Home /News /business /10 biggest IPO: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

10 biggest IPO: 2021ના વર્ષના 10 મોટા IPO જે ખૂબ ચર્ચામાં રહ્યા, કરી લો એક નજર

એલઆઈસી આઈપીઓ

10 biggest IPOs of 2021: 2021ના વર્ષમાં પ્રાઇમરી માર્કેટમાં કુલ ફંડ રેજિંગ, ઇશ્યૂ સાઇઝ, સબ્સક્રિપ્શન અને લિસ્ટિંગ પ્રીમિયમની દ્રષ્ટીએ અનેક રેકોર્ડ બન્યા છે.

મુંબઈ: 2021ના વર્ષમાં કુલ 65 કંપનીઓ આઈપીઓ લઈને આવી છે. આઈપીઓ મારફતે કંપનીઓએ 1.31 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. 2017ના વર્ષ સાથે સરખામણી કરીએ તો આ રકમ 74.6% વધારે છે. 2021ના વર્ષમાં પ્રાઇમરી માર્કેટમાં કુલ ફંડ રેજિંગ, ઇશ્યૂ સાઇઝ, સબ્સક્રિપ્શન અને લિસ્ટિંગ પ્રીમિયમની દ્રષ્ટીએ અનેક રેકોર્ડ બન્યા છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે 2022નું વર્ષ પણ પ્રાઇમરી માર્કેટ માટે મજબૂત રહી શકે છે. 2021ના વર્ષમાં ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમની ઓપરેટર One97 Communications તરફથી આઈપીઓ મારફતે 18,300 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. જે ભારતીય કેપિટલ માર્કેટના ઇતિહાસમાં સૌથી મોટી રકમ છે. જોકે, આ આઈપીઓને રોકાણકારોએ ખૂબ જ ઠંડો પ્રતિસાદ આપ્યો હતો.

2021 દરમિયાન આવેલા સૌથી મોટા આઈપીઓ પર એક નજર કરીએ:

Paytm

ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમનું સંચાલક કરતી કંપની One97 Communications તરફથી આ વર્ષે 18,300 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવામાં આવ્યો હતો. ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હતો. પેટીએમના શેરની ઇશ્યૂ કિંમત 2,150 રૂપિયા હતી. જોકે, આઈપીઓને ખૂબ નબળો પ્રતિસાદ મળ્યો હતો. પેટીએમનો આઈપીઓ કુલ 1.89 ગણો ભરાયો હતો.

Zomato

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોએ જુલાઈ 2021માં આઈપીઓ મારફતે 9,375 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. શેરની ઇશ્યૂ કિંમત 76 રૂપિયા હતી. આ ઇશ્યૂને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ 38 ગણો ભરાયો હતો.

Power Grid

પાવરગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (Power Grid Corporation of India)ના સ્પોન્સરશીપ વાળી POWERGRID Infrastructure Investment Trust (InvIT) 2021 નો આઈપીઓ આ વર્ષનો ત્રીજો સૌથી મોટો આઈપીઓ હતો. આઈપીઓ મારફતે કંપનીએ 7,735 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. શેરની ઇશ્યૂ કિંમત 100 રૂપિયા હતી. આ આઈપીઓ 4.83 ગણો ભરાયો હતો.

Star Health

રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત Star Health and Allied Insurance Company 2021ના વર્ષમાં પોતાનો આઈપીઓ લાવી હતી. આઈપીઓ મારફતે કંપનીએ 7,249.2 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. ડિસેમ્બર 2021માં આવેલા આઈપીઓ માટે ઈશ્યૂ કિંમત 900 રૂપિયા પ્રતિ શેર હતી. આ આઈપીઓને ખૂબ જ ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ ફક્ત 79% જ ભરાયો હતો.

Policybazaar

Policybazaar અને Paisabazaar નું સંચાલન કરતી PB Fintech કંપનીનો આઈપીઓ નવેમ્બર 2021માં આવ્યો હતો. કંપનીએ આઈપીઓ મારફતે 5,625 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. આ આઈપીઓને રોકાણકારોને સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ 16.59 ગણો ભરાયો હતો. કંપનીએ ઇશ્યૂ કિંમત 980 રૂપિયા પ્રતિ શેર રાખી હતી.

Sona Comstar 2021

Automotive ancillary Sona BLW Precision Forgings એટલે કે Sona Comstar 2021 આ વર્ષનો છઠ્ઠો સૌથી મોટો આઈપીઓ છે. જૂન 2021માં કંપનીએ આઈપીઓ મારફતે 5,550 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. કંપનીએ ઇશ્યૂ કિંમત 291 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. આ આઈપીઓ 2.28 ગણો ભરાયો હતો.

Nykaa

બેન્કરથી બિઝનેસ વુમન બનેલી ફાલ્ગુની નાયરની કંપની FSN E-Commerce Ventures (Nykaa)ના આઈપીઓએ શેર બજારમાં ધમાચકડી મચાવી હતી. નવેમ્બરમાં આવેલો નાયકાનો આઈપીઓ 81.78 ગણો ભરાયો હતો. કંપનીએ આઈપીઓ મારફતે 5,352 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. કંપનીએ ઇશ્યૂ કિંમત 1,125 રૂપિયા પ્રતિ શેર રાખી હતી.

Nuvoco Vistas Corporation

નુવાકો વિસ્ટાસ કોર્પોરેશનનો આઈપીઓ ઓગસ્ટ 2021માં આવ્યો હતો. કંપનીએ ઇશ્યૂ કિંમત 570 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. કંપનીએ આઈપીઓ મારફતે 5,000 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતાં. આઈપીઓ ફક્ત 1.71 ગણો ભરાયો હતો.

IRFC

સરકારી કંપની Indian Railway Finance Corporation 2021ના વર્ષમાં આઈપીઓ લાવનારી પ્રથમ કંપની હતી. આઈપીઓ મારફતે કંપનીએ 4,633 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. કંપનીએ ઇશ્યૂ કિંમત 26 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. આ ઇશ્યૂ 3.49 ગણો ભરાયો હતો.

આ પણ વાંચો: Snapdeal IPO: શું તમે પણ સ્નેપડીલના IPOમાં રોકાણ કરવા માંગો છો? તો કંપની સાથે જોડાયેલા આ જોખમો જરૂરથી જાણી લો

Chemplast Sanmar

સ્પેશિયાલિટી કેમિકલ બનાવતી કંપની Chemplast Sanmar નો આઈપીઓ 2021ના વર્ષમાં આવેલા 10મો સૌથી મોટો આઈપીઓ છે. આઈપીઓ મારફતે કંપનીએ 3,850 કરોડ રૂપિયા એકઠા કર્યાં હતા. કંપનીએ ઇશ્યૂ કિંમત 541 રૂપિયા પ્રતિ શેર રાખી હતી. આઈપીઓને બહુ સારો પ્રતિસાદ મળ્યો ન હતો. આઈપીઓ 2.17 ગણો ભરાયો હતો.
First published:

Tags: IPO, NyKaa, Paytm, Share market, Year Ender 2021, Zomato

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો