Home /News /business /Cryptocurrency : જાણો, કયા છે વિશ્વના એ દેશ જ્યાં કોમન છે ક્રિપ્ટોકરન્સી
Cryptocurrency : જાણો, કયા છે વિશ્વના એ દેશ જ્યાં કોમન છે ક્રિપ્ટોકરન્સી
પ્રતીકાત્મક તસવીર
વિશ્વમાં એવા ઘણા દેશો છે, જ્યાં ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે. સ્ટેટિસ્ટા ગ્લોબલ કંઝ્યૂમર સર્વેની એક યાદીમાં મુખ્ય પાંચ દેશોમાં વિશ્વના મોટા દેશ (Economics) સામેલ નથી.
છેલ્લા થોડા વર્ષોથી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) ખૂબ જ ચર્ચામાં છે. તેનું એક કારણ તો તેમાં વધી રહેલ રોકાણ છે. જે તેની ઝડપથી વધી રહેલ કિંમતનું કારણ છે. આમ તો બિટકોઇન ખૂબ ચર્ચિત ક્રિપ્ટોકરન્સી છે, પરંતુ આ સિવાય ડેઝીકોઇન, માર્કર, ઇથેરિયમ, ડેશ જેવી કરન્સીએ પણ ધૂમ મચાવી છે. તે સરહદ પાર પૈસા મોકલવા (Remittance) માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સામે આવી છે. આજે વિશ્વમાં એવા ઘણા દેશો છે, જ્યાં ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે. સ્ટેટિસ્ટા ગ્લોબલ કંઝ્યૂમર સર્વેની એક યાદીમાં મુખ્ય પાંચ દેશોમાં વિશ્વના મોટા દેશ (Economics) સામેલ નથી.
નાઇજીરીયા
નાઇજીરીયા (Nigeria) એવો દેશ છે જ્યાંની વસ્તીનો સૌથી મોટો ભાગ ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)નો ઉપયોગ કરવામાં લાગ્યો છે. પૈસા મોકલવા હોય (Remittance) કે પછી ફોનથી ચૂકવણી કરવાની હોય. આફ્રિકાના સૌથી મોટા આર્થિક દેશમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઝડથી વધી રહ્યો છે. લગભગ એક તૃતીયાંશ નાઇજીરીયા ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે કે પછી તેને રાખે છે. બિટકોઇન ડોટકોમ અનુસાર સરહદ પરથી કામદારો અને તેમના પરીવાર દ્વારા પૈસા મોકલવાની પરંપરાગત રીત ખૂબ મોંઘી હોવાથી સ્થાનીકો ક્રિપ્ટોકરન્સીનું આદાન પ્રદાન વધારી રહ્યા છે. તો ફોન પર દૈનિક ચૂકવણીના વિકલ્પ સાથે જોડાવાથી પણ ક્રિપ્ટોકરન્સીનું આદાન પ્રદાન ઝડપથી વધ્યું છે.
વિયતનામ અને ફિલીપાઇન્સ
ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)ના ઉપયોગના મામલે બીજા અને ત્રીજા નંબર પર વિયેતનામ (Vietnam) અને ફિલીપાઇન્સ (Philippines) છે. આ દેશોમાં પણ બીજા દેશોમાં પૈસા મોકલવાની જરૂરિયાતે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ વધાર્યો છે. ફિલીપાઇન્સ સેન્ટ્રલ બેંકે પણ તેના માટે ઘણી ક્રિપ્ટો નિયમન કંપનીઓને વિદેશોમાં ચૂકવણી અને પૈસા મોકલતી કંપનીઓ તરીકે માન્યતા આપી છે. વિયેતનામમાં 21 ટકા તો ફિલીપાઇન્સમાં 20 ટકા લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે.
તુર્કી અને પેરૂ
આફ્રીકા અને દક્ષિણ-પૂર્વ એશિયા બાદ વિશ્વમાં સૌથી વધુ ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency)નો ઉપયોગ તુર્કી (Turkey)માં થાય છે. ત્યાર બાદ લેટિન અમેરિકાના દેશોનો નંબર આવે છે. લેટિન અમેરિકામાં સૌથી આગળ પેરૂ (Peru) છે. આ યાદીમાં તુર્કી ચોથા સ્થાને છે. જ્યાં 16 ટકા લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે અને પેરૂમાં પણ આટલા જ લોકો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા લાગ્યા છે. લેટિન અમેરિકામાં બ્રાઝીલ, કોલંબિયા, આર્જેન્ટિના, મેક્સિકો, ચિલીમાં પણ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ ઝડપથી વધવા લાગ્યો છે.
સ્વિત્ઝરલેન્ડ
ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)ના ઉપયોગમાં યૂરોપ પણ પાછળ નથી. યૂરોમાં સ્વિત્ઝરલેન્ડ (Switzerland) છઠ્ઠા સ્થાન પર છે. સામાન્ય રીતે યૂરોપીયન અને એંગ્લો દેશોમાં ક્રિપ્ટોકરન્સી અપનાવવામાં થોડી ઓછી રૂચી ધરાવે છે. જ્યારે ભારત (India) જેવા દેશોમાં 9 ટકા લોકો જ ક્રિપ્ટોકરન્સી પ્રત્યે રસ ધરાવે છે, જે અહીંની વસ્તી પ્રમાણે ખૂબ ઓછો અંક કહેવાય. ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે ક્રિપ્ટોકરન્સીને લઇને હજુ કોઇ સ્પષ્ટ કાયદો બનાવ્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર