ઐતિહાસિક સપાટીને સ્પર્શ કર્યાં બાદ બજારમાં કરેક્શન, આગામી 3-4 અઠવાડિયામાં આ શેર કરાવશે જોરદાર કમાણી

10 હોટ સ્ટૉક્સ (પ્રતીકાત્મક તસવીર)

10 hot stocks: 22 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે Nifty 223.65 અંક તૂટીને 18,114.90ના સ્તર પર બંધ રહ્યો હતો.

  • Share this:
    મુંબઈ: નિફ્ટીએ 18,600નું સ્તર અને BSE સેન્સેક્સે 62,000નું સ્તર પાર કર્યાં બાદ શેર બજારમાં હાલ કરેક્શન જોવા મળી રહ્યું છે. 22 ઓક્ટોબરના રોજ પૂર્ણ થયેલા અઠવાડિયે Nifty 223.65 અંક તૂટીને 18,114.90ના સ્તર પર બંધ રહ્યો હતો. ગત અઠવાડિયે બેન્કિંગ શેરને છોડીને તમામ ઇન્ડેક્સ લાલ નિશાન પર બંધ રહ્યા હતા. Metal, FMCG, Pharma અને Realty આશરે 5 ટકા તૂટીને સૌથી મોટા લૂઝર રહ્યા હતા. મોટા શેરની સરખામણીમાં નાના શેરમાં વધારે વેચવાલી જોવા મળી હતી, જેણે બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. ગત અઠવાડિયે BSE Midcap 4% અને Smallcap 5%થી વધારે તૂટી ગયા હતા.

    Angel Oneના સમીત ચવ્હાણનું કહેવું છે કે નિફ્ટી અને બેંક નિફ્ટી જેવા જેવા બે મહત્ત્વના ઇન્ડેક્સ કમ્પલીટ ડાયવર્સિસ પ્રદર્શન કરી રહ્યા છે. એથી આગામી સમયમાં એવું જોવાનું રહેશે કે શું બેંક નિફ્ટીની મજબૂતીથી નિફ્ટીને સપોર્ટ મળે છે કે કેમ. આ સમયે શેર બજારની નજર બેન્કિંગ શેર પર જ ટકેલી છે. જો બેન્કિંગમાં તેજી આવે છે તો બજારનો ઑવર ઑલ મૂડ સુધરતો જોવા મળશે. સમીત ચવ્હાણનું કહેવું છે કે નિફ્ટી માટે 18,060-18,000 મહત્ત્વનું સપોર્ટ લેવલ હશે. જ્યારે ઉપરની તરફથી આ માટે 18,260-18,400 પર રેજિસ્ટેન્સ જોવા મળી રહ્યું છે. જો નિફ્ટી 18,000 નીચે આવે છે તો તેમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે.

    દિગ્ગજોની પસંદગીના 10 શેર જે આગામી 3-4 અઠવાડિયામાં કરાવી શકે છે મોટી કમાણી:-

    HDFC Securitiesના નાગરાજ શેટ્ટીની રોકાણ પર સલાહ

    ABB India: Buy | LTP: Rs 1,909.30 | આ શેર 1,765 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 2,110 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 10.5 ટકા રિટર્ન મળી શકે છે.

    Triveni Turbine: Buy | LTP: Rs 179 | આ શેર 167 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 198 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 10.6 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: Multibagger stock: ગુજરાતની કંપનીના આ શેરે રોકાણકારોને એક વર્ષમાં જ કર્યાં માલામાલ, આપ્યું 22,300% રિટર્ન

    IFB Industries: Buy | LTP: Rs 1,297.05 | આ શેર 1,220 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,445 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 11.4 ટકા રિટર્ન મળી શકે છે.

    Kotak Securitiesના શ્રીકાંત ચૌહાણની રોકાણ પર સલાહ

    GAIL India: Buy | LTP: Rs 150.50 | આ શેર 145 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 160-165 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 6.3-9.6 ટકા રિટર્ન મળી શકે છે.

    Tech Mahindra: Buy | LTP: Rs 1,517.45 | આ શેર 1,465 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,620 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 6.8 ટકા રિટર્ન મળી શકે છે.

    HDFC: Buy | LTP: Rs 2903.95 | આ શેર 2,800 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 3,125 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 7.6 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: ICICI બેંકનો શેર ઑલ ટાઇમ હાઈ, શું અત્યારે તમારે આ શેરમાં રોકાણ કરવું જોઈએ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    CapitalVia Globalના વિજય ધનોતિયાની રોકાણ પર સલાહ

    Coromandel International: Buy | LTP: Rs 824.25 | આ શેર 760 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,100 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 21.3 ટકા રિટર્ન મળી શકે છે.

    UPL: Buy | LTP: Rs 704.35 | આ શેર 500 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 27.8 ટકા રિટર્ન મળી શકે છે.

    આ પણ વાંચો: માલામાલ: આ શેરે નાણાકીય વર્ષ 2022માં નોંધાવ્યો અધધ 700%થી વધારે ઉછાળો, 1 લાખ બની ગયા 8 લાખ રૂપિયા

    Shriram Transport Finance: Buy | LTP: Rs 1,518.60 | આ શેર 1,150 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 1,900 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 25.1 ટકા રિટર્ન મળી શકે છે.

    Anand Rathiના મેહુલ કોઠારીની રોકાણ પર સલાહ

    Axis Bank: Buy | LTP: Rs 816.70 | આ શેર 790 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે 910 રૂપિયાના ટાર્ગેટ માટે ખરીદી શકાય છે. 3-4 અઠવાડિયામાં રોકાણકારોને 11.4 ટકા રિટર્ન મળી શકે છે.

    (નોંધ: શેર બજારમાં રોકાણ જોખમોની આધિન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂરી છે. અહીં આપવામાં આવેલા સલાહ જે તે બ્રોકરેજ હાઉસની છે.)
    Published by:Vinod Zankhaliya
    First published: