Budget 2022: IIFL Securitiesના અનુજ ગુપ્તા 10 સ્ટૉક પર બુલિશ, બજેટથી થઈ શકે છે ફાયદો
Budget 2022: IIFL Securitiesના અનુજ ગુપ્તા 10 સ્ટૉક પર બુલિશ, બજેટથી થઈ શકે છે ફાયદો
ભારતીય શેર બજાર
Budget 2022 Top Pics: નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટમાં ફર્ટિલાઇઝર પૉલિસી, સૉફ્ટવેર એક્સપોર્ટ પૉલિસી અને કૃષિ સેક્ટર માટે ફાળવણી વધારવા જેવા મુદ્દા કેન્દ્રના સ્થાને રહી શકે છે.
મુંબઇ. Budget 2022: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2022ના રોજ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ પહેલ બજારમાં અનેક પ્રકારની અટકાળો લગાવવામાં આવી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બજેટમાં ફર્ટિલાઇઝર પૉલિસી, સૉફ્ટવેર એક્સપોર્ટ પૉલિસી અને કૃષિ સેક્ટર માટે ફાળવણી વધારવા જેવા મુદ્દા કેન્દ્રના સ્થાને રહી શકે છે.
IIFL Securitiesના અનુજ ગુપ્તા અમુક એવા સ્ટૉક સૂચવી રહ્યા છે જેની બજેટ પહેલા ખરીદી કરી લેવાની સલાહ આપવામાં આવી છે. અનુજ ગુપ્તાનું કહેવું છે કે એક સારો રોકાણકાર ટ્રિગટ પહેલા જ સારા સ્ટૉક્સની ખરીદી કરી લે છે. બજેટ ટૂંકા સમય માટે ભારતીય શેર બજારની દિશા નક્કી કરશે. એવામાં કૃષિ સેક્ટર પર ફંડની ફાળવણી વધવી, નવી ફર્ટિલાઇઝર પૉલિસી આવવી તેમજ બજાર સાથે જોડાયેલી અમુક ખાસ જાહેરાત ભવિષ્યમાં અમુક ક્ષેત્રો અને શેરના જોશ ભરી શકે છે.
આ ઉપરાંત સૉફ્ટવેર પૉલિસી સહિત આઈટી સેક્ટર સાથે જોડાયેલા બીજા પ્લાન અને તમાકુ પર ડ્યૂટી વધારવા જેવા નિર્ણયો પણ સામેલ હોઈ શકે છે. આ તમામ વાતોને ધ્યાનમાં રાખતા અનુજ ગુપ્તા એવા 10 સ્ટૉક્સની ભલામણ કરી રહ્યા છે જેમાં સારી એવી કમાણી કરી શકાય છે.
અનુજ ગુપ્તાની પસંદગીના શેર:
ITC : આ શેર માટે ખરીદીની સલાહ. શોર્ટ ટર્મ માટે આ શેરની 232 રૂપિયાના ટાર્ગેટ માટે 208 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરી શકાય છે.
Jain Irrigation Systems : આ શેર માટે ખરીદીની સલાહ. શોર્ટ ટર્મ માટે આ શેરની 49 રૂપિયાના ટાર્ગેટ માટે 36 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરી શકાય છે.
TCS : આ શેર માટે ખરીદીની સલાહ. શોર્ટ ટર્મ માટે આ શેરની 4,000 રૂપિયાના ટાર્ગેટ માટે 3,550 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે ખરીદી કરી શકાય છે.