

આ પણ વાંચો: આ અઠવાડિયે શેર બજાર માટે 10 પરિબળ હશે મહત્ત્વના, કરી લો એક નજર

HDFC Securitiesના નંદીશ શાહની પસંદ

Timken India: Buy | LTP: રૂ. 2,061.35 | આ સ્ટોકમાં 1,950 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 2,270 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 10 ટકાનું રીટર્ન મળી શકે છે.

Mahindra Holidays and Resorts: Buy | LTP: રૂ. 209.60 | આ સ્ટોકમાં 195 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 235 રૂપિયા લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 12 ટકાનું રીટર્ન મળી શકે છે.

Blue Star: Buy | LTP: Rs 1,057 | આ સ્ટોકમાં 1,000 રૂપિયાના સ્ટોપલોસ સાથે 1200 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 14 ટકાનું રીટર્ન મળી શકે છે.

5paisa.com ના રુચિત જૈનની પસંદગી

Havells India: Sell | LTP: રૂ. 1,168.40 | આ સ્ટોકમાં 1,180 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 1,100 રૂપિયાના લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ આપી છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 6 ટકાનું રીટર્ન મળી શકે છે.

Gujarat Narmada Valley Fertilizers & Chemicals: Buy | LTP: રૂ. 546.40 | આ સ્ટોકમાં 505 રૂપિયાના સ્ટૉપલોસ સાથે 618 રૂપિયા લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 13 ટકાનું રીટર્ન મળી શકે છે.

આ પણ વાંચો: LICના આઈપીઓમાં કર્મચારીઓ અને પૉલિસીધારકો મહત્તમ કેટલી રકમની બોલી લગાવી શકશે?

LKP Securitiesના રુપક ડેની પસંદ

Amara Raja Batteries: Buy | LTP: Rs 553.10 | આ સ્ટોકમાં 534 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 620 રૂપિયા લક્ષ્યાંક માટે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 12 ટકાનું રીટર્ન મળી શકે છે.

Gujarat Narmada Valley Fertilizers & Chemicals: Buy | LTP: રૂ 546.4 | આ ઑપ્શનમાં 518 રૂપિયાના સ્ટૉપલોસની સાથે 621 રૂપિયા ટાર્ગેટ માટે ખરીદી કરવાની સલાહ છે. આ સ્ટોકમાં 3-4 અઠવાડિયામાં 14 ટકાનું રીટર્ન મળી શકે છે.
First published:

Tags: Investment, Share market, Stock market, Stock tips

આગામી સમાચાર